________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૦
૪૩૩ દૃષ્ટિમાં વેદના, નથી. આથી જ=પ્રભાદ્રષ્ટિમાં રોગ નથી આથી જ, વિશેષથી તે પ્રકારની તત્વની પ્રતિપત્તિયુક્ત છે=સમ્યગ્દષ્ટિને જે પ્રકારની તત્વની પ્રતિપત્તિ છે તેના કરતાં વિશેષથી ધ્યાનથી થનારું સુખ જ પારમાર્થિક સુખ છે તે પ્રકારે તત્વની પ્રતિપત્તિથી યુક્ત છે. આ રીતે રોગદોષરહિત ધ્યાન બહુલતાએ છે એ રીતે, સસ્પ્રવૃત્તિપદને લાવનારી છે=અસંગઅનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને પ્રાપ્ત કરાવનારી છે. એ શ્લોકનો પિપ્પાર્થ છે=સમુદીત અર્થ છે. ll૧૭૦ ભાવાર્થ :
છઠ્ઠી દૃષ્ટિવાળા યોગી કરતાં પણ વિશેષ પ્રકારના ઉપશમનો ભાવ સાતમી દૃષ્ટિમાં હોય છે. તેથી સાતમી દૃષ્ટિવાળા જીવોને ધ્યાન પ્રિય હોય છે; કેમ કે વિક્ષેપ અવસ્થા પ્રત્યે તેમને ઉગ હોય છે. તેથી ભિક્ષાઅટનાદિ કોઈક પ્રવૃત્તિકાળને છોડીને તેઓ પ્રાયઃ ધ્યાનમાં વર્તતા હોય છે.
આ દૃષ્ટિવાળા જીવોને રોગ દોષ હોતો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે છઠ્ઠી દષ્ટિવાળા જીવોને ક્વચિતું કોઈક નિમિત્તને પામીને ક્રિયામાં ઉપયોગની પ્લાનિ આવે એવો રોગ દોષ આવી શકે, પરંતુ આ સાતમી પ્રભાષ્ટિમાં રગદોષ હોતો નથી. તેથી લક્ષ્યને અનુરૂપ સર્વ ઉચિત અનુષ્ઠાનો સ્કૂલનાના સ્પર્શ વગર યથાર્થ કરી શકે છે. સામાન્યથી જે ગુણસ્થાનકમાં જે દોષ ઉચ્છેદ થાય છે, તેની પૂર્વની નજીકની ભૂમિકામાં તે દોષ નિમિત્તને પામીને ક્વચિત્ પ્રાપ્ત થયો હોય તોપણ મંદ હોય છે. તેની જેમ સાતમી દૃષ્ટિમાં રોગદોષ જતો હોવાથી તેની પૂર્વની છઠ્ઠી દૃષ્ટિમાં રોગદોષની સંભાવના છે, પરંતુ નિયમા રોગદોષ હોય તેવી વ્યાપ્તિ નથી; છતાં ક્વચિત્ ઉપયોગની પ્લાનિ થાય તો લક્ષ્યને અનુરૂપ કરાતી ઉચિત પ્રવૃત્તિમાં પણ લેશ અલનારૂપ રાગદોષ આવી શકે, જ્યારે પ્રભાષ્ટિમાં તે રોગ સર્વથા નથી.
આથી જ=પ્રભાદૃષ્ટિવાળા યોગીઓ રોગદોષ વગર ધ્યાન કરનારા છે આથી જ, વિશેષથી તે પ્રકારની તત્ત્વપ્રતિપત્તિવાળા હોય છે.
આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચન પ્રત્યે સ્થિર રુચિ હોય છે. તેથી તેમને “સંસારથી અતીત અવસ્થા જીવ માટે સારરૂપ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય નિર્લેપદશા છે, તેથી તેની નિષ્પત્તિ માટે સંયમમાં યત્ન કરવો જોઈએ તેવી સ્થિર રુચિ હોય છે. માટે સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના પરમાર્થને જાણવા અને જાણીને જીવનમાં ઉતારવા તેઓ યત્ન કરતા હોય છે. તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને તત્ત્વની પ્રતિપત્તિ યથાર્થ હોય છે, તોપણ સમતાના પરિણામનો સાક્ષાત્ અનુભવ હોતો નથી. તેથી જેમ કોઈ જીવ કંઠગત સુવર્ણમાળા હોવા છતાં ભ્રમ દોષને કારણે સુવર્ણમાળાની બહાર શોધ કરે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ “મારા આત્મામાં સુખ પડ્યું છે તેમ શાસ્ત્રવચનથી જાણતો હોવા છતાં, સમતાનો પરિણામ નહિ હોવાને કારણે અનુભવથી આત્મામાં સુખ જાણતો નથી; અને આત્મામાં આત્માનું સુખ અનુભવથી નહિ દેખાવાથી આત્માનું સુખ પ્રગટ કરવા માટે બાહ્ય ઉપાયોમાં પ્રયત્ન કરે છે, કેમ કે જો કંઠમાં સુવર્ણની માળા દેખાતી હોય તો તે માળાને શોધવા માટે બાહ્ય પ્રયત્ન કરવાનો રહે નહિ, પરંતુ કંઠમાં માળા દેખાતી નથી, તેથી તેને શોધવા માટે બહાર પ્રયત્ન થાય છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને પણ આત્મિક સુખ