________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ર-૧૬૩
૪૨૧ કાંતાદૃષ્ટિવાળા જીવોની ઉપશમની પરિણતિ સ્થિરાદષ્ટિવાળા જીવો કરતાં અધિક હોય છે. આથી તેઓના નિત્યદર્શનાદિ ગુણો તેમના સંપર્કમાં આવનારા જીવોને માટે પ્રીતિનું કારણ બને છે, પરંતુ દ્વેષનું કારણ બનતા નથી.
વળી કાંતાદૃષ્ટિવાળા જીવોમાં ધારણા નામનો ગુણ પરાકોટીનો પ્રગટેલો હોય છે. આશય એ છે કે યોગમાર્ગની પ્રવૃત્તિ કરનારા સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓ ધર્મઅનુષ્ઠાન કરે છે ત્યારે ચિત્તને નાસિકા આદિ સ્થાનોમાં સ્થિર કરીને લક્ષ્યને અનુરૂપ દઢ યત્ન કરનારા છે, તેથી કંઈક અંશથી ધારણાગુણ સ્થિરાદષ્ટિવાળાને પણ છે; પરંતુ કાંતાદૃષ્ટિમાં ધારણાગુણ શ્રેષ્ઠ કોટીનો હોય છે. તેથી ધર્મઅનુષ્ઠાનના સેવનકાળમાં ચિત્તને નાસિકા કે નાભિચક્ર આદિ સ્થાનોમાં સ્થાપન કરીને તે તે અનુષ્ઠાન, લક્ષ્યને અનુરૂપ બને તેમ સુદઢ યત્ન કરે છે; જ્યારે સ્થિરાદૃષ્ટિવાળા યોગીઓને તેવી ધારણા નહિ હોવાથી સ્કૂલનાઓ પણ થવાનો સંભવ રહે છે. વળી કાંતાદૃષ્ટિમાં ધારણાગુણ શ્રેષ્ઠ કોટીનો હોવાને કારણે ધ્યાન-અધ્યયનાદિ ધર્મઅનુષ્ઠાનના સેવનકાળમાં અન્યમુદ્ નામનો દોષ હોતો નથી; કેમ કે ધ્યાન-અધ્યયનાદિના સેવનકાળમાં લક્ષ્યથી અન્ય એવા તે તે પદાર્થોના પ્રતિભાસનો અયોગ છે.
આશય એ છે કે કાંતાદૃષ્ટિવાળા યોગીઓ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પોતાના ચિત્તને લક્ષ્યની નિષ્પત્તિનું કારણ બને તે રીતે યોગ્ય સ્થાનમાં સ્થાપન કરીને ઉચિત ક્રિયાઓ કરે છે, અને તેઓમાં પ્રકૃષ્ટ ધારણાગુણ હોવાને કારણે અનુષ્ઠાનના સેવનકાળમાં આજુબાજુના પદાર્થોમાંથી કોઈ પદાર્થનો પ્રતિભાસ થતો નથી કે કોઈ અન્ય કાર્યનું સ્મરણ થતું નથી, પરંતુ તેમનું ચિત્ત ઉચિત સ્થાને સ્થિરરૂપે સ્થાપન થયેલું હોવાથી, લક્ષ્યને અનુરૂપ તે અનુષ્ઠાન થાય છે, તેથી અન્યમુદ્ નામનો દોષ હોતો નથી.
વળી કાંતાદૃષ્ટિમાં સદા સદ્વિચારાત્મિકા મીમાંસા હોય છે, અને સવિચારાત્મિકા મીમાંસા હોવાને કારણે તેઓની મીમાંસા હિતના ફળવાળી છે; કેમ કે સમ્યગુ જ્ઞાનના ફળરૂપે તેઓને હંમેશાં સંસારના ઉચ્છેદને અનુકૂળ સદ્વિચારરૂપ મીમાંસા વર્તતી હોય છે. તેથી તે મીમાંસાથી સંસારના ઉચ્છેદને અનુકૂળ વીર્યનો સંચય થતો હોય છે અને સંસારના ઉચ્છેદમાં સહાયક થાય તેવી પુણ્યપ્રકૃતિઓ બંધાતી હોય છે અને વિપાકમાં આવતી કર્મપ્રકૃતિઓ પણ સર્વિચારરૂપ મીમાંસાને કારણે હિતમાં ઉપષ્ટભક થાય તે રીતે ફળ આપનારી બને છે. તેથી કાંતાદૃષ્ટિમાં વર્તતી મીમાંસા હિતોદયવાળી છે. I૧૬રશા અવતરણિકા :
अमुमेवार्थं स्पष्टयन्नाह - અવતરણિકાર્ય :
આ જ અર્થને પૂર્વશ્લોક-૧૬૨માં બતાવ્યું કે કાંતાદષ્ટિમાં રહેલા યોગીઓનાં નિત્યદર્શનાદિ અત્યની પ્રીતિ માટે થાય છે, એ જ અર્થને, સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – બ્લોક :
अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः । प्रियो भवति भूतानां धमकाग्रमनास्तथा ।।१६३ ।।