________________
४५०
ટીકાર્યઃ
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૭
*****
‘વ્યાધિમુભે’ • તથાત માવાવિતિ ।। વ્યાધિમુક્ત=પરિક્ષીણ રોગવાળો, પુરુષ જેવો હોય છે, તેવા જ આ=નિવૃત્ત થયેલા મહાત્મા હોય છે. પ્રઘ્યાત દીપની ઉપમાવાળો અભાવ નથી=દીવો બુઝાઈ જાય અને જેમ દીવાનો અભાવ હોય તેના જેવા અભાવરૂપ આ મહાત્મા નથી, અને વ્યાધિથી મુક્ત નથી એમ નહિ, મુક્ત જ છે; કેમ કે વ્યાધિના નાશની યોગ્યતારૂપ ભવ્યત્વનો પરિક્ષય છે, અને પૂર્વમાં=મુક્ત થયા પૂર્વમાં, અવ્યાધિત નથી; કેમ કે તથા=તે રૂપે=વ્યાધિરૂપે, તેનો=જીવનો, ભાવ છે= સદ્ભાવ છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૮૭ના
ભાવાર્થ :
શ્લોક-૧૮૬માં સ્થાપન કર્યું કે આ મહાત્મા ભવવ્યાધિના ક્ષયને ક૨ીને ભાવનિર્વાણને પ્રાપ્ત કરે છે. એ કથનમાં જિજ્ઞાસા થાય કે વ્યાધિથી મુક્ત થયેલા આ યોગી ત્યાં કેવા સ્વરૂપવાળા છે ? તેથી કહે છે - લોકમાં જેમ ક્ષીણ થયેલા રોગવાળો પુરુષ સુખમય અવસ્થાવાળો છે, તેના જેવા આ યોગી સિદ્ધ અવસ્થામાં છે.
બૌદ્ધદર્શનવાળા માને છે કે સાધના કરીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે ત્યારે સંતતિનો ઉચ્છેદ થાય છે. જેમ દીવો સળગાવ્યા પછી દીપકલિકાની સંતતિ ચાલે છે, અને દીવો બુઝાઈ જાય છે ત્યારે દીપકલિકાની સંતતિનો ઉચ્છેદ થાય છે, તેમ સાધના કરીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે ત્યારે આત્માની સંતતિનો ઉચ્છેદ થાય છે. તેનું નિરાકરણ કરતાં કહે છે
બુઝાયેલા દીપકની ઉપમાવાળો અભાવ ત્યાં નથી, પરંતુ આત્માનું અસ્તિત્વ ત્યાં છે.
ક્ષણિકવાદી બૌદ્ધ સિદ્ધ અવસ્થામાં આત્માને બુઝાયેલા દીપક જેવો માને છે, તેનું નિરાકરણ પૂર્વમાં કર્યું. હવે એકાંત નિત્યવાદી આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, અને તેથી નિત્યમુક્ત કહે છે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે.
વ્યાધિથી મુક્ત થયેલો નથી એમ નહિ, પરંતુ મુક્ત જ છે; કેમ કે સંસાર અવસ્થામાં ભવરૂપી વ્યાધિ તેમને લાગેલો હતો, અને તે ભવરૂપી વ્યાધિ ક્ષય પામે તેવી યોગ્યતા સંસાર અવસ્થામાં હતી, અને સમ્યગ્ પુરુષકાર દ્વારા તે યોગીએ જ્યારે ભવવ્યાધિના ક્ષયની યોગ્યતાનો નાશ કર્યો, ત્યારે તે યોગીનો આત્મા વ્યાધિથી મુક્ત થયો. તેથી નિત્યમુક્ત નથી, પરંતુ વ્યાધિથી મુક્ત છે.
અહીં પ્રશ્ન થાય કે આત્માને પૂર્વમાં પણ વ્યાધિ વગરનો છે તેમ માનીએ, તો શું વાંધો ? જેથી નિત્યમુક્ત સિદ્ધ થાય ? તેના નિરાકરણ માટે કહે છે –
પૂર્વમાં=સાધના કરીને નિર્વાણ પામે છે તેની પૂર્વમાં, અવ્યાધિત નથી=વ્યાધિવાળો જ છે; કેમ કે નિર્વાણ પામતાં પૂર્વે વ્યાધિવાળી અવસ્થારૂપે તે મહાત્મા હતા અર્થાત્ ભવવ્યાધિવાળી અવસ્થાવાળા હતા. હવે તે અવસ્થાથી મુક્ત થયા છે, માટે હવે સંપૂર્ણ આરોગ્યવાળી અવસ્થાના સુખને અનુભવનાર આ મહાત્મા થયા છે. ૧૮૭ના