________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૦પ-૧૬૬
૪૨૭ ભોગવતો પણ અસંગ છતા=ભોગો પ્રત્યેના સંશ્લેષ વગરનો છતો, પરં પદ પ્રત્યે મોક્ષ પ્રત્યે, જાય છે જ; કેમ કે તે પ્રકારનું ભોગના પ્રવૃત્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ ન થાય તે પ્રકારનું, અનભિળંગપણું હોવાથી રાગનો અભાવ હોવાથી, પરવશતાનો અભાવ છે. ૧૬૬
છે મુન્નાનો - છઠ્ઠી દૃષ્ટિવાળા યોગી અવિરતિના ઉદયવાળા હોય ત્યારે કર્મથી અલિપ્ત ભોગો પણ ભોગવે છે, અને જેઓને અવિરતિપાદક કર્મ બળવાન નથી તેઓ ભોગનો ત્યાગ કરીને સંયમમાં યત્ન કરે છે. તેઓનો ‘મુન્નાનો જિ' ના ‘પ' થી સંગ્રહ છે.
ભાવાર્થ :- છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓને શ્રુતધર્મ સમ્યગુ પરિણમન પામેલ છે, તેથી શ્રુતજ્ઞાન પદાર્થનું સ્વરૂપ જેવું બતાવે છે તે રીતે જ તેઓને શ્રુતચક્ષુથી પદાર્થો સતત બુદ્ધિમાં પ્રતિભાસ થાય છે. તેના કારણે છઠ્ઠી દૃષ્ટિવાળા યોગી ભોગોને કઈ રીતે જુએ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે :
કોઈ મુસાફર સ્થાનાંતર જતો હોય અને વચ્ચે માયારૂપી પાણી આવતું હોય અર્થાતું પાણી નહિ હોવા છતાં પાણીનો પ્રતિભાસ થાય તેવી સ્ફટિકવાળી ભૂમિ આવતી હોય, અને જનાર મુસાફર “આ માયારૂપી પાણી છે વસ્તુત: પાણી નથી તેમ જોતો હોય, તો તે માયારૂપી પાણીથી ઉદ્વેગ પામતો નથી, પરંતુ વ્યાઘાત વગર તે માયારૂપી પાણીમાંથી જાય છે જ; કેમ કે તે જાણે છે કે પાણી જેવું દેખાતું સ્ફટિક ગમનમાં વ્યાઘાત કરવા માટે અસમર્થ છે. તેમ છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીઓ ઇંદ્રિયો સાથે સંબંધમાં આવતા ભોગોને સ્વરૂપથી જુએ છે અર્થાત્ “આ ભોગો સુખના કારણ છે તે પ્રકારના સમારોપ વગર’ જુએ છે, તેથી નિર્મળ શ્રતવિવેકવાળી તેમની દૃષ્ટિમાં ભોગો સુખના ઉપાય છે તેવી બુદ્ધિ ઉત્પન્ન કરાવતા નથી, પરંતુ જેમ માયાપાણી અસાર છે તેમ આ ભોગો અસાર છે તેમ દેખાય છે.
આશય એ છે કે સ્થાનાંતરગમનમાં માયાઉદક વ્યાઘાત કરવા માટે જેમ અસમર્થ છે, તેમ અસંગભાવ તરફ જવા માટે કરાતા યત્નમાં ભોગો ખૂલના કરવા અસમર્થ છે, તે રૂપે જોતા કાંતાદૃષ્ટિવાળા યોગી, કર્મથી આક્ષિપ્ત ભોગોને ભોગવતા હોવા છતાં પણ ભોગમાં સંશ્લેષ પામતા નથી, પરંતુ ભોગકાળમાં પણ અસંગભાવને અનુકૂળ યત્ન કરતા હોય છે. તેથી પરમપદ પ્રત્યે જવા માટેનો તેમનો યત્ન ખૂલના પામતો નથી અર્થાત્ ભોગો પ્રત્યેનો અભિન્કંગ નહિ હોવાને કારણે ભોગને વશ થઈને લક્ષ્ય તરફના યત્નમાં અલના થતી નથી.
અહીં વિશેષ એ છે કે પાણીના ભ્રમને પેદા કરાવે તેવી સ્ફટિકની ભૂમિ જોઈને જવા માટે પ્રયત્ન કરનાર મુસાફર જવામાં યત્ન કરી શકતો નથી; પણ જે મુસાફરને જ્ઞાન છે કે પાણી જેવું દેખાતું આ સ્થળ પાણીવાળું નથી, તેથી જવામાં કોઈ વાંધો નથી, તે મુસાફર કોઈ જાતના વ્યાઘાત વગર ગમનક્રિયા કરે છે. તેમ છઠ્ઠી દૃષ્ટિવાળા યોગી જાણે છે કે દેખાતા પુદ્ગલાત્મક પદાર્થોમાંથી કોઈ ભાવ નીકળીને પોતાના આત્મામાં પ્રવેશ પામતો નથી કે જેથી તે પુદ્ગલના બળથી પોતાને સુખ પ્રાપ્ત થાય, ખરેખર અસંગભાવવાળું ચિત્ત જ સુખનું બીજ છે. આ પ્રકારની શ્રતની પરિણતિને કારણે ભોગોને તે રીતે જુએ છે કે જેથી ભોગોમાં સુખના ઉપાયની બુદ્ધિ થતી નથી. આમ છતાં ભોગએકનાશ્ય એવા કર્મથી આક્ષિપ્ત ભોગો પ્રાપ્ત થયા હોય, અને