________________
૪૮૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૭-૧૯૮ તેનો નાશ 'C' ક્ષણમાં થવો જોઈએ. તેથી વીંટીના નાશનો નાશ એટલે વીંટીની પ્રાપ્તિ. તેથી બદ્ધમત પ્રમાણે 'C' ક્ષણમાં વીંટી જ થવી જોઈએ, પરંતુ કંકણ આદિ ભાવ થઈ શકે નહિ. તેથી ‘સ વ ન મતિ' એ વચન અનુભવ વિરુદ્ધ છે. ll૧૯૭ળા અવતરણિકા :
नित्यपक्षमधिकृत्याह - અવતરણિકાર્ય :નિત્યપક્ષને આશ્રયીને કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧૯૦માં ગ્રંથકારે સ્થાપન કરેલું કે જન્માદિ દોષના વિગમનને કારણે દોષાભાવવાળો આત્મા ઉત્પન્ન થાય છે, તે મુક્તનું સ્વરૂપ છે; અને તેની પુષ્ટિ કરવા માટે શ્લોક-૧૯૧માં યુક્તિ આપી કે સંસારી અવસ્થાવાળો આત્મા સાધના દ્વારા તે રૂપે થાય છે=મુક્તઅવસ્થારૂપે થાય છે અર્થાત્ જન્માદિ અતીત અવસ્થારૂપે થાય છે; અને તેને યુક્તિથી બતાવવા માટે શ્લોક-૧૯૨માં સ્થાપન કર્યું કે ભાવાવધિ સ્વભાવ માનવો યુક્ત છે અર્થાત્ કોઈક ભાવાત્મક પદાર્થમાં રહેનારો જન્માદિ સ્વભાવ અને જન્માદિઅભાવરૂપ સ્વભાવ માનવો યુક્ત છે; અને ભાવાત્મક પદાર્થમાં રહેનારો સ્વભાવ છે, તેમ ન માનીએ તો શું અતિપ્રસંગ આવે તે શ્લોક-૧૯૩માં બતાવ્યું, અને ભાવાવધિ સ્વભાવ નહિ માનનાર બૌદ્ધ શું કહે છે તે બતાવીને, તેનું કથન પણ યુક્તિ વગરનું છે, એમ શ્લોક-૧૯૪ થી ૧૯૭ સુધીમાં બતાવ્યું.
તેથી એ ફલિત થયું કે ભાવરૂપે વિદ્યમાન એવો આત્મા જન્માદિ સ્વભાવવાળો હતો અને તે જન્માદિ સ્વભાવના વિગમનથી અજન્માદિ સ્વભાવવાળો થયો. તેથી આત્મા કથંચિત્ નિત્ય હોવા છતાં કથંચિતું અનિત્ય પણ છે. હવે જો આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવવા માટે કહે છે –
શ્લોક :
भवभावानिवृत्तावप्ययुक्ता मुक्तकल्पना ।
एकान्तकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ।।१९८ ।। અન્વયાર્થ -
મવમવનવૃત્તાવા=ભવભાવની અનિવૃત્તિમાં પણ મુવત્તત્વના મુક્તકલ્પના યુવા=અયુક્ત છે; દિ જે કારણથી વાસ્તેસ્વમવચ=એકાંત એકસ્વભાવવાળા આત્માની વિ–ક્યારેય અવસ્થાતંત્ર સંસારઅવસ્થા અને મુક્ત અવસ્થારૂપ અવસ્થા દ્વય =ન થાય. ૧૯૮