________________
૪૬૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૯ શ્લોકાર્થ :
સર્વ પ્રાણીઓને જન્માદિરૂપે અનુભવથી સિદ્ધપણું હોવાને કારણે અનાદિ ચિત્ર કર્મના કારણથી પેદા થયેલો આત્માનો ભવ્યાધિ મુખ્ય છે.
ત્તિ' શબ્દ પાદપૂર્તિ માટે છે. ll૧૮૯ll ટીકા - _ 'मुख्यो' निरुपचरितो, 'अयं'=भवव्याधिः, 'आत्मनो' जीवस्य, किम्भूत इत्याह 'अनादिचित्रकर्मनिदानजः'-द्रव्यभावभेदभिन्नकर्मबलोत्पन्न इत्यर्थः, कुत इत्याह 'तथानुभवसिद्धत्वात्'-जन्माद्यनुभावेन 'सर्वप्राणभृतामिति'-तिर्यक्प्रभृतीनामपि ।।१८९।।। ટીકાર્ચ -
ગુણો' .... તિર્થગૃતીનામપિ || આત્માનો=જીવતો, આ=ભવવ્યાધિ, મુખ્ય છે=નિરુપચરિત છે. કેવા પ્રકારનો છે ?=આ ભવવ્યાધિ કેવા પ્રકારનો છે? એથી કહે છે –
અનાદિકાળના જુદા જુદા પ્રકારના કર્મના કારણથી પેદા થયેલો ભવ્યાધિ છે અર્થાત્ દ્રવ્ય અને ભાવના ભેદથી ભિન્ન એવા કર્મના બળથી ઉત્પન્ન થયેલો આ ભવવ્યાધિ છે. કેમ ?=આ ભવ્યાધિ નિરુપચરિત કેમ છે ? એથી કહે છે –
સર્વ પ્રાણીઓને તથા પ્રકારે અનુભવસિદ્ધપણું હોવાથી=જન્માદિ અનુભાવરૂપે અર્થાત્ જન્માદિ કાર્યરૂપે અનુભવસિદ્ધપણું હોવાથી, આ ભવ્યાધિ નિરુપચરિત છે, એમ અવય છે.
શ્લોકમાં “તિ' શબ્દ પાદપૂર્તિ માટે છે. સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે, તે સ્પષ્ટ કરવા માટે કહે છે – તિર્યંચ વગેરેને પણ અનુભવસિદ્ધ છે, એમ અવય છે. ૧૮૯ ભાવાર્થ :
કેટલાક દર્શનકારો આત્માને નિત્યમુક્ત માને છે, અને દેખાતો આ સંસાર પ્રકૃતિનો વિલાસ છે એમ માને છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે દેખાતો આ ભવ એ પ્રકૃતિનો પરિણામ છે, જીવનો પરિણામ નથી. તેથી જીવને આ ભવ્યાધિ છે, એ કથન ઉપચરિત છે. આ પ્રકારની કૂટનિત્ય આત્મા માનનારની માન્યતા છે. તેનું નિરાકરણ કરવા માટે કહે છે –
જીવનો આ ભવવ્યાધિ મુખ્ય છે, અને તે ભવવ્યાધિને પેદા કરવાનું કારણ અનાદિકાળથી જીવ સાથે લાગેલાં જુદાં જુદાં કર્યો છે, અને તે જુદાં જુદાં કર્મો પણ બે પ્રકારનાં છે. એક દ્રવ્ય કર્મ અને બીજું ભાવકર્મ. દ્રવ્યકર્મ એટલે જીવ સાથે કથંચિત્ એકમેકભાવને પામેલાં કાર્મણવર્ગણાનાં પુદ્ગલો, અને ભાવકર્મ એટલે જીવમાં પેદા થતા મહિના પરિણામો. આ બન્ને પ્રકારનાં કર્મોના બળથી જીવમાં ભવરૂપી વ્યાધિ ઉત્પન્ન થાય છે. તે આ રીતે –