________________
४४०
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૫-૧૭૬ વળી તે અસંગઅનુષ્ઠાન કેવું છે ? તે બતાવે છે –
અનાગામિ પદને લાવનારું છેઃનિત્યપદપ્રાપક છે=સર્વ કર્મથી રહિત અવસ્થારૂપ સદા સ્થાયી એવા મોક્ષપદનું પ્રાપક છે, એ પ્રકારનો અર્થ છે=અનાગામિ પદાવહનો અર્થ છે. ૧૭પા ભાવાર્થ :
જીવ અપુનબંધક અવસ્થાથી તત્ત્વમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને તે પ્રવૃત્તિ જ પ્રકર્ષને પામીને સિદ્ધ અવસ્થાનું કારણ બને છે, છતાં તે પ્રવૃત્તિ સાક્ષાત્ સિદ્ધપદનું કારણ નથી, જ્યારે સાતમી દષ્ટિવાળા યોગી જે અસંગઅનુષ્ઠાન સેવે છે, તે મોક્ષની નિષ્પત્તિને અનુકૂળ સત્યવૃત્તિનું સ્થાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે અસંગઅનુષ્ઠાન પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ છે. તેથી અસંગઅનુષ્ઠાનમાં કરાતી પ્રવૃત્તિ સમ્પ્રવૃત્તિપદ છે; કેમ કે અસંગઅનુષ્ઠાનવાળા મુનિઓ ધ્યાન દ્વારા આત્મામાં નિરિશમાન છે, અને તેથી તેમની તે પ્રવૃત્તિ જીવની સ્વરસની પ્રવૃત્તિ છે અર્થાત્ જીવના પોતાના ભાવોમાં યત્ન કરવા સ્વરૂપ છે.
વળી આ અસંગઅનુષ્ઠાન મોક્ષમાર્ગરૂપ જે મહાપથ છે, તેમાં પ્રયાણરૂપ છે. આશય એ છે કે અસંગઅનુષ્ઠાનકાળમાં રત્નત્રયીની પરિણતિ એકતાવાળી હોય છે. તેથી મોહના ત્યાગથી શુદ્ધ આત્માના સંવેદનરૂપ રત્નત્રયીની એકતાની પરિણતિ અસંગઅનુષ્ઠાનકાળમાં વર્તે છે, જે પ્રકર્ષને પામીને વીતરાગભાવમાં પરિણમન પામશે. તેથી અસંગઅનુષ્ઠાન મહાપથમાં પ્રયાણરૂપ છે, અને જ્યાંથી ફરી જન્મવાનું નથી, એવા અનાગામિ પદરૂપ મોક્ષને લાવનાર છે; કેમ કે સરાગસંયમ દેવગતિની પ્રાપ્તિનું કારણ બને છે, જ્યારે અસંગઅનુષ્ઠાન નવા ભવની પ્રાપ્તિનું કારણ બનતું નથી, પરંતુ સર્વ સંગના ઉચ્છેદનું કારણ બને છે, જેથી સર્વસંગરહિત એવી મુક્તઅવસ્થાની પ્રાપ્તિનું શીધ્ર કારણ અસંગઅનુષ્ઠાન છે. II૧૭પા અવતરણિકા -
असङ्गानुष्ठाननामान्याह - અવતરણિતાર્થ -
અસંગઅનુષ્ઠાનના નામોને અસંગઅનુષ્ઠાનને કહેનારાં છે તે દર્શનને અભિમત નામોને, કહે છે - શ્લોક :
प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः ।
शिववर्त्म ध्रुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।।१७६।। અન્વયાર્થ:
a =આ અસંગઅનુષ્ઠાન પ્રશાન્તવાદિતાસં વિમા રિક્ષય: શિવ છુવાàતિ= પ્રશાત્તવાહિતાસંજ્ઞાવાળું, વિસભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવમાર્ગ એ પ્રમાણે વોમિયોગીઓ વડે જીવતે કહેવાય છે. ll૧૭૬ો.