________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૯
શ્લોકાર્થ :
નિત્ય મીમાંસાનો સદ્ભાવ હોવાને કારણે, જે કારણથી આ દૃષ્ટિમાં મોહ ન હોય, આથી સર્વ પ્રવૃત્તિઓમાં સદન્તઃકરણરૂપ તત્ત્વનો સમાવેશ હોવાને કારણે સદા જ હિતનો ઉદય છે. ।।૧૬૯।। ટીકા ઃ
૪૩૧
‘મીમાંસામાવત:’-દ્વિધામાવેન, ‘નિત્યં’=સર્વાનં, ‘ન મોદ્દોઽસ્યાં' પૃષ્ટો, ‘યતો ભવેત્’ ‘અતસ્તત્ત્વસમાવેશાત્' ારાત્, ‘સર્વવ હિતોનો’ અસ્યાં દૃષ્ટાવિત્તિ ।।૬।।
ટીકાર્ય :
‘મીમાંસામાવત:’ . દૃષ્ટાવિતિ ।। નિત્ય=સર્વકાલ, સદ્વિચારભાવરૂપે મીમાંસાનો સદ્ભાવ હોવાને કારણે, આમાં=આ દૃષ્ટિમાં, જે કારણથી મોહ ન હોય=પ્રવૃત્તિમાં મોહ પ્રવર્તક ન હોય, આથી= મોહપ્રવર્તક નથી આથી, તત્ત્વનો સમાવેશ હોવાને કારણે=પ્રવૃત્તિમાં સદન્તઃકરણરૂપ તત્ત્વનું સ્થાન હોવાને કારણે, આ દૃષ્ટિમાં=કાંતાદૃષ્ટિમાં, સદા જ હિતનો ઉદય છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૬૯।।
ભાવાર્થ:
છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓ સંસારના ઉચ્છેદને અનુકૂળ શ્રુતના અવલંબનથી સદ્વિચાર કરતા હોય છે, જે તેઓની હિતને અનુકૂળ મીમાંસા છે; અને આવી મીમાંસા તેઓ સદા કરતા હોય છે. તેથી તેઓની કોઈપણ પ્રવૃત્તિમાં મોહ પ્રવર્તક નથી, અને સર્વપ્રવૃત્તિમાં તત્ત્વનો સમાવેશ હોય છે અર્થાત્ શ્રુતના બળથી મીમાંસા કરીને જે હિતને અનુકૂળ તત્ત્વ દેખાય તે તત્ત્વ તેમના અંતઃકરણને પ્રવૃત્તિ કરાવવામાં કારણ બને છે, પરંતુ મોહને પરવશ થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી. આથી આ દૃષ્ટિમાં સદા જ હિતનો ઉદય છે અર્થાત્ ભોગ કરતા હોય ત્યારે પણ ભોગએકનાશ્ય કર્મનો ઉચ્છેદ કરીને યોગમાર્ગમાં અસ્ખલિત યત્ન કરતા હોય છે, અને જ્યારે ભોગકર્મ ન હોય ત્યારે પોતાની ભૂમિકાને અનુરૂપ ઉચિત અનુષ્ઠાન કરીને પોતાના હિતને અનુરૂપ સુદૃઢ યત્ન કરતા હોય છે. તેથી સંસારના ઉચ્છેદનું કારણ બને તેવા હિતનો ઉદય તેમની પ્રવૃત્તિથી સદા વર્તે છે.
અહીં વિશેષ એ છે કે કોઈ મુનિ ભાવથી ગુણસ્થાનકમાં હોય, છતાં પાંચમી દૃષ્ટિમાં હોય, અને પડિલેહણ કરતા હોય ત્યારે ક્વચિત્ પ્રમાદના વશથી અયતનાનો પરિણામ હોય, તો તેમને ગુણસ્થાનકમાં અતિચાર છે, પણ ગુણસ્થાનકનો પાત નથી; તોપણ તે પ્રમાદનો પ્રવર્તક મોહ છે, સદન્તઃકરણ નથી; અને કોઈ છઠ્ઠી દૃષ્ટિવાળા યોગી અવિરત અવસ્થામાં હોય અને ભોગની પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે પણ તેમની તે ભોગની પ્રવૃત્તિમાં મોહ પ્રવર્તક નથી; કેમ કે તત્ત્વની મીમાંસા કરીને તત્ત્વથી વાસિત અંતઃકરણપૂર્વક ભાંગકર્મના નાશ માટે ભોગની પ્રવૃત્તિ કરે છે. તેથી તેમની ભોગની પ્રવૃત્તિમાં પણ મોહ પ્રવર્તક નથી, સદન્તઃકરણ પ્રવર્તક છે. ૧૬૯॥