________________
४५५
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૦-૧૯૧ તેમ કહી શકાય, પરંતુ સાધના કરનાર યોગી મુક્ત થયો તેમ કહી શકાય નહિ. ફક્ત ઉપચારથી તે યોગી સાધના કરીને મુક્ત થયો તેમ કહી શકાય, અને તેવો ઉપચરિત મોક્ષ માનવો ઉચિત નથી; પરંતુ જન્માદિ દોષથી મુક્ત થયેલો આત્મા મુક્ત છે, તેમ સ્વીકારવાથી નિરુપચરિત મોક્ષ સિદ્ધ થાય છે, અને આ રીતે નિરુપચરિત મોક્ષ સિદ્ધ થાય તો જ કષ્ટસાધ્ય એવા પણ યોગમાર્ગમાં વિચારકની પ્રવૃત્તિ થાય; કેમ કે જો પોતે મુક્ત જ હોય અને સાધના દ્વારા પોતાને કંઈ પ્રાપ્ત થવાનું ન હોય, તો કષ્ટસાધ્ય એવા યોગમાર્ગમાં વિચારક પ્રવૃત્તિ કરે નહિ. માટે પૂર્વશ્લોકમાં બતાવ્યું તે રીતે ભવવ્યાધિ નિરુપચરિત છે, એમ માનવું ઉચિત છે, અને ભવવ્યાધિથી આત્મા મુકાય છે તેમ માનવું પણ ઉચિત છે, જેથી યોગમાર્ગની વ્યવસ્થા અનુભવસિદ્ધ અને વિચા૨કની પ્રવૃત્તિનો વિષય બને. ૧૯૦
અવતરણિકા :
अमुमेवार्थं स्पष्टयन्नाह
છે
અવતરણિકાર્થ :
આ જ અર્થને=ભવવ્યાધિથી મુકાયેલો મુક્ત મુખ્ય છે; કેમ કે દોષવાળા એવા તેને અદોષત્વની પ્રાપ્તિ છે, એમ શ્લોક-૧૯૦માં કહ્યું એ જ અર્થને, સ્પષ્ટ કરતાં=યુક્તિથી સ્પષ્ટ કરતાં, ગ્રંથકાર કહે
-
-
શ્લોક ઃ
तत्स्वभावोपमर्देऽपि तत्तत्स्वाभाव्ययोगतः । तस्यैव हि तथाभावात्तददोषत्वसङ्गतिः । । १९१ । ।
અન્વયાર્થ:
તત્ત્વમાવોપમરેંડપિ=તેના સ્વભાવના ઉપમર્દમાં પણ=આત્માના જન્માદિરૂપ સ્વભાવના વિનાશમાં પણ તત્તત્ત્વામાવ્યવોત:=તેને તત્ત્વભાવપણાથી યોગ હોવાને કારણે=આત્માને જન્માદિઅભાવરૂપ સ્વભાવપણાથી યોગ હોવાને કારણે તસ્યેવ દિ=તેનો જ=તે આત્માનો જ તથામાવા-તથાભાવ હોવાથી=જન્માદિ અતીતપણારૂપે સદ્ભાવ હોવાથી, તવવોષત્વસદ્ તિઃ=તદ્ અદોષત્વની સંગતિ છે= દોષવાનના અદોષત્વની પ્રાપ્તિ છે. ૧૯૧||
શ્લોકાર્થ :
આત્માના જન્માદિરૂપ સ્વભાવના વિનાશમાં પણ આત્માને તત્ત્વભાવપણાથી યોગ હોવાને કારણે, તે આત્માનો જ જન્માદિ અતીતપણારૂપે સદ્ભાવ હોવાથી દોષવાનના અદોષત્વની પ્રાપ્તિ છે. ।।૧૯૧]