________________
૪૨૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૪ આ જ કારણથી મૃતધર્મમાં નિત્ય મત છે આ જ કારણથી, આક્ષેપકજ્ઞાન હોવાને કારણે મૃતથી દેખાતા સારભૂત ભાવો પ્રત્યે ચિત્તનો આક્ષેપ રહે તેવું સમ્યજ્ઞાન હોવાને કારણે, ઇંદ્રિય અને અર્થતા સંબંધરૂપ ભોગો ભવના હેતુ સંસારના હેતુ, નથી.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૬૪. ભાવાર્થ :
શ્લોક-૧૯૩માં કહેલ કે કાંતાદૃષ્ટિમાં વર્તતા યોગીઓ ધર્મમાં એકાગ્ર મનવાળા હોય છે. તે વસ્તુ બતાવવા માટે કહે છે કે કાંતાદૃષ્ટિવાળા યોગીઓનું મન હંમેશાં મૃતધર્મમાં હોય છે, કાયા જ અન્ય પ્રવૃત્તિમાં હોય છે.
અહીં સ્થૂલથી વિચારતાં એ અર્થ જણાય કે કાંતાદૃષ્ટિવાળા યોગીઓનો મનોવ્યાપાર સતત શ્રુતમાં વર્તે છે, માટે તેમનું મન નિત્ય શ્રુતમાં છે, પરંતુ તેમ સ્વીકારીએ તો, સંસારની કોઈપણ પ્રવૃત્તિ સંપૂર્ણ મનના વિચાર વગર કરવી દુષ્કર છે. જેમાં એક સ્થાનથી અન્યત્ર જવું હોય ત્યારે પણ “મારે ત્યાં જવું છે' તેવું મનથી પ્રથમ વિચારે, ત્યારપછી જવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય. ક્વચિત્ તે પ્રવૃત્તિનો પ્રારંભ કર્યા પછી મન અભીષ્ટ પદાર્થમાં રાખી શકે, પરંતુ પ્રવૃત્તિનો પ્રારંભ તો મનથી વિચારીને થઈ શકે. વળી કેટલીક પ્રવૃત્તિઓ તો પ્રવૃત્તિકાળમાં પણ મનને તે પ્રવૃત્તિવિષયક રાખવામાં ન આવે તો વ્યાપાર થઈ શકે નહિ. તેથી મન નિત્ય શ્રુતમાં છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી ટીકામાં ખુલાસો કર્યો કે શ્રુતની ભાવનાથી ભાવિત મનની નિત્ય ઉપપત્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત શ્રુતની ભાવનાથી ભાવિત હોય, અને તેથી પોતાના મોક્ષપ્રાપ્તિરૂપ લક્ષ્યને ચિત્તથી ભૂલ્યા વગર કાયાથી કોઈ પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે મનથી તે કરાતી પ્રવૃત્તિનો વિચાર ચાલતો હોય તોપણ, કાયાથી કરાતી એવી પ્રવૃત્તિમાં મન સંશ્લેષવાળું બનતું નથી; પરંતુ મન શ્રુતની ભાવનાથી ભાવિત હોવાને કારણે શ્રુતે બતાવેલી દિશામાં આલિપ્ત હોય છે, તેથી કરાતી ક્રિયામાં મન સંશ્લેષ પામતું નથી. તે અર્થને બતાવવા માટે મન નિત્ય શ્રુતમાં છે તેમ કહેલ છે.
મન શ્રતમાં નિત્ય હોવાને કારણે શ્રત આત્માને જે રીતે નિર્લેપ કરવાની પ્રેરણા આપે તે તરફ ચિત્તનો આક્ષેપ થાય તેવો બોધ કાંતાદૃષ્ટિમાં હોય છે. તેથી ભોગકાળમાં પણ તેમનું અંતરંગ ચિત્ત નિર્લેપ દશા તરફ આક્ષિપ્ત હોય છે. માટે કાયાથી થતી ભોગની પ્રવૃત્તિમાં સંશ્લેષ હોતો નથી. તેથી ભોગો સંસારના હેતુ બનતા નથી.
અહીં વિશેષ એ છે કે પાંચમી દૃષ્ટિવાળા જીવો પણ ભોગને અસાર જુએ છે અને મોક્ષની અવસ્થાને સારરૂપે જુએ છે. વળી મોક્ષની પ્રાપ્તિ માટે ધર્મમાં શક્તિ અનુસાર યત્ન કરે છે અને પોતાની ધર્મમાં કરાતી પ્રવૃત્તિને અતિશય કરવા માટે શ્લોક-૧૫૯-૧૬૦-૧૬૧માં બતાવ્યું તેમ ભોગની અસારતાનું આલોચન પણ કરે છે. તેથી તેઓના ભોગો અનુબંધના પ્રવાહને ચલાવે તેવા હોતા નથી; છતાં તેમને ભોગકાળમાં ભોગજન્ય કંઈક સંશ્લેષ પણ હોય છે. જેમ વિવેકીને ખણજમાં ‘રોતે' એવી બુદ્ધિ થતી નથી, તોપણ