________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૧-૧૭૨
૪૩૫ જિતાયેલા કામના સાધનવાળું ભુદાસ કરાયેલા અર્થાત્ દૂર કરાયેલા શબ્દાદિ વિષયોવાળું, ધ્યાનથી પ્રગટ થયેલું સુખ છે. એને જ=ધ્યાનથી પ્રગટ થયેલા સુખને જ, વિશેષરૂપે બતાવે છે –
વિવેકના બળથી થયેલું છે જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું છે. આથી જ જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું છે આથી જ, હંમેશાં જ, શમપ્રધાન સુખ છે; કેમ કે વિવેકનું શમફળપણું છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ll૧૭૧TI ભાવાર્થ -
સાતમી દૃષ્ટિવાળા યોગીઓના પાંચ ઇન્દ્રિયોના વિષયો અત્યંત શાંત થયેલા હોય છે, અને વિવેક ઘણો ઉત્પન્ન થયેલો હોવાને કારણે વિવેકના બળથી થયેલું અને ધ્યાનથી ઉત્પન્ન થયેલું સુખ હોય છે.
આશય એ છે કે વિવેકસંપન્ન જીવને નિરાકુળ ચેતનામાં સુખ દેખાય છે, અને સાતમી દૃષ્ટિવાળા યોગી નિરાકુળ ચેતનાને ફુરણ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, જે આત્મભાવોમાં જવાને અનુકૂળ ધ્યાનરૂપ છે; અને ધ્યાનના બળથી ઊઠેલી નિરાકુળ ચેતના સુખરૂપ હોય છે, તેથી પાંચ ઇન્દ્રિયોના વિષયો તેમના ચિત્તને સ્પર્શી શકતા નથી.
વળી સાતમી દૃષ્ટિવાળા યોગીઓને, શમપરિણામ પ્રધાન છે જેમાં એવું ધ્યાનનું આત્મિક સુખ સદા વર્તે છે; કેમ કે વિવેકનું ફળ ઉપશમભાવ છે, અને શાસ્ત્રના વચનથી નિષ્પન્ન થયેલી મતિ વિવેકવાળી હોય છે, તેથી આ સાતમી દૃષ્ટિવાળા યોગીઓ વિવેકવાળા હોવાથી શમપરિણામમાં સુદઢ યત્ન કરીને ધ્યાનથી થનારા સુખને અનુભવે છે. વળી ધ્યાનથી સમતાની વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ પામેલી સમતા વિશેષ પ્રકારનું ધ્યાન કરાવે છે. તેથી આ યોગીઓને વિશેષ કોટીનું સમતાનું સુખ પ્રતિક્ષણ પ્રવર્ધમાન હોય છે. ll૧૭ના અવતરણિકા :શિષ્ય – અવતરણિકાર્ય :
શ્લોક-૧૭૧માં કહ્યું કે સાતમી દૃષ્ટિવાળા યોગીઓને ધ્યાનથી પ્રગટ થયેલું સમતાનું સુખ હોય છે. તે સુખ વાસ્તવિક સુખ છે અન્ય નહિ, તે બતાવવા માટે “વિશ્વ' થી સમુચ્ચય કરે છે – શ્લોક :
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।।१७२।। અન્વયાર્થ -
સર્વ પરવશ તુરં=સર્વ પરને આધીન દુઃખ છે, સર્વ આત્મવિશં સુવં=સર્વ આત્માને આધીન સુખ છે. સમાસેન=સંક્ષેપથી સુષ૯:૩યો ત નક્ષi=સુખદુઃખનું આ લક્ષણ વત્ત કહેવાયું છે. II૧૭૨