________________
૪૦૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૪ થાય છે અર્થાત્ જો જીવ સાવચેત ન રહે તો તત્ત્વદર્શનના કોઈક સ્થાનમાં તેવા જીવોનો સૂક્ષ્મબોધ ઝાંખો પડે છે. જેમ રત્નની પ્રભા ક્યારેય નાશ ન પામે તેવી હોય છે, તોપણ ધૂળ આદિનો ઉપદ્રવ થાય તો તે પ્રભા ઝાંખી પડે છે, તેમ સત્તામાં રહેલું પ્રદેશોદયરૂપે વર્તતું દર્શનમોહનીયકર્મ ક્યારેક વિપાકોદય બતાવીને સાતિચાર ભૂમિકાવાળા જીવોના સમ્યગ્દર્શનને મલિન પણ કરે છે.
વળી સ્થિરાદષ્ટિમાં વર્તતું બોધરૂપ દર્શન પ્રત્યાહારવાળું છે, અને પ્રત્યાહારનો અર્થ પાતંજલ સૂત્રમાં બતાવ્યો, તેનો ભાવ એ છે કે સ્થિરાદૃષ્ટિવાળા જીવોને તત્ત્વનો સૂક્ષ્મબોધ હોય છે, તેથી તત્ત્વ પ્રત્યેનું તેમને અત્યંત આકર્ષણ હોય છે, જેના કારણે તેમનું ચિત્ત વિષયોથી નિરોધને પામેલું છે. તેથી સ્થિરાદષ્ટિવાળા જીવો ઇન્દ્રિયોના વિષયોના ગ્રહણની અભિમુખતાના ત્યાગમાં યત્ન કરનારા હોય છે, અને તેના કારણે તેમની ઇન્દ્રિયો સ્વરૂપમાત્રમાં અવસ્થાનવાળી હોય છે=વિષયો પ્રત્યેની ઉત્સુકતાવાળી હોતી નથી. અર્થાત્ તેમનું ચિત્ત વિષયોથી નિરુદ્ધ હોવાને કારણે ઇન્દ્રિયોમાં નિરોધતાની પ્રાપ્તિ છે. તેથી નિરોધ પામેલી ઇન્દ્રિયો વિષયોનો સંપર્ક થાય તોપણ બોધમાત્ર કરે છે, પણ વિષયો સાથે સંશ્લેષ પામતી નથી. આવા પ્રકારની ઇન્દ્રિયોના પ્રત્યાહારવાળો સ્થિરાષ્ટિનો બોધ છે.
આશય એ છે કે સ્થિરાદષ્ટિમાં રહેલા જીવો સમ્યગ્દષ્ટિ પણ હોય, દેશવિરતિધર પણ હોય અને સર્વવિરતિધર પણ હોય; આમ છતાં સામાન્ય રીતે પ્રસ્તુત એવી આઠ યોગદૃષ્ટિઓમાં બોધને અનુરૂપ કૃત્ય કરનારા જીવોને સામે રાખીને દૃષ્ટિઓનું વર્ણન કરેલ છે. તેથી પાંચમી દૃષ્ટિવાળા પણ બોધને અનુરૂપ કૃત્ય કરનારા સર્વવિરતિધરને સામે રાખીને તેઓનું દર્શન પ્રત્યાહારવાળું છે એમ કહેલ છે. વળી સ્થિરાદષ્ટિવાળા જીવોમાં વર્તતો રત્નની પ્રભા જેવો બોધ હંમેશાં તેઓના ચિત્તને વિષયોથી નિરોધવાળું રાખે છે, અને નિરોધને સ્થિર કરવા માટે પાંચમી દૃષ્ટિવાળા જીવો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે. તેમના નિરોધવાળા ચિત્તને કારણે તેમની ઇન્દ્રિયો નિરોધતાને પામેલી હોય છે, ક્વચિત્ તેમની ઇન્દ્રિયો સાથે કોઈ વિષયોનો સંસર્ગ થાય, તોપણ વિષયો પ્રત્યેના સંશ્લેષ વગરની તેઓની ઇન્દ્રિયો હોય છે. આમ છતાં કોઈક જીવને અવિરતિઆપાદકકર્મ અતિ પ્રબળ હોય તો તત્ત્વને જોવા છતાં ઇન્દ્રિયો નિરોધવાળી ન પણ બને. જેમ સત્યકી વિદ્યાધર આદિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોની ઇન્દ્રિયો નિરોધવાળી ન હતી, તેવા જીવોની વિવક્ષાએ સ્થિરાદષ્ટિવાળા જીવનું દર્શન પ્રત્યાહારવાળું નથી.
વળી સ્થિરાદૃષ્ટિનો બોધ ઉચિત કૃત્યો કરવા માટે પ્રેરણા કરનાર છે. તેથી સ્થિરાદૃષ્ટિવાળા જીવો ઉચિત એવાં વંદનાદિ કૃત્યો કરે છે, અને આ દૃષ્ટિમાં ભ્રાંતિ નામનો દોષ ગયેલો હોવાથી વંદનાદિ કૃત્યો શાસ્ત્રીય ક્રમને આશ્રયીને અભ્રાંત હોય છે, કેમ કે સ્થિરાદૃષ્ટિવાળા જીવોને સૂક્ષ્મબોધ હોય છે, અને તેથી તેઓની બુદ્ધિમાં મોક્ષ એક સાર લાગે છે, અને મોક્ષનો ઉપાય સર્વજ્ઞનું વચન લાગે છે. તેથી સ્વશક્તિ અનુસાર સર્વજ્ઞના વચનનો બોધ કરીને ઉચિત કૃત્યોમાં સ્થિરાદિષ્ટિવાળા જીવો યત્ન કરે છે, અને શાસ્ત્રાનુસારી બોધ હોવાથી તેનું વંદનાદિ કૃત્ય ક્રમને આશ્રયીને યથાતથી હોતું નથી, પરંતુ શાસ્ત્રાનુસારી હોય છે, અર્થાત્ (૧) શાસ્ત્રમાં દરેક જીવને પોતાની ભૂમિકા અનુસાર અનુષ્ઠાન કરવાનું કહેલ છે, અને (૨) તે અનુષ્ઠાન સેવવા માટે પ્રથમ વિનયપૂર્વક ગીતાર્થ ગુરુ પાસેથી શ્રવણ કરવું જોઈએ, (૩) શ્રવણ કરીને પૂર્ણ વિધિ યથાર્થ જાણી, (૪) તે તે અનુષ્ઠાન કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ, અને (૫) તે અનુષ્ઠાન તશ્ચિત્ત