________________
૪પ૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૧
શ્લોક :
तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् ।
तथाऽयं धर्मसन्यासविनियोगान्महामुनिः ।।१८१।। અન્વયાર્થ:
થા=જે પ્રમાણે અહીં=લોકમાં મહાત્મા=રત્નનો વ્યાપારી તત્રિયો –તેના નિયોગથી રત્નના વ્યાપારથી કૃતકૃત્ય =ધનાઢ્ય મ=થાય છે, તથા=તે પ્રમાણે મહામુનિ=આ મહામુનિ આઠમી દૃષ્ટિવાળા મહામુનિ શર્મસાવિનિયો—િધર્મસંન્યાસના વિનિયોગથી=ણયોપશમભાવના ધર્મના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. II૧૮૧
શ્લોકાર્ધ :
જે પ્રમાણે લોકમાં રત્નનો વ્યાપારી રત્નના વ્યાપારથી ધનાઢ્ય થાય છે, તે પ્રમાણે આઠમી દષ્ટિવાળા મહામુનિ ક્ષયોપશમભાવના ધર્મના ત્યાગના વ્યાપારથી કૃતકૃત્ય થાય છે. ll૧૮૧ ટીકા - _ 'तन्नियोगाद्' रत्ननियोगात् ',महात्मा' इह-लोके ‘कृतकृत्यो यथा भवेत्' कश्चिद्रत्नवणिक् 'तथाऽयम्' अधिकृतयोगी, धर्मसन्यासविनियोगात्' सकाशात् 'महामुनिः' कृतकृत्यो भवतीति ।।१८१।। ટીકાર્ચ -
‘તરિયો .... ભવતિ | અહીં લોકમાં, મહાત્મા એવો કોઈક રત્વવણિક તેના વિયોગથી રત્નના વ્યાપારથી, જે પ્રમાણે કૃતકૃત્ય ધનાઢ્ય, થાય છે, તે પ્રમાણે આ અધિકૃત યોગી=આઠમી દૃષ્ટિવાળા યોગી એવા મહામુનિ, ધર્મસંન્યાસ વિનિયોગથી ક્ષયોપશમભાવના ધર્મના ત્યાગના વ્યાપારથી, કૃતકૃત્ય થાય છે=વીતરાગ સર્વજ્ઞ થાય છે. II૧૮૧૫. ભાવાર્થ :
રત્નની પરીક્ષાને શીખ્યા પછી રત્નનો વ્યાપાર કરીને રત્નનો વ્યાપારી જ્યારે ઘણું ધન મેળવે છે, ત્યારે તેને જણાય છે કે મારો વિદ્યાભ્યાસ સફળ થયો, તેથી તે પોતાને કૃતકૃત્ય માને છે. તેમ આઠમી દૃષ્ટિવાળા યોગીઓ પોતાનામાં વર્તતા ક્ષયોપશમભાવના ક્ષમાદિ ગુણોનો ત્યાગ કરીને ક્ષાવિકભાવના ગુણોને પ્રાપ્ત કરે છે, ત્યારે કૃતકૃત્ય થાય છે; કેમ કે ક્ષાયોપથમિકભાવના ગુણો ગમે ત્યારે ચાલ્યા જઈ શકે તેવા છે. તેથી તે ગુણો પ્રત્યે યોગીને સ્થિર આસ્થા હોતી નથી, પરંતુ જ્યારે ક્ષાયિકભાવના ગુણોને પ્રાપ્ત કરે છે, ત્યારે જે કંઈ તેને પ્રાપ્ત કરવા જેવું હતું તે પ્રાપ્ત થઈ ગયું. તેથી તે મહામુનિ કૃતકૃત્ય થાય છે. ll૧૮૧૫