________________
૪૩૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૪ અવતરણિકા :
શ્લોક-૧૭૩માં સ્થાપન કર્યું કે ધ્યાનથી તાત્વિક સુખ થાય છે. તે ધ્યાન સાતમી દૃષ્ટિવાળા જીવોને પ્રયત્નથી નથી, પરંતુ નિર્મળ બોધને કારણે સદા હોય છે, તે બતાવવા માટે કહે છે – શ્લોક :
ध्यानं च निर्मले बोधे सदैव हि महात्मनाम् ।
क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ।।१७४।। અન્વયાર્થ :
ર=અને નિર્મને વોથે નિર્મળ બોધ હોતે છતે મહત્મિના—મહાત્માઓને સદૈવ દિ=સદા જ ધ્યાનં ધ્યાન છે, ક્ષીપ્રાયમi =ક્ષીપ્રાયમલવાળું સુવર્ણ સલા=સદા ચાળમેવ દિકકલ્યાણ જ છે. ૧૭૪ શ્લોકાર્ધ :
અને નિર્મળ બોધ હોતે છતે મહાત્માઓને સદા જ ધ્યાન છે, ક્ષીણપ્રાયમલવાળું સુવર્ણ સદા કલ્યાણ જ છે. ll૧૭૪ll ટીકા -
'ध्यानं च निर्मले बोधे'-स्पष्टक्षयोपशमसमुत्थे सति किमित्याह 'सदैव हि' 'महात्मनां'=मुनीनाम्, एतदेव प्रतिवस्तूपमयाह क्षीणप्रायमलं' 'हेम' स्वर्णं सदा कल्याणमेव हि' तथावस्थोपपत्तेः ।।१७४।। ટીકાર્ચ -
ધ્યાન ર .. તથાવસ્થાપ: || અને સ્પષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો નિર્મળ બોધ હોતે જીતે મહાત્માઓને-મુનિઓને, સદા જ ધ્યાન છે. આને જ=નિર્મળ બોધ હોય તો સદા જ ધ્યાન છે એને જ, પ્રતિવસ્તુની ઉપમાથી=સદશ વસ્તુની ઉપમાથી, કહે છે –
ક્ષીણપ્રાયમલવાળું સુવર્ણ સદા કલ્યાણ જ છે; કેમ કે તથાઅવસ્થાની ઉપપત્તિ છે= ક્ષીણપ્રાયમલવાળા સુવર્ણમાં કલ્યાણ અવસ્થાની ઉપપત્તિ છે. II૧૭૪l ભાવાર્થ
સાતમી દૃષ્ટિવાળા યોગીઓને, આત્મિક ભાવોમાં સુખ છે અને પરથી થનારા ભાવોમાં દુઃખ છે, તેવો સ્પષ્ટ ક્ષયોપશમભાવ વર્તે છે. તેથી તત્ત્વને જોવાને અનુકૂળ નિર્મળ બોધ તેવા યોગીઓમાં હોય છે અને તેના કારણે આવા યોગીઓને સદા જ ધ્યાન વર્તે છે.
આશય એ છે કે નિર્મળ બોધને કારણે, રાગાદિથી અનાકુળ ચેતના સુખરૂપ છે, તેવો સ્પષ્ટ બોધ પ્રભાષ્ટિમાં હોય છે; અને તેથી સહજ રીતે રાગાદિથી અનાકુળ ચેતનાને પ્રવર્તાવવામાં તેમનો માનસ વ્યાપાર હોય છે, જે સદા ધ્યાનરૂપ છે. આ જ વાતને સદૃશ વસ્તુની ઉપમાથી બતાવે છે –