________________
૪૮૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૮
શ્લોકાર્ધ :
ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે; જે કારણથી એકાંત એકસ્વભાવવાળા આત્માની ક્યારેય સંસારઅવસ્થા અને મુક્ત અવસ્થારૂપ અવસ્થાદ્વય ન થાય. l/૧૯૮ાા ટીકા :
'भवभावानिवृत्तावपि' एकान्तनित्यतायाम् किमित्याह 'अयुक्ता मुक्तकल्पना' आत्मन:, कथमयुक्तेत्याह 'एकान्तकस्वभावस्य'-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावतायाः, 'न' 'हि' यस्मात्, ‘अवस्थाद्वयं' संसारिमुक्ताख्यं 'क्वचित्,' एकान्तकस्वभावत्वविरोधात् ।।१९८ ।। ટીકાર્ય :
મવભાવાનિવૃત્તાવપિ' ..... પ્રાન્ત સ્વમાવત્વવિરોથાત્ II એકાત નિત્યતામાં ભવભાવની અનિવૃત્તિ થયે છતે પણ આત્માની મુક્તકલ્પના સાધના કરીને આત્મા મુક્ત થાય છે એ પ્રકારની કલ્પના, અયુક્ત છે. કેમ અયુક્ત છે ? એથી કહે છે – હિયા =જે કારણથી, એકાંત એકસ્વભાવવાળા=અપ્રશ્રુત, અનુત્પત્ત, સ્થિર એકસ્વભાવતાવાળા આત્માની સંસારી અને મુક્ત નામની અવસ્થાદ્વય ક્યારેય નથી; કેમ કે એકાંત એકસ્વભાવવતો વિરોધ છે. ૧૯૮૫
“મમવનવૃત્તાવ' માં T' થી એ કહેવું છે કે ભવભાવની નિવૃત્તિ થતી હોય તો મુક્તની કલ્પના થઈ શકે, પરંતુ ભવભાવની અનિવૃત્તિ હોવા છતાં પણ મુક્તની કલ્પના કરવી અયુક્ત છે. ભાવાર્થ -
શ્લોક-૧૯૦માં ગ્રંથકારે બતાવ્યું કે સાધના કરીને યોગી ભવ્યાધિથી મુક્ત થાય છે. આ વાત આત્માને દ્રવ્યથી નિત્ય સ્વીકારીને પર્યાયથી અનિત્ય સ્વીકારવામાં આવે તો સંગત થાય, અને તેને બદલે એકાંત નિત્ય માનવામાં આવે તો સંગત થાય નહિ. તે બતાવે છે –
જો આત્મા એકાંત નિત્ય હોય તો સંસારવર્તી આત્મામાં વર્તતો ભવરૂપી ભાવ ક્યારેય નિવૃત્ત થાય નહિ તેથી સંસારવર્તી આત્મા સાધના કરીને મુક્ત થાય છે, તેવી કલ્પના કરવી અયુક્ત છે; અને જો આત્મા મુક્ત થાય છે એ કલ્પના અયુક્ત સિદ્ધ થાય, તો આખો યોગમાર્ગ ઉપપ્લવને પામે અર્થાત્ આખો યોગમાર્ગ વાણીમાત્રનો વિલાસ છે, પારમાર્થિક નથી એમ સિદ્ધ થાય; કેમ કે આત્મા એકાંત નિત્ય હોવાથી સંસારરૂપી ભાવની નિવૃત્તિ ક્યારેય થવાની નથી.
અહીં પ્રશ્ન થાય કે એકાંત નિત્ય આત્મા હોય તો યોગમાર્ગની સાધનાથી આત્મા મુક્ત થાય છે, એ કલ્પના અયુક્ત કેમ છે ? તે ગ્રંથકાર બતાવે છે –
એકાંત નિત્ય એટલે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિરએકસ્વભાવ –