________________
૪૭૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૩-૧૯૪
પદાર્થ રહેવો જોઈએ નહિ; કેમ કે અનંતરક્ષણની અભૂતિ પદાર્થક્ષણ સાથે વિરોધ હોવાને કારણે વિરોધી એવી અનંત૨ક્ષણની અભૂતિથી પદાર્થક્ષણ ગ્રસ્ત છે. તેથી પદાર્થ સદા જ અવિદ્યમાન પ્રાપ્ત થાય.
તેથી એ ફલિત થાય કે સ્વભાવને ભાવાવધિ માનવો જોઈએ. જો ભાવાવવિધ ન માનીએ તો જે પદાર્થક્ષણ છે, તે કાં તો સદા રહેવી જોઈએ, અથવા પદાર્થક્ષણ ક્યારેય ન હોવી જોઈએ, એ રૂપ અતિપ્રસંગ આવે.
અહીં વિશેષ એ છે કે પદાર્થને ભાવાવિધ નિહ માનનાર બૌદ્ધવાદી છે. તે કહે છે કે પદાર્થ પ્રતિક્ષણ નશ્વર દેખાય છે, તેથી કોઈપણ પદાર્થ માત્ર વર્તમાનક્ષણમાં રહે છે, પૂર્વ અને પશ્ચાત્મણમાં રહેતો નથી. વળી દેખાતા પદાર્થથી અતિરિક્ત કાળ નામનો કોઈ પદાર્થ નથી. તેથી વર્તમાનક્ષણ, પૂર્વક્ષણ, ઉત્તરક્ષણ એવી કોઈ વસ્તુ નથી, પરંતુ જે પદાર્થ દેખાય છે તે પદાર્થક્ષણ જ વર્તમાનક્ષણ છે, અને તે પદાર્થ પૂર્વમાં ન હતો અને પછી હશે નહિ. તેથી પૂર્વક્ષણની અભૂતિ કે પશ્ચાત્ક્ષણની અભૂતિ પદાર્થક્ષણરૂપ પૂર્વપક્ષીને માનવી પડે; કેમ કે વર્તમાનમાં જે પદાર્થ છે, તેની અનંત૨ક્ષણ નથી અને પૂર્વક્ષણ પણ નથી. તેથી પૂર્વક્ષણ અને પશ્ચાત્ક્ષણની અભૂતિ તેના મત પ્રમાણે વર્તમાનક્ષણરૂપ પ્રાપ્ત થાય; અને પૂર્વક્ષણ અને પશ્ચાત્ક્ષણની અભૂતિ સાથે વર્તમાનનો અવિરોધ માનીએ તો, વર્તમાનક્ષણ જેમ પૂર્વક્ષણની અભૂતિ અને પશ્ચાત્ક્ષણની અભૂતિ સાથે રહે છે, તેમ વર્તમાનક્ષણ સદા રહેવી જોઈએ. તેથી બૌદ્ધને પદાર્થ નિત્ય માનવાનો પ્રસંગ આવે; અને જો બૌદ્ધ અનંત૨ક્ષણની અભૂતિને વર્તમાનક્ષણની સાથે વિરોધ માને, તો વર્તમાનક્ષણમાં પણ અનંતરક્ષણની અભૂતિ વિદ્યમાન હોવાથી વર્તમાનક્ષણ પણ રહે નહિ. તેથી પદાર્થક્ષણ નહિ હોવાથી સદા પદાર્થનો અભાવ પ્રાપ્ત થાય. માટે ભાવાવધિ સ્વભાવ માનવો જોઈએ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. II૧૯૩
અવતરણિકા :
परोक्तिमात्रपरिहारायाह -
-
અવતરણિકાર્ય :
પરની ઉક્તિમાત્રના પરિહાર માટે=સ્વભાવને ભાવાવધિ નહિ સ્વીકારનાર બૌદ્ધની જે ઉક્તિમાત્ર છે અર્થાત્ કથનમાત્ર છે, તેના પરિહાર માટે, કહે છે –
ભાવાર્થ :
શ્લોક-૧૯૨માં ભાવાવધિ સ્વભાવ સ્વીકારવો જોઈએ તેમ યુક્તિથી સ્થાપન કર્યું, અને તેની પુષ્ટિ કરવા માટે કહ્યું કે પદાર્થને ભાવાવધિ ન સ્વીકારવામાં આવે તો અતિપ્રસંગ આવે, જે અતિપ્રસંગદોષ ગ્રંથકારે શ્લોક-૧૯૩માં બતાવ્યો. તેથી સ્વભાવને ભાવાવધિ માનવો યુક્ત છે તેમ સિદ્ધ થાય. આમ છતાં સ્વભાવને ભાવાવિધ નિહ માનનાર એવા બૌદ્ધ, પદાર્થને ભાવાવધિ નહિ સ્વીકારવા માટે જે કથનમાત્ર કરે છે, તે બૌદ્ધનું કથન ઉચિત નથી. તે બતાવવા માટે તેના કથનનો પરિહાર કરવા માટે કહે છે
-
અહીં પરોક્તિમાત્રમાં ‘માત્ર’ શબ્દ સર્વ પરોક્તિનો સંગ્રહ કરવા માટે નથી, પરંતુ પરનું કથન ઉક્તિમાત્ર છે, વસ્તુતઃ સાચું નથી, તે બતાવવા માટે માત્રનો પ્રયોગ છે.