________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૩
ટીકા ઃ
"
'पुण्यापेक्षमपि' 'ह्येवम्’= उक्तनीत्या 'सुखं परवशं स्थितं' - पुण्यस्य परत्वात्, ततश्च दुःखमेवैतत् तल्लक्षणनियोगात्,' तदित्थं ध्यानजं तात्त्विकं सुखम्, अपरायत्तत्वात्कर्मवियोगमात्रजत्वादिति । । १७३ ।।
ટીકાર્ય ઃ
૪૩૭
‘પુખ્યાપેક્ષમપિ’
कर्मवियोगमात्रजत्वादिति । एवम् ઉક્ત નીતિથી=સ્લોક-૧૭૨માં કહ્યું કે સર્વ પરવશ દુઃખ છે એ નીતિથી, પુણ્યની અપેક્ષાવાળું પણ સુખ પરવશ રહેલું છે; કેમ કે પુણ્યનું પરપણું છે=આત્માથી અન્યપણું છે, અને તેથી=પુણ્યની અપેક્ષાવાળું સુખ પરવશ તેથી, આ= પુણ્યની અપેક્ષાવાળું સાંસારિક સુખ, દુ:ખ જ છે; કેમ કે તેના લક્ષણનો નિયોગ છે=દુઃખના લક્ષણનો નિયોગ છે.
શ્લોકનો અર્થ કર્યા પછી શ્લોકના કથનથી ફલિત થતા અર્થને બતાવવા અર્થે ‘તત્' શબ્દથી નિગમન કરે છે; તત્ – તે કારણથી, આ રીતે=શ્લોક-૧૭૨માં બતાવ્યું કે સર્વ પરવશ દુઃખ છે અને સર્વ આત્મવશ સુખ છે એ રીતે, ધ્યાનથી પ્રગટ થયેલું સુખ તાત્ત્વિક છે; કેમ કે અપરાયત્તપણું છે=સ્વાધીનપણું છે. અહીં પ્રશ્ન થાય કે ધ્યાનથી પ્રગટ થનારું સુખ સ્વાધીન કેમ છે ? તેથી કહે છે;
કર્મના વિયોગમાત્રથી ઉત્પન્ન થનારું હોવાથી ધ્યાનથી પ્રગટ થનારું સુખ અપરાધીન હોવાને કારણે તાત્ત્વિક છે, એમ અન્વય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૭૩||
ભાવાર્થ :
વ્યવહારદૃષ્ટિથી જીવને જે અનુકૂળ જણાય તે સુખ અને પ્રતિકૂળ જણાય તે દુઃખ એમ કહેવાય છે, અર્થાત્ પુણ્યથી થયેલું સુખ એ સુખ છે અને પાપથી પ્રગટ થયેલું દુઃખ એ દુઃખ છે, એમ મનાય છે; તોપણ નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી વિચા૨વામાં આવે તો જીવને પોતાને આધીન જે ભાવ છે તે સુખરૂપ છે, અને પરને આધીન જે ભાવ છે તે દુઃખરૂપ છે, અને તે દૃષ્ટિએ પુણ્યની અપેક્ષાથી થનારું પણ ઇન્દ્રિય અને શરીરાદિનું સુખ તે દુઃખરૂપ છે; કેમ કે પુણ્ય આત્માથી ભિન્ન પદાર્થ છે, તેથી ૫૨૫દાર્થ છે.
વળી ધ્યાનથી પેદા થનારું સુખ એ તાત્ત્વિક છે અર્થાત્ જીવના સ્વાભાવિક પરિણામરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે ધ્યાનથી થનારું સુખ પણ પ્રગટ કરવા માટે યત્ન કરવો પડે છે. તેથી જીવના સ્વભાવરૂપ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે
--
ધ્યાનમાં જીવના પ્રયત્નથી કર્મનો વિયોગ થાય છે, અને કર્મના વિયોગમાત્રથી પ્રગટ થનારું ધ્યાનનું સુખ છે, તેથી સ્વાધીન છે, માટે ધ્યાનથી પ્રગટ થનારું સુખ તાત્ત્વિક છે. વસ્તુતઃ ધ્યાનથી પ્રગટ થનારા સુખ માટે શ્રમ કરવાનો હોતો નથી, પરંતુ તે સુખને અવરોધ કરનાર કર્મ વિદ્યમાન છે, અને ધ્યાન માટે કરાતા યત્નથી જીવના સ્વભાવભૂત સુખને અટકાવનારા કર્મનો વિયોગ થાય છે. તેથી કર્મના વિયોગમાત્રથી થનારું જીવના સ્વભાવભૂત એવું તે સુખ છે, માટે તાત્ત્વિક સુખ છે. II૧૭૩]]