________________
૪૦૨
યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૫-૧૫૬ ટીકા :
‘बालथूलीगृहक्रीडातुल्या'-प्रकृत्यसुन्दरत्वाऽस्थिरत्वाभ्यां, ‘अस्यां' स्थिरायां दृष्टो, ‘भाति धीमतां'पुंसां, 'तमोग्रन्थिविभेदेन' हेतुना, 'भवचेष्टाखिलैव हि' चक्रवर्त्यादिचेष्टारूपापि, प्रकृत्यसुन्दरत्वादस्थिर
ટીકાર્ચ -
વાર્તધૂની હીડાતુન્યા'....પ્રત્યસુત્વા સ્થિરત્નાક્ય | આમાં સ્થિરાદષ્ટિમાં, તમોગ્રંથિના વિભેદને કારણે સઘળી જ ભવચેષ્ટા, તેનું પ્રકૃતિથી અસુંદરપણું અને અસ્થિરપણું હોવાને કારણે બુદ્ધિમાન પુરુષોને બાળકની ધૂળનાં ઘર બનાવવાની ક્રીડા જેવી ભાસે, તેવી ભાસે છે. કઈ ચેષ્ટા તેવી ભાસે છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
પ્રકૃતિથી અસુંદરપણું અને અસ્થિરપણું હોવાથી ચક્રવર્તી આદિની ચેષ્ટારૂપ પણ પ્રવૃત્તિ બાલધૂલીગૃહક્રીડાતુલ્ય ભાસે છે. I૧૫પા.
વર્યાવચેષ્ટારૂપ' માં ‘દિ' પદથી રાજા, શ્રીમંત આદિ ગ્રહણ કરવાના છે. ‘પવસ્ત્રષ્ટિારૂપffપ' માં ‘પ' થી એ કહેવું છે કે સામાન્ય જીવોના ભોગો તો અસાર ભાસે છે, પરંતુ ચક્રવર્તી આદિના ભોગોરૂપ ચેષ્ટાઓ પણ અસાર ભાસે છે. ભાવાર્થ :
પાંચમી દૃષ્ટિમાં વિવેકચક્ષુને જોવામાં વિઘ્ન કરે તેવી અંધકારરૂપ રાગ-દ્વેષની ગાંઠનો વિશેષથી ભેદ થયેલો છે અર્થાત્ મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમભાવ થયેલો છે, અને તેના કારણે પાંચમી દૃષ્ટિવાળાને સંસારી જીવોની સર્વ પણ ચેષ્ટાઓ બાળકની ધૂળનાં ઘર બનાવવાની ક્રિીડા જેવી લાગે છે. જેમ જુવાન માણસને બાળકની ચેષ્ટા જોઈને પોતાને તેવી ચેષ્ટા કરવાની ઇચ્છા થતી નથી, કારણ કે તે પ્રવૃત્તિ પોતાને પ્રકૃતિથી અસુંદર લાગે છે, તેમ વિવેકીને સંસારી જીવોની ભોગાદિની પ્રવૃત્તિ પ્રકૃતિથી અસુંદર લાગે છે. વળી બાળકની ઘર બનાવવાની ક્રિયા જેમ યુવાનને અસ્થિર જણાય છે અર્થાત્ આ ઘર અલ્પકાળ માટે રમત પૂરતું ઉપયોગી છે પણ ભોગ માટે ઉપયોગી નથી તેમ જણાય છે, તેમ વિવેકીને સંસારના ભોગો અસ્થિર દેખાય છે. તેથી અસ્થિર ભાવોવાળા ભોગોને મેળવવાની ઇચ્છા થતી નથી, પરંતુ જેમ યુવાન પુરુષને ધન અર્જન કરીને પોતાના ભવને સફળ કરવાનો પરિણામ થાય છે, પરંતુ બાળકની જેમ નિરર્થક ચેષ્ટા કરવાનું મન થતું નથી; તેમ તત્ત્વના જોનારાને આત્મહિતની પ્રવૃત્તિ કરીને પોતાના ભવને સફળ કરવાનો પરિણામ થાય છે, પરંતુ નિરર્થક ચેષ્ટા કરવાનું મન થતું નથી. ll૧પપા અવતરણિકા -
શ્લોક-૧૫પમાં કહ્યું કે સ્થિરાદષ્ટિવાળા જીવો આખી ભવચેષ્ટાને અસાર જોઈ શકે છે. હવે સ્થિરાદષ્ટિવાળા જીવોમાં શ્રતનો વિવેક હોવાને કારણે બાહ્ય ભાવોને કેવા જુએ છે ? તે બતાવે છે -