________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૪-૧૭૫
૪૩૯ જેમ માટીથી મિશ્ર સોનું સદા સુવર્ણના આઠ ગુણોથી યુક્ત પણ કલ્યાણરૂપ નથી, પરંતુ શુદ્ધિની પ્રક્રિયા દ્વારા તેનો મલ ક્ષીણ થાય છે, ત્યારે તે સુવર્ણ સદા કલ્યાણરૂપ જ છે. તેમ તત્ત્વને જોવામાં બાધક કર્મરૂપી મલનું વિગમન થાય ત્યારે જીવનો વિશુદ્ધ ઉપયોગ સદા કલ્યાણરૂપ જ છે. ll૧૭૪ll અવતરણિકા :
શ્લોક-૧૭૦માં સાતમી દષ્ટિ સપ્રવૃત્તિપદાવહ છે, તેમ કહેલ. તેથી હવે સસ્પ્રવૃત્તિપદ શું છે? તે બતાવવા માટે કહે છે – શ્લોક :
सत्प्रवृत्तिपदं चेहाऽसङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ।।१७५ ।।
અન્યથાર્થ :
=અને રૂદ અહીં-તત્વમાર્ગમાં=શુદ્ધ આત્માને પ્રગટ કરવાના માર્ગમાં સત્રવૃત્તિપદં=શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ એવી સુંદર પ્રવૃત્તિનું સ્થાન, સાનુષ્ઠાનસંતિ અસંગઅનુષ્ઠાન કામવાળું છે, જે અસંગઅનુષ્ઠાન માપથપ્રવા=મહાપથમાં પ્રયાણ છે (અ) અનામિપાવર અનાગામિ પદને લાવનારું છે=જ્યાંથી ફરી આગમન ન થાય તેવા સ્થાનને લાવનારું છે. ૧૭પા. શ્લોકાર્ધ :
અને શુદ્ધ આત્માને પ્રગટ કરવાના માર્ગમાં શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ એવી સુંદર પ્રવૃત્તિનું સ્થાન, અસંગઅનુષ્ઠાન નામવાળું છે; જે અસંગઅનુષ્ઠાન મહાપથમાં પ્રયાણ છે, અને
જ્યાંથી ફરી આગમન ન થાય તેવા સ્થાનને લાવનારું છે. ૧૭૫ll ટીકા -
'सत्प्रवृत्तिपदं' 'च' 'इह' तत्त्वमार्गे किमित्याह 'असङ्गानुष्ठानसंज्ञितं' वर्तते तथास्वरसप्रवृत्तेः, 'महापथप्रयाणं' 'यद्' असङ्गानुष्ठानम्, 'अनागामिपदावहं'-नित्यपदप्रापकमित्यर्थः ।।१७५ ।। ટીકાર્ય -
પદ્મવૃત્તિપર્વ'... નિત્યપાલમિત્વર્થ છે અને અહીં તત્વમાર્ગમાં, સમ્પ્રવૃત્તિપદ અસંગઅનુષ્ઠાન સંજ્ઞાવાળું વર્તે છે; કેમ કે તે પ્રકારની સ્વરસપ્રવૃત્તિ છે જે પ્રકારે સિદ્ધના આત્મામાં સ્વાભાવિક પરિણામ વર્તે છે, તેનું કારણ બને તેવા સ્વરસની અર્થાત્ સ્વપરિણામની પ્રવૃત્તિ છે. વળી તે અસંગઅનુષ્ઠાન કેવું છે? તે બતાવવા માટે કહે છે –
જે=અસંગઅનુષ્ઠાન, મહાપથમાં પ્રયાણ છે=આત્માના શુદ્ધ ભાવમાં જવા માટેનો જે મહાપથ તેમાં ગમનસ્વરૂપ છે.