________________
૪૪૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૬ શ્લોકાર્ય :
અસંગઅનુષ્ઠાન પ્રશાન્તવાહિતાસંજ્ઞાવાળું, વિસભાગપરિક્ષય, મોક્ષમાર્ગ, ધ્રુવમાર્ગ એ પ્રમાણે યોગીઓ વડે કહેવાય છે. ll૧૭૬ ટીકા :
પ્રીત્તવાદિતાસં'-સાંધ્યાનાં, “વિસમાકપરિયો'-વીદ્ધાનાં, “શિવ'-શવાનાં, ઝુવાáા'મહાવ્રતિનાં, “તિ'=d, “મિયતે' ?' સસTSનુષ્ઠાનમિતિ પાછદ્દા ટીકાર્ચ -
“પ્રશાન્તવાદિતાસં' ...... મસાડનુષ્ઠાનમિતિ | ઢાલ =આકઅસંગઅનુષ્ઠાન, સાંખ્યદર્શનના મત પ્રમાણે પ્રશાંતવાહિતાસંજ્ઞાવાળું, બૌદ્ધદર્શનના મત પ્રમાણે વિસભાગપરિક્ષય, શૈવદર્શનના મત પ્રમાણે શિવમાર્ગ-સુખનો માર્ગ, મહાવ્રતિકોના મત પ્રમાણે ધ્રુવઅધ્વ=ધ્રુવપદની પ્રાપ્તિનો માર્ગ, તિ=ર્વ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, યોગીઓ વડે કહેવાય છે. I૧૭૬
તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
પ્રશાંતવાહિતા સંજ્ઞ:- સાતમી દૃષ્ટિવાળા યોગી સર્વથા સંગરહિત થઈને સહજ ધ્યાનમાં સદા પ્રવર્તતા હોય છે, તેથી ચિત્તમાં કષાયોનો અત્યંત ઉપશમભાવ વર્તતો હોય છે. માટે તેમના ચિત્તનો પ્રવાહ સદા પ્રશાંતવાહિતાવાળો છે. તેને સામે રાખીને સાંખ્યદર્શનવાળા યોગીઓ અસંગઅનુષ્ઠાનને પ્રશાંતવાહિતા કહે છે.
વિસભાગપરિક્ષય:- ચિત્તનો પ્રવાહ ભિન્ન ભિન્ન વિષયને સ્પર્શે છે, ત્યારે વિસભાગસંતતિ વર્તે છે, જે સાતમી દૃષ્ટિથી પૂર્વમાં યથાયોગ્ય હોય છે. જ્યારે સાતમી દૃષ્ટિવાળા યોગીઓ અસંગભાવવાળા હોવાથી ચિત્તનો પરિણામ વિભાગના પરિક્ષયવાળો હોય છે અર્થાત્ એક સદશ જ ચિત્તની પરિણતિ વર્તે છે, જે પૂર્વ પૂર્વ કરતાં વિશુદ્ધ વિશુદ્ધતર જીવના પરિણામરૂપ છે. તેથી બૌદ્ધો અસંગઅનુષ્ઠાનને વિભાગપરિક્ષય કહે છે.
બૌદ્ધમત અનુસાર દરેક પદાર્થ પ્રતિક્ષણ નશ્વર છે, તોપણ ઉત્તરમાં પોતાના સદશ સંતાનને પેદા કરે છે, ત્યારે સભાગ સંતતિ વર્તે છે; અને જ્યારે વિસદશ સંતાનને પેદા કરે છે, ત્યારે વિભાગ સંતતિ પેદા થાય છે, અને સાતમી દૃષ્ટિમાં ચિત્તની સંતતિ વિસભાગના પરિક્ષયવાળી હોવાથી સભાગસંતતિ વર્તે છે.
વિસભાગપરિક્ષય-સંગના કારણે ચિત્તનો પ્રવાહ જે વિસદશ વર્તે છે, તે વિસભાગ છે, અને તેનો ક્ષય તે વિસભાગ પરિક્ષય; અને અસંગભાવવાળા ચિત્તનો સદેશ પ્રવાહ સતત વર્તે તેવી જે ચિત્તની અવસ્થા તે વિસભાગપરિક્ષય છે, અને સાતમી દૃષ્ટિમાં સદા ધ્યાન હોય છે, તેથી સદા વિભાગનો પરીક્ષય છે. માટે બૌદ્ધદર્શનવાળા અસંગઅનુષ્ઠાનને વિભાગપરીક્ષય કહે છે.
શિવમાર્ગ :- શિવ એટલે ઉપદ્રવ વગરની અવસ્થા, અને તેનો જે માર્ગ એ શિવમાર્ગ છે, અને તે અસંગઅનુષ્ઠાન છે. માટે શૈવદર્શનવાળા અસંગઅનુષ્ઠાનને શિવમાર્ગ કહે છે.