________________
૪૪૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૦–૧૮૧ અને રત્નની પરીક્ષાનો સારી રીતે અભ્યાસ કર્યો છે જેણે તેવો શિક્ષિત, રત્નના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે તે વખતે, કયા રત્નની ખરીદીથી મને લાભ થશે અને કયાં રત્નો સહેલાઈથી વેચાશે, તે તરફ ઉપયોગ રાખીને ખરીદી કરે છે, પરંતુ રત્નોના પરસ્પર વિલક્ષણ ભાવોને જોવા માત્રમાં ઉપયોગવાળો નથી. તેની જેમ આઠમી દૃષ્ટિની પૂર્વના યોગીઓ સંયમઅવસ્થામાં હોય ત્યારે ભિક્ષાઅનાદિ ક્રિયાઓ કરે છે, તેના કરતાં આઠમી દૃષ્ટિવાળા યોગીઓ તે જ ભિક્ષાઅટનાદિ ક્રિયાઓ કરે છે તે જુદા પ્રકારની છે; કેમ કે આઠમી દૃષ્ટિની પૂર્વના યોગીઓ સાંપરાયિક કર્મક્ષય માટે ભિક્ષાઅટનાદિ આચારોનું સેવન કરે છે, અને આઠમી દૃષ્ટિવાળા યોગી ભવોપગ્રાહી કર્મના ક્ષય અર્થે ભિક્ષાઅટનાદિમાં યત્ન કરે છે.
આશય એ છે કે સંયમી મુનિ ભિક્ષાઅટનાદિની ક્રિયાઓ કરીને શમભાવની વૃદ્ધિ કરે છે; અને તે માટે ભિક્ષા માટે જતી વખતે મુનિ ભગવાનના વચનનું સ્મરણ કરીને ઉચિત યતનાપૂર્વક સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ભિક્ષાઅટનની ક્રિયા, પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી કરે છે; અને તેમાં કોઈ નાની પણ અલના થઈ હોય તેનું સ્મરણ કરીને આલોચનાદિ દ્વારા તેની શુદ્ધિ કરે છે, અને ભિક્ષાથી પુષ્ટ થયેલા દેહથી પણ શાસ્ત્રવચનાનુસાર પ્રવૃત્તિ કરીને સંયમની વૃદ્ધિ કરે છે, તેથી તે મહાત્માની સર્વ ક્રિયા શમભાવની વૃદ્ધિનું કારણ બને છે. માટે વિશેષ પ્રકારનાં શમભાવનાં પ્રતિબંધક એવાં કાષાયિક કર્મોનો ક્ષય તે ભિક્ષાટનાદિ ક્રિયાથી થાય છે. તેથી આઠમી દૃષ્ટિની પૂર્વના યોગીઓની ભિક્ષાઅટનાદિ ક્રિયા સાંપરાયિક કર્મના ક્ષયફળવાળી કહેલ છે; અને આ રીતે આચારોથી નાશ કરવા યોગ્ય કષાયોને નાશ કરીને યોગી જ્યારે વિશેષ પ્રકારની સમતામાં સ્થિર થાય છે, ત્યારે સમાધિ અવસ્થાને પામે છે; જે અવસ્થામાં આત્માનો શમભાવનો ઉપયોગ વીતરાગતુલ્ય છે. જોકે અહીં ફક્ત ક્ષાયોપશમિકભાવવાળી વીતરાગદશા વર્તે છે, ક્ષાયિકભાવવાળી વીતરાગદશા નથી; તોપણ આ ભૂમિકામાં રહેલા યોગીઓને સમાધિમાંથી બહાર કાઢે તેવાં કોઈ નિમિત્તો રહ્યો નથી, તેથી સહજભાવે આ સમાધિને વહન કરીને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવળજ્ઞાનને પામશે. તેથી આવા યોગીઓને ભિક્ષાઅટનાદિ ઉચિત ક્રિયાઓ દ્વારા શમભાવની વૃદ્ધિ માટે યત્ન કરવાની જરૂર રહેતી નથી, પરંતુ દેહને ટકાવનાર એવાં ભવોપગ્રાહી કર્મો હજી વિદ્યમાન છે, અને
| ભોગવવા માટે દેહધારણ આવશ્યક છે. અને દેહને ટકાવવા માટે આહાર આવશ્યક છે. તેથી આહાર અર્થે ભિક્ષાઅનાદિ કરીને આવા યોગીઓ દેહને ટકાવીને ભવોમગ્રાહી કર્મોનો નાશ કરે છે. તેથી ભવોપગ્રાહી કર્મોના ક્ષય માટે તેઓની ભિક્ષાઅનાદિ ક્રિયાઓ છે. ૧૮ના અવતરણિકા :
શ્લોક-૧૮૦માં કહ્યું કે રત્નની શિક્ષા ગ્રહણ કરતારની દૃષ્ટિ કરતાં રત્નનો વ્યાપાર કરતારની દૃષ્ટિ જેમ જુદી છે, તેમ આઠમી દષ્ટિવાળા યોગીના આચારો પણ અન્ય યોગી કરતાં જુદા છે, માટે આઠમી દૃષ્ટિવાળા યોગીઓ નિરાચારપદવાળા છે. હવે જેમ રત્નની શિક્ષાને ગ્રહણ કર્યા પછી રત્નના વ્યાપારથી ધનની પ્રાપ્તિ થાય છે, તેમ આઠમી દષ્ટિવાળા મહાત્મા કઈ રીતે આત્મસંપત્તિ પ્રાપ્ત કરે છે, તે બતાવે છે –