________________
૪૪૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૦
બ્લોકાર્ય :
જે પ્રમાણે રત્નાદિવિષયક શિક્ષા ગ્રહણ કરનારની દષ્ટિ કરતાં રત્નાદિના વ્યાપારમાં અન્ય દષ્ટિ છે, તે પ્રમાણે આઠમી દષ્ટિવાળા યોગીની ભિક્ષાઅટનાદિ સ્વરૂપ તે જ આચારક્રિયા પણ ફળભેદને કારણે પૂર્વની દષ્ટિવાળા યોગીઓ કરતાં વિસદશ છે. I૧૮૦ll ટીકા :
'रत्नादिशिक्षादृग्भ्यः' सकाशात् 'अन्या'-भिन्नेव यथा 'दृक् तनियोजने' शिक्षितस्य सतः, 'तथाऽऽचार-क्रियाप्यस्य'-योगिनः, 'सैव'-भिक्षाटनादिलक्षणा 'अन्या' भवति, कुत इत्याह ‘फलभेदतः', प्राक् साम्परायिककर्मक्षयः फलं, इदानीं तु भवोपग्राहिकर्मक्षय इति ।।१८०।। ટીકાર્ય :
“રત્નવિશિક્ષા'... મવોપરિક્ષય તિ જે પ્રમાણે રત્નાદિવિષયક શિક્ષા ગ્રહણ કરનારની દૃષ્ટિ કરતાં શિક્ષિત એવા વેપારીની તેના નિયોજનમાં=રત્નના વ્યાપારમાં, અચ=ભિન્ન જ, દૃષ્ટિ છે; તે પ્રમાણે આની યોગીની, તે જ=આઠમી દૃષ્ટિની પૂર્વના યોગીઓ સેવે છે તે જ, ભિક્ષાટનાદિ સ્વરૂપ આચારક્રિયા પણ અન્ય છે=આઠમી દૃષ્ટિની પૂર્વના યોગીઓ કરતાં વિસદશ છે. કેમ ? એથી કહે છે=સમાન ક્રિયા હોવા છતાં વિસદશ કેમ છે ? એથી કહે છે – ફળભેદને કારણે વિસદશ છે, એમ અવય છે. તે ફળભેદને સ્પષ્ટ કરે છે;
પૂર્વમાં-આઠમી દૃષ્ટિની પૂર્વમાં, સાંપાયિક કર્મક્ષય ફળ છે=જે ભિક્ષાઅનાદિ ક્રિયા કરે છે તે ક્રિયાથી નાશ કરવા યોગ્ય એવા કાષાયિક ભાવોને કરાવનારાં કર્મ, તેનો ક્ષય તે ક્રિયાનું ફળ છે.
વળી હવે આઠમી દૃષ્ટિમાં, ભવોપગ્રાહી કર્મક્ષય ફળ છે=દેહને ધારણ કરવામાં સહાયક એવા ભવોપગ્રાહી કર્મોનો ક્ષય, તે ભિક્ષાઅનાદિ ક્રિયાનું ફળ છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૮૦.
“વાક્યપ' માં ‘પ' થી એ કહેવું છે કે આઠમી દૃષ્ટિવાળા યોગીની ધ્યાનની ક્રિયા તો પૂર્વના યોગી કરતાં વિલક્ષણ છે, પરંતુ ભિક્ષાઅટનાદિ આચારક્રિયા પણ વિલક્ષણ છે.
‘મિક્ષાટનાન્નિક્ષT' માં ‘દ્રિ' પદથી શરીરના અન્ય ધર્મોરૂપ આચારનું ગ્રહણ કરવું. ભાવાર્થ :
જેમ રત્નને ઓળખવામાં નિપુણ થવાની ઇચ્છાવાળો કોઈ પુરુષ તે વિષયનો અભ્યાસ કરતો હોય ત્યારે કયું રત્ન વધારે શ્રેષ્ઠ છે અને કયું રત્ન ઓછું શ્રેષ્ઠ છે, તેના ભેદને ગ્રહણ કરવા માટે ઉપયોગવાળો હોય છે, તેથી અભ્યાસકાળમાં રત્નોની પરસ્પર વિલક્ષણતાને ગ્રહણ કરવા માટેનો ઉપયોગ પ્રવર્તતો હોય છે;