________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૪
૪પપ
ટીકા -
'घातिकर्म'-ज्ञानावरणीयादि तद्यथा ज्ञानावरणीयं, दर्शनावरणीयं, मोहनीयं, अन्तरायं चेति, एतद् ‘अभ्रकल्पं' वर्तते, 'तद्' घातिकर्म ‘उक्तयोगानिलाहते:'-अनन्तरोदितयोगवायुधातादित्यर्थः 'यदापैति'-श्रेणिपरिसमाप्तौ 'तदा' 'श्रीमान्' असौ मुख्यविक्रमयोगेन 'जायते' 'ज्ञानकेवली'-सर्वज्ञ ફર્થ ા૨૮૪ ટીકાર્ય :
પતિવર્ષ .સર્વજ્ઞ ત્ય: IT ઘાતકર્મ જ્ઞાનાવરણીયાદિ છે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. ‘ત્તિ' શબ્દ ઘાતકર્મના ભેદના કથનની સમાપ્તિમાં છે.
આeઘાતિકર્મ, અભ્ર જેવું વર્તે છે. તે પૂર્વશ્લોક-૧૮૩માં કહેલ ઘાતિકર્મ, ઉક્ત યોગરૂપ અનિલની આહતિથી અનંતર કહેવાયેલા યોગરૂપી વાયુના ઘાતથી શ્લોક-૧૮૨માં કહેવાયેલા ધર્મસંન્યાસયોગરૂપ વાયુના ઝપાટાથી, જ્યારે શ્રેણીની પરિસમાપ્તિમાં, દૂર થાય છે, ત્યારે શ્રીમાન એવો આEયોગી, મુખ્ય વિક્રમયોગથી ધાતિકર્મના ક્ષય અર્થે ક્ષપકશ્રેણીમાં વર્તતા મુખ્ય પરાક્રમના સંબંધથી, જ્ઞાતકેવલી= સર્વજ્ઞ, થાય છે. ૧૮૪ ભાવાર્થ -
શ્લોક-૧૮૩માં બતાવ્યું કે જીવ ચંદ્ર જેવો છે, જ્ઞાન ચંદ્રિકા જેવું છે અને આવરણ વાદળા જેવું છે; અને તે આવરણ ખસવાથી જીવને કેવળજ્ઞાન થાય છે. હવે તે કથન પ્રસ્તુત શ્લોકમાં બતાવીને તે આવરણ કઈ રીતે ખસે છે, તે બતાવે છે –
આઠમી દૃષ્ટિમાં રહેલા યોગી જ્યારે મુખ્ય ધર્મસંન્યાસમાં યત્ન કરે છે, ત્યારે તે ધર્મસંન્યાસયોગરૂપ પવનથી વાદળા જેવાં ઘાતિકર્મો દૂર થાય છે, અને જીવ કેવળજ્ઞાન પામે છે; કેમ કે જીવમાં ચંદ્રિકાની જેમ કેવળજ્ઞાન રહેલું છે, તેથી આવરણ ખસવાથી તે પ્રગટ થાય છે. આ આવરણ ખસેડવા માટે જીવનું મુખ્ય પરાક્રમ ક્ષપકશ્રેણીમાં થાય છે, તે પરાક્રમના યોગથી જીવ કેવળજ્ઞાન પામે છે.
આશય એ છે કે જીવ યોગમાર્ગમાં જે કંઈ પરાક્રમ કરે છે તે સર્વ ઘાતિકર્મના નાશ માટે હોય છે; આમ છતાં પ્રારંભિક પરાક્રમ ઘાતિકર્મના ક્ષયોપશમભાવને કરવા અર્થે હોય છે, જે મુખ્ય પરાક્રમ નથી; પરંતુ ક્ષપકશ્રેણીવર્તી યોગી ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને ક્ષાયિકભાવના ધર્મો માટે યત્ન કરે છે, તે મુખ્ય પરાક્રમ છે; અને આ પરાક્રમથી જ જીવ ઘાતિકર્મનો નાશ કરીને પોતાની સ્વાભાવિક પ્રકૃતિ જે સત્તામાં રહેલી હતી તેને અભિવ્યક્ત કરે છે. તેથી મુખ્ય પરાક્રમના યોગથી જીવ સર્વજ્ઞ થાય છે, એમ કહેલ છે.
જ્ઞાનવત્તી' શબ્દનો સમાસ આ પ્રમાણે છે; જ્ઞાનેન વત્ની ઊંત જ્ઞાનવત્ની - કેવલી એટલે કેવળવાળો એક અદ્વિતીય ભાવવાળ. તેથી જ્ઞાન વડે એક અદ્વિતીય ભાવવાળો જે હોય, તે જ્ઞાનકેવલી. ll૧૮૪