________________
૪૨૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૩-૧૭૪ અન્વયાર્થ:
મસ્યાં તુ=આમાં જ=કાંતાદષ્ટિમાં જ, થર્મમાહાન્યા–ધર્મનું માહાભ્ય હોવાને કારણે સમાચારવિશુદ્ધિતિ:સમાચારની વિશુદ્ધિ હોવાથી આચરણાઓની વિશુદ્ધિ હોવાથી, કાંતાદષ્ટિવાળા યોગી ભૂતાના ભૂતોને=સંપર્કમાં આવતા જીવોને પ્રિયા=પ્રિય તથા=અને થવાનનાર=ધર્મમાં એકાગ્ર મનવાળા મતિઃ થાય છે. ll૧૬૩. શ્લોકાર્ચ -
કાંતાદષ્ટિમાં જ ધર્મનું માહાભ્ય હોવાને કારણે આચરણાઓની વિશુદ્ધિ હોવાથી કાંતાદષ્ટિવાળા યોગી સંપર્કમાં આવતા જીવોને પ્રિય અને ધર્મમાં એકાગ્રમનવાળા થાય છે. [૧૬ ટીકા -
'अस्याम्' एव-दृष्टौ कान्तायां नियोगेन, 'धर्ममाहात्म्यात्' कारणात्, 'समाचारविशुद्धितो' हेतोः किमित्याह 'प्रियो भवति' 'भूतानां' प्राणिनां, 'धर्मकाग्रमनास्तथा' भवतीति ।।१६३ ।। ટીકાર્ય :
ચાન્'. આવતીતિ આમાં જ=કાંતાદૃષ્ટિમાં જ, નિયોગથી અત્યંત વ્યાપારથી, ધર્મનું માહાભ્ય હોવાને કારણે સમાચારની વિશુદ્ધિ હોવાથી આચરણાઓની વિશુદ્ધિ હોવાથી, ભૂતોને સંપર્કમાં આવતા પ્રાણીઓને, પ્રિય થાય છે =કાંતાદૃષ્ટિવાળા યોગી પ્રિય થાય છે, અને ધર્મમાં એકાગ્રમતવાળા થાય છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ll૧૬૩ ભાવાર્થ :
કાંતાદૃષ્ટિમાં નિયોગથી=અત્યંત વ્યાપારથી, કાંતાદૃષ્ટિવાળા યોગીને ધર્મનું માહાલ્ય હોય છે, અને તેના કારણે તેઓની આચરણાની વિશુદ્ધિ સ્થિરાદૃષ્ટિવાળા યોગી કરતાં ઘણી અધિક હોય છે. તેથી તેઓના વિશુદ્ધ આચારને કારણે તેઓના સંપર્કમાં આવનારા પ્રાણીઓને આવા યોગીઓ પ્રિય બને છે. આથી શ્લોક-૧૬રમાં કહેલ કે કાંતાદૃષ્ટિવાળાનાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે થાય છે.
વળી કાંતાદૃષ્ટિવાળા યોગીને ધર્મનું માહાત્મ ઘણું હોવાથી તેઓના આચારની વિશુદ્ધિ અતિશયવાળી હોય છે, તેથી ધર્મની પ્રવૃત્તિમાં એકાગ્ર મનવાળા હોય છે. આનાથી એ બતાવ્યું કે કાંતાદૃષ્ટિમાં ધારણાગુણ પ્રધાન હોય છે. ll૧૬all અવતરણિકા - एतदेवाह -