________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૬
૪૭૯
ટીકાર્ચ -
' =નાશ ..... “ ત્તિ:' I =નાશ, ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ છે=પદાર્થક્ષણની ઉત્તરમાં વર્તતા ભાવ સ્વરૂપ જ છે. આ પ્રમાણે જો બૌદ્ધ સ્વીકારે તલાશä=એની આશંકા કરીને ગ્રંથકાર કહે છે –
દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ હોતે છતે આનું અધિકૃત ભાવનું=નાશની પૂર્વમાં વર્તતા ભાવતું, આ પણ ક્ષણસ્થિતિધર્મપણું પણ, ઘટે છે; અને તથા=ર્વ સતિ આમ હોતે છતે=તે લાશ ઉત્તરક્ષણમાં વર્તતા ભાવરૂપ છે, અને કાશરૂપ ભાવની બીજી આદિ ક્ષણની અસ્થિતિ સ્વીકારાયે છતે, ઉક્તનો અતિક્રમ છે શ્લોક-૧૯૫માં કહ્યું કે સતનું અસત્ત્વપણું હોતે છતે અસત્ત્વનો ઉત્પાદ, અસત્ત્વનો નાશ અને ફરી વિદ્યમાન પદાર્થનો ભાવ પ્રાપ્ત થાય, એ રૂ૫ ઉક્ત દોષનું અનુલ્લંઘન છે. II૧૯૬ ભાવાર્થ :
પૂર્વશ્લોકમાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે જો નાશ નાશરૂપે સદા સ્વીકારવામાં આવે તો પદાર્થક્ષણમાં પણ પદાર્થ રહે નહિ. એ આપત્તિના નિવારણ માટે બૌદ્ધ કહે છે –
પદાર્થનો નાશ પદાર્થની ઉત્તરમાં વર્તતો ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ છે અર્થાત્ પદાર્થક્ષણની ઉત્તરમાં જે ભાવ પેદા થાય છે, તત્ સ્વરૂપ તે પદાર્થનો નાશ છે, એનાથી અતિરિક્ત નાશ નામની કોઈ વસ્તુ નથી, ફક્ત પૂર્વની ક્ષણનો તે પદાર્થ “ન' થાય છે.
તેથી જે ક્ષણમાં પદાર્થ છે, તે પદાર્થક્ષણની નિવૃત્તિ થાય છે ત્યારે, આ પદાર્થ નાશ પામ્યો એમ વ્યવહાર થાય છે; અને ઉત્તરક્ષણમાં વર્તતા ભાવસ્વરૂપ જ તે નાશ છે. તેથી ક્ષણસ્થિતિધર્મવાળા ભાવરૂપ તે નાશ છે. માટે ગ્રંથકારે “ભાવના અસત્ત્વનો ઉત્પાદ વગેરે માનવું પડશે;” એમ જે આપત્તિ આપેલ તે હવે આવશે નહિ; કેમ કે બૌદ્ધ મત અનુસાર અસત્ત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વેક્ષણનો ભાવ એક ક્ષણ રહેવાના સ્વભાવવાળો હતો, અને ઉત્તરક્ષણમાં તે ભાવ જ ‘ન' થાય છે, અને ઉત્તરક્ષણવર્તી જે ભાવ છે તસ્વરૂપ જ પૂર્વેક્ષણનો નાશ છે. માટે ભાવનું અસત્ત્વ સ્વીકારીને ગ્રંથકારે શ્લોક-૧૯૫માં જે દોષ આપ્યા તે સર્વ દોષો આવશે નહિ. આ પ્રકારનો બૌદ્ધનો આશય છે. તેને ગ્રંથકાર પૂછે છે કે તે નાશ ઉત્તરક્ષણના ભાવરૂપ જ ક્ષણસ્થિતિધર્મવાળો છે, એમ જો તું માને છે, તો ક્ષણસ્થિતિધર્મવાળા તે ભાવની દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ તારે સ્વીકારવી પડે, તો જ તે ભાવને ક્ષણસ્થિતિધર્મવાળો કહી શકાય.
અહીં બૌદ્ધ કહે કે તે ભાવની દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ અમને ઇષ્ટ જ છે, તો ગ્રંથકાર કહે છે કે આ પ્રમાણે જો બૌદ્ધ સ્વીકારે તો અર્થાત્ ક્ષણસ્થિતિધર્મવાળા ભાવની દ્વિતીયાદિ ક્ષણની અસ્થિતિ બૌદ્ધ સ્વીકારે, તો ઉક્ત દાપાનાં અનતિક્રમ છે. ૧૯૬ાા