________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૮
૪૪૫ ધ્યાનમાંથી સમાધિ પ્રગટે છે. સમાધિકાળમાં ભાવ્યરૂપ અર્થમાત્રનું નિર્માસન હોય છે અર્થાત્ બુદ્ધિરૂપી ચક્ષુમાં અર્થમાત્ર પ્રતિભાસ થતો હોય છે અને જ્ઞાનનો ઉપયોગ ગૌણ હોય છે. તે બતાવવા માટે સ્વરૂપશૂન્ય જેવો સમાધિનો ઉપયોગ છે તેમ બતાવેલ છે.
તેથી એ ફલિત થાય કે પરાષ્ટિવાળા આત્માઓ શુદ્ધ આત્માને પ્રગટ કરવા માટે ધ્યાનમાં યત્ન કરીને ધ્યાનના ફળભૂત સમાધિવાળી અવસ્થામાં વર્તતા હોય છે, તે વખતે પરમાત્મા સદશ શુદ્ધ આત્માનું સ્વરૂપ જોવા માટે ચિત્ત પોતાના શુદ્ધ આત્મભાવોમાં નિષ્ઠ હોય છે. આમ છતાં શુદ્ધ આત્મભાવ હજી સ્પષ્ટ દેખાયો નથી, જે કેવળજ્ઞાન વખતે દેખાશે; તોપણ કંઈક દેખાય છે અને તેનું આલંબન લઈને શુદ્ધ આત્માને જોવા માટે ધ્યાનમાં સુદઢ યત્નવાળા હોય છે, અને ધ્યાનમાં વર્તતો સુદઢ યત્ન જ સમાધિરૂપ છે.
વળી પાદૃષ્ટિ ધ્યાનના આઠ દોષોમાંથી આસંગદોષ વગરની છે. તેથી પોતે જે સમાધિની ભૂમિકાને પામેલા છે, તેમાંથી ઉપર ઉપરની ભૂમિકામાં જવા માટેનો યત્ન અખ્ખલિત કરતા હોય છે.
આસંગદોષ જીવોને જે સ્થાનને પામેલા હોય તે સ્થાનથી ઉપર જવા માટે વિજ્ઞભૂત છે, અને સાતમી દૃષ્ટિવાળા જીવો ધ્યાનમાં યત્ન કરતા હોય છે, અને તેઓ પણ સાતમી દૃષ્ટિના બળથી આઠમી દૃષ્ટિમાં આવે છે ત્યારે આસંગદોષ હોતો નથી. આમ છતાં સાતમી દૃષ્ટિવાળા જીવોને અસંગભાવનું જે સુખ છે તેમાં આસંગદોષ આવે તેવી સંભાવના છે, અને જો આસંગદોષ આવે તો આગળ જવા માટે તે દોષ વિજ્ઞભૂત બને. જ્યારે પરાષ્ટિમાં તો આસંગદોષ નિયામાં નથી. તેથી સ્વશક્તિ અનુસાર ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં પરાષ્ટિવાળા યોગીઓ યત્ન કરે છે.
વળી પરાષ્ટિવાળા જીવો ભિક્ષાઅટનાદિ આચારોમાં યત્ન કરે છે તે સાત્મીભૂત પ્રવૃત્તિથી કરે છે. જેમ ચંદનમાં ગંધ સહજભાવે વર્તે છે, તેમ આહારગ્રહણ પ્રત્યે કે આહારઅગ્રહણ પ્રત્યે નિરપેક્ષ એવા પરાષ્ટિવાળા યોગીઓ ભિક્ષાઅટનાદિ જે આચારો પાળે છે, તે પૂર્વમાં સંયમ પાળીને સાત્મીભૂત થયેલી પ્રવૃત્તિને કારણે પાળે છે.
આશય એ છે કે અસંગભાવની પૂર્વેના યોગીઓ ભગવાનના વચનનું સ્મરણ કરીને ભિક્ષાઅટનાદિ ઉચિત પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને તે પ્રકારની પ્રવૃત્તિના અભ્યાસથી તે ઉચિત પ્રવૃત્તિ જીવની પ્રકૃતિરૂપે થઈ જવાથી ઉચિતકાળે ઉચિત આચારના સેવનમાં પરાષ્ટિવાળા યોગીઓ યત્ન કરે છે; પરંતુ તે ઉચિત ક્રિયાઓ કરીને પોતાને કંઈક ભૂમિકા પ્રાપ્ત કરવી છે, તેવા આશયથી કરતા નથી, તે બતાવવા માટે કહ્યું કે તઉત્તીર્ણ આશયવાળી પરાષ્ટિ છે, કેમ કે પ્રવૃત્તિ દ્વારા આત્માને વાસિત કરવાને અનુકૂળ એવું વાસક ચિત્ત તેઓને નથી.
તાત્પર્ય એ છે કે પરાષ્ટિની પૂર્વના સાધક આત્માઓ ઉચિત પ્રવૃત્તિઓ કરીને ઉચિત પ્રવૃત્તિથી આત્માને વાસિત કરતા હોય છે, જેથી ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ સંસ્કારો આત્મામાં ઘનિષ્ઠ બને છે; પરંતુ પરાષ્ટિમાં રહેલા યોગીઓને ઉચિત પ્રવૃત્તિ દ્વારા આત્માને વાસિત કરવાની જરૂર રહેતી નથી. તેથી ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ વાસક ચિત્ત તેઓને નથી. આમ છતાં ચંદનગંધન્યાયથી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તે બતાવવા માટે કહ્યું કે પ્રવૃત્તિવિષયક ઉત્તીર્ણ આશયવાળી પરાષ્ટિ છે. I૧૭૮li