________________
૪૫૭
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૫-૧૮૬ ભાવાર્થ :
પૂર્વશ્લોક-૧૮૪માં કહ્યું કે આ આઠમી દૃષ્ટિવાળા યોગી મુખ્ય વિક્રમયોગથી સર્વજ્ઞ થાય છે, અને સર્વજ્ઞા થયેલા એવા તેઓ શું કરે છે ? તે બતાવવા માટે પ્રસ્તુત શ્લોકમાં કહે છે –
આ યોગી, સંપૂર્ણ રાગાદિનો પરિક્ષય થયો હોવાને કારણે ક્ષીણદોષવાળા છે, અને જ્યારે ક્ષીણદોષવાળા થાય છે, ત્યારે જ નિરાવરણ જ્ઞાન હોવાને કારણે સર્વજ્ઞ છે. વળી સર્વ રાગાદિ ક્ષય થવાને કારણે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થયેલી છે, તેથી સર્વ લબ્ધિના ફળથી યુક્ત છે; અને આવા તે યોગી જે જીવોની જે પ્રકારની યોગ્યતા છે તે પ્રમાણે સમ્યક્ત્વ આદિ સ્વરૂપ બીજા જીવોના અર્થને સંપાદન કરીને, ત્યારપછી યોગની ચરમ ભૂમિકારૂપ યોગનિરોધને પ્રાપ્ત કરે છે.
અહીં કહ્યું કે સર્વ સુક્તની નિવૃત્તિ હોવાને કારણે આઠમી દૃષ્ટિવાળા યોગી સર્વ લબ્ધિના ફળથી યુક્ત છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જીવમાં જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાયનો ક્ષયોપશમભાવ વર્તે છે, અને આ જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાયનો ક્ષયોપશમભાવ જેમ જેમ વધે તેમ તેમ તે તે પ્રકારના ક્ષયોપશમથી તે તે લબ્ધિઓ પ્રગટે છે. જેમ વર્તમાનમાં સામાન્ય રીતે દરેક જીવને કંઈક મતિજ્ઞાનાવરણીય, કંઈક શ્રુતજ્ઞાનાવરણીય અને કંઈક વીર્યાન્તરાયનો ક્ષયોપશમ હોય છે જે લબ્ધિરૂપ છે, અને તે જ્ઞાનરૂપ લબ્ધિવાળો જીવ શાસ્ત્રાદિ ભણીને જ્યારે ચૌદપૂર્વના ક્ષયોપશમવાળો થાય, ત્યારે વિશેષ પ્રકારની શ્રુતલબ્ધિવાળો થાય છે. તેમ કોઈકને અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન પ્રગટે ત્યારે અવધિલબ્ધિવાળો કે મન:પર્યવલબ્ધિવાળો થાય, તેમ વિશેષ પ્રકારના વર્યાન્તરાયના ક્ષયોપશમથી અણિમા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય, અને તે સર્વ લબ્ધિઓનું પારમાર્થિક ફળ જીવમાં વર્તતા ઔસુક્યરૂપ દોષની નિવૃત્તિ છે; અને આઠમી દષ્ટિવાળા યોગી જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે સંપૂર્ણ ઉત્સુકતાની નિવૃત્તિ થાય છે. તેથી સર્વ લબ્ધિના ફળને તેઓ પામેલા છે, એમ કહેલ છે; અને આવા યોગીઓ સંસારવર્તી જીવોની યોગ્યતા પ્રમાણે તેઓને સમ્યકત્વ, દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય તેવો ઉચિત યત્ન કરે છે, અને આવો પરાર્થ સંપાદન કરીને જ્યારે પોતાનું આયુષ્ય પૂરું થવા આવે છે, ત્યારે મોક્ષસાધક એવા યોગની ચરમ ભૂમિકારૂપ યોગનિરોધમાં યત્ન કરે છે.
અહીં યોગ્યતા પ્રમાણે પરાર્થને સંપાદન કરીને યોગાન્તને પ્રાપ્ત કરે છે તેમ ન કહેતાં, પર પરાર્થને સંપાદન કરીને યોગાન્તને પ્રાપ્ત કરે છે તેમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે ઇહલૌકિક પરાર્થ છે તે પ્રકૃષ્ટ પરાર્થ નથી, પરંતુ યોગમાર્ગની પ્રાપ્તિ કરાવવી તે પ્રકૃષ્ટ પરાર્થ છે, અને સર્વજ્ઞ થયેલા એવા યોગી યોગ્ય જીવોને યોગમાર્ગની પ્રાપ્તિ કરાવે એવા પ્રકૃષ્ટ પરાર્થને સંપાદન કરે છે, તે બતાવવા માટે, પરાર્થના વિશેષણરૂપે પર' શબ્દ મૂકેલો છે. II૧૮પા અવતરણિકા -
શ્લોક-૧૮૫માં કહ્યું કે સર્વજ્ઞ એવા યોગી પર પરાર્થને સંપાદન કરીને યોગાનને પ્રાપ્ત કરે છે. હવે તેનાથી શું પ્રાપ્ત થાય છે તે બતાવવા માટે કહે છે –