________________
૪૪૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૮ સમાધિ ધ્યાનવિશેષ છે તે બતાવવા માટે પ્રથમ ધારણા પછી ધ્યાન અને પછી સમાધિને કહેનાર સાક્ષીપાઠોનું ઉદ્ધરણ થોત્તમ્' થી બતાવે છે, જેથી ધારણા અને ધ્યાન કરતાં સમાધિમાં શું ભેદ છે, તેનો નિર્ણય થાય.
ચિત્તનો દેશમાં બંધ ધારણા છે=નાસિકાદિ કોઈ દેશમાં ચિત્તને સ્થાપન કરીને ભાવ્યને નિષ્પન્ન કરવા માટે ચિત્ત પ્રવર્તતું હોય તે ધારણા છે. ત્યાં ધારણાના વિષયમાં, પ્રત્યાયની એકતાનતા=ઉપયોગની એકતાનતા, ધ્યાન છે. સ્વરૂપશૂન્યની જેમ તે જ અર્થમાત્રનો નિર્માસ સમાધિ છે અર્થાત્ ધ્યાનના વિષયભૂત એવા ધ્યેયના સ્વરૂપમાત્રનો નિર્માસ છે, અને પોતાના જ્ઞાનનો ઉપયોગ ગૌણ બન્યો છે
અને ધ્યેયઆકારપરિણતિ મુખ્ય બની છે. તેથી જ્ઞાનના ઉપયોગરૂપ સ્વરૂપથી શૂન્ય એવો અર્થમાત્ર નિર્માસ સમાધિમાં હોય છે.
ત્તિ' શબ્દ પાતંજલ સૂત્રોના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. તઆસંગ વિવજિત છે=સમાધિમાં આસંગભાવથી રહિત પરાદષ્ટિ છે.
સાત્મીકૃત પ્રવૃતિવાળી આ છે= ચંદનમાં ગંધ રહે છે' એ ન્યાયથી જીવતા સ્વભાવભૂત થયેલી પ્રવૃત્તિવાળી પરાદષ્ટિ છે.
તદ્ ઉત્તીર્ણ આશયવાળી છે= પ્રવૃત્તિવાસક ચિત્તનો અભાવ હોવાને કારણે પ્રવૃત્તિવિષયક ઉત્તીર્ણ આશયવાળી પરાદષ્ટિ છે અર્થાત્ પ્રવૃત્તિ કરવાના આશયવાળી નથી. ૧૭૮.
‘પૂતપ્રવૃત્તિથ્રે'ના સ્થાને ‘સાત્મીકૃતપ્રવૃત્તિશ્લેષા' એમ શ્લોક પ્રમાણે પાઠ હોવો જોઈએ.
“વાન્વિત્તાડમાવેન'ના સ્થાને હસ્તલિખિત પ્રતમાં વાયત્તાવેન પાઠ છે, પરંતુ ત્રિ િક્ષત્રિશિT' ૨૪મીના શ્લોક-ર૬ પ્રમાણે પ્રવૃત્તિવાસવત્તામાન' પાઠ જોઈએ. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ -
પરા નામની આઠમી દૃષ્ટિ સમાધિમાં નિષ્ઠાવાળી છે, અને સમાધિ એ ધ્યાનવિશેષ છે અર્થાત્ પ્રાથમિક ભૂમિકામાં ધ્યાન પ્રગટ્યા પછી વિશેષ પ્રકારે ભાવ્યની સાથે તન્મય અવસ્થાવાળું બનેલું ધ્યાન તે સમાધિ છે. અથવા અન્ય સમાધિને ધ્યાનનું ફળ કહે છે અર્થાત્ ભાવ્યમાં એકાગ્ર થયેલું ચિત્ત તે ધ્યાન છે, અને ધ્યાનના ફળરૂપે ભાવ્યના સ્વરૂપમાં એકાકાર ઉપયોગવાળી ચિત્તની અવસ્થા ધ્યાનનું ફળ છે, અને તે સમાધિ છે, અને તે સમાધિમાં નિષ્ઠાને પામેલી પરાષ્ટિ છે.
સમાધિનું સ્વરૂપ બતાવવા માટે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ચિત્તની ભાવ્યની સાથે એકાકાર પરિણતિનો ભેદ બતાવવો આવશ્યક છે. તેથી ધારણા, ધ્યાન અને સમાધિના સ્વરૂપને કહેનારા પાતંજલ સૂત્રોનું ટીકામાં ઉદ્ધરણ આપેલ છે, તેનો અર્થ આ પ્રમાણે છે –
ભાવ્યની ભાવના કરતું ચિત્ત નાસિકા આદિ દેશ ઉપર સ્થિર કરીને ભાવ્યના સ્વરૂપનું ચિંતવન કરતું હોય, અને તે ચિંતવનકાળમાં અન્ય કોઈ વસ્તુવિષયક ઉપયોગ ન વર્તતો હોય, તો તે ઉપયોગ ધારણારૂપ છે; અને ભાવ્યના સ્વરૂપનું ભાવન કરતી વખતે ઉપયોગ એકતાન બને ત્યારે ધ્યાન પ્રગટે છે, અને