________________
૪૬૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૦ શ્લોકાર્ચ -
અને ભવવ્યાધિથી મુક્ત એવો મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કેમ કે જન્માદિ દોષના વિગમનને કારણે દોષવાનના અદોષત્વની સંગતિ છે. ૧૯૦II ટીકા - ન'=સવવ્યાધિના “
કુષ્ય', 'ગુડજિ'-fસ મુક્ય વપપદ્યતે' પ્રવૃત્તિનિમિત્તભાવ, તથા चाह-'जन्मादिदोषविगमात्' कारणात् 'तददोषत्वसङ्गतेः' तस्य दोषवतोऽदोषत्वप्राप्तेरिति ।।१९०।। ટીકાર્ય :
ન' ષવતોડોષત્વમાઑરિત્તિ છે અને આના દ્વારા=ભવવ્યાધિ દ્વારા, મુક્ત થયેલો એવો મુક્ત આત્મા પણ=સિદ્ધ થયેલો આત્મા પણ, મુખ્ય જ ઘટે છે મુખ્ય જ મુક્ત ઘટે છે; કેમ કે પ્રવૃત્તિ નિમિત્તનો ભાવ છે=મુક્તપદની પ્રવૃત્તિ નિમિત્તનો સદ્ભાવ છે, અને તે રીતે=ભવવ્યાધિથી મુકાયેલો તિરુપચરિત મુક્ત છે તે રીતે, કહે છે –
જન્માદિ દોષના વિગમનને કારણે તેના અદોષત્વની સંગતિ હોવાથી=દોષવાળા એવા તેને અદોષત્વની પ્રાપ્તિ હોવાથી, મુખ્ય જ મુક્ત છે, એમ અવય છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૯૦૫
મુવત્તોડપિ માં ‘વિ' થી એ કહેવું છે કે કૂટનિત્ય આત્મા માનનારના મતમાં ભવવ્યાધિ પણ મુખ્ય ઘટતો નથી, અને મુક્ત પણ મુખ્ય ઘટતો નથી. પરિણામી આત્મા માનનારના મતમાં, પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું તે રીતે ભવવ્યાધિ તો મુખ્ય ઘટે છે, પરંતુ વ્યાધિથી મુકાયેલા સિદ્ધ થયેલા મુક્ત પણ મુખ્ય ઘટે છે=નિરુપચરિત ઘટે છે. ભાવાર્થ -
શ્લોક-૧૮૯માં ભવવ્યાધિ મુખ્ય છે તે યુક્તિથી બતાવ્યું, અને આઠમી દૃષ્ટિવાળા યોગી સાધના દ્વારા ભવવ્યાધિથી મુક્ત થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો, તે મુક્ત થયેલા આત્મામાં મુક્તપણું મુખ્ય ઘટે છે અર્થાત્ મુક્તપદ જે અર્થને બતાવે છે તે અર્થ ત્યાં સંગત છે. તેથી તેવા આત્માને નિરુપચરિત મુક્ત કહેવાય. જેમ ઘટપદની પ્રવૃત્તિ ઘટમાં થાય છે, કેમ કે ઘટપદની પ્રવૃત્તિનું નિમિત્ત એવું ઘટત ઘટમાં છે. તેમ મુક્તપદની પ્રવૃત્તિનું નિમિત્ત ભવવ્યાધિથી મુક્ત થયેલા એવા સિદ્ધના આત્મામાં છે. તેથી સિદ્ધ થયેલા આત્માને મુક્ત કહેવામાં આવે છે, તે નિરૂપચરિત છે, અને તેમાં યુક્તિ બતાવે છે કે જન્માદિ દોષના વિગમનને કારણે સિદ્ધ થયેલા આત્મામાં અદોષત્વની પ્રાપ્તિ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધ થયેલા આત્માઓ પૂર્વમાં દોષવાળા હતા, અને દોષથી મુક્ત થયા, માટે તે આત્માને અદોષત્વની પ્રાપ્તિ થઈ. તેથી દોષથી તેઓ મુકાયા હોવાથી તેઓને મુક્ત કહેવા તે નિરુપચરિત મુક્તપણું છે.
જ્યારે સાંખ્યદર્શન પ્રમાણે આત્મા નિત્યમુક્ત છે, અને પ્રકૃતિમાંથી આ ભવનો પ્રપંચ ઉભો થયો છે, અને યોગીની સાધના દ્વારા તે પ્રપંચ પ્રકૃતિમાં વિલય પામે છે. તેથી તે મત પ્રમાણે પ્રકૃતિ આ પ્રપંચથી મુક્ત થઈ