________________
૪પ૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૨-૧૮૩ અને તેનાથી ધર્મસંન્યાસના વ્યાપારથી મુખ્ય એવા ધર્મસંન્યાસના વ્યાપારથી, આને યોગીને, કેવલશ્રી થાય છે.
કેવી કેવલશ્રી થાય છે, તે સ્પષ્ટ કરે છે – નિઃસપત્ના=અપ્રતિસ્પર્ધી જ્ઞાનવાળી કેવળલક્ષ્મી થાય છે. વળી તે કેવળલક્ષ્મી કેવી છે, તે સ્પષ્ટ કરે છે : સદા ઉદયવાળી છે; કેમ કે પ્રતિપાતનો અભાવ છે. ૧૮રા ભાવાર્થ :
આઠમી દૃષ્ટિવાળા યોગી સમાધિમાં નિષ્ઠાવાળા હોય છે; અને સમાધિના બળથી ક્ષપકશ્રેણી માંડે છે, ત્યારે, બીજા અપૂર્વકરણ વખતે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરવાનો પ્રારંભ કરે છે; અને ક્ષયોપશમભાવના સર્વ ધર્મોનો ત્યાગ થઈ જાય ત્યારે, આઠમી દૃષ્ટિવાળા યોગી તેરમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. તે વખતે તેઓને કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, અને કેવળજ્ઞાન વખતે અન્ય મતિ આદિ જ્ઞાન સહવર્તી નથી. તેથી કેવળજ્ઞાનનું પ્રતિસ્પર્ધી, કોઈ જ્ઞાન નથી, અને આ કેવળજ્ઞાન સદા રહેનારું છે, કેમ કે અન્ય જ્ઞાનોની જેમ તેનો પ્રતિપાત ક્યારેય થતો નથી.
ટીકામાં કહ્યું કે બીજા અપૂર્વકરણમાં મુખ્ય ધર્મસંન્યાસ થાય છે, અને પ્રમત્તસંયતગુણસ્થાનકથી માંડીને બીજા અપૂર્વકરણની પૂર્વ અવસ્થા સુધી ઉપચરિત ધર્મસંન્યાસ થાય છે. તેનાથી એ કહેવું છે કે જીવનો મુખ્ય ગુણ જે કેવળજ્ઞાન છે, તેની પ્રાપ્તિનું કારણ બને તેવો જે ધર્મસંન્યાસ તે મુખ્ય છે, અને આ ધર્મસંન્યાસમાં ક્ષયોપશમભાવના ધર્મોના ત્યાગથી ક્ષાયિકભાવના ધર્મોની પ્રાપ્તિ થાય છે. આ ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ એ મુખ્ય ધર્મસંન્યાસ છે, અને તેની પૂર્વે પ્રમત્તસંયતથી માંડીને ઔદયિકભાવના ધર્મોનો જે ત્યાગ કરાય છે, તે જીવના ગુણરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સાક્ષાત્ કારણ નથી, પરંતુ પરંપરાએ કારણ છે; તેથી ઔદયિકભાવોના ધર્મસંન્યાસને ઉપચરિત ધર્મસંન્યાસ કહેલ છે. ll૧૮શા અવતરણિકા -
सिंहावलोकितनीत्याधिकृतवस्तुनिर्धारणायाह - અવતરણિકાર્ય :સિંહાવલોકિત નીતિથી સિંહના અવલોકનની જેમ આગળ જઈને પાછળ જોવાની નીતિથી, અધિકૃત વસ્તુના નિર્ધારણ માટે ધર્મસંન્યાસથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, એ રૂપ અધિકૃત વસ્તુના નિર્ણય માટે, કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧૮૧-૧૮રમાં ગ્રંથકારે બતાવ્યું કે આઠમી દૃષ્ટિવાળા મહામુનિ ધર્મસંન્યાસના વ્યાપારથી કેવળજ્ઞાનની લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ બતાવ્યા પછી હવે ધર્મસંન્યાસથી કેવળજ્ઞાન કેમ થાય છે, તેવો નિર્ણય કરાવવા માટે, કેવળજ્ઞાન થાય છે એ કથન કર્યા પછી તેની પૂર્વની અવસ્થા જીવની કેવી છે,