________________
૪૧૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ર ૯. મૈત્રી આદિથી યુક્ત ચિત્ત :- યોગીઓ ઉચિત પ્રવૃત્તિ કરવાની પ્રકૃતિવાળા હોય છે, તેથી યોગના સેવનના કારણે
(૧) જગતના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રગટે છે. અર્થાત્ જીવોનું હિત થઈ શકે ત્યાં હિત કરવાનો પ્રયત્ન થાય છે, અને જ્યાં શક્ય ન હોય ત્યાં પણ તેમનું હિત કરવાનો પરિણામ હોય છે, (૨) ગુણવાન જીવોના ગુણો પ્રત્યે પક્ષપાતનો પરિણામ થાય છે, (૩) દુઃખી જીવો પ્રત્યે કરુણા થાય છે અને (૪) અયોગ્ય જીવો પ્રત્યે પણ દ્વેષ થતો નથી, અને પ્રયત્નથી સુધરે તેવું ન જણાય તો ઉપેક્ષાનો પરિણામ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેનું ચિત્ત મૈત્રી આદિ ચાર ભાવોથી અત્યંત વાસિત હોય તેવો જીવ જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. આ ઉચિત પ્રવૃત્તિમાં જે કંઈ સ્કૂલના થાય છે તેનું કારણ વિવેકપૂર્વકના મૈત્રી આદિ ભાવોની ન્યૂનતા છે.
૧૦. વિષયોમાં અચેત :- યોગના સેવનથી વિષયોની પ્રવૃત્તિમાં ચિત્ત અચેતન જેવું બને છે. પ્રાયઃ યોગીઓ વિષયોની પ્રવૃત્તિ કરતા નથી, તોપણ પાંચે ઇન્દ્રિયો વિદ્યમાન છે અને જગતમાં તેના વિષયો પણ વિદ્યમાન છે, અને તે વિષયોનો ઇંદ્રિયોની સાથે સંપર્ક પણ અનાયાસે થતો હોય છે; તોપણ ચિત્ત નિપ હોવાથી વિષયોમાં તેમની ચેતના પ્રવર્તતી નથી. તેથી પદાર્થનો બોધમાત્ર થાય છે, પરંતુ સુજ્યપૂર્વક વિષયોમાં પ્રવૃત્તિ થતી નથી.
૧૧. પ્રભાવવાળું ચિત્ત :- યોગીઓનું ચિત્ત પ્રભાવવાળું હોય છે. યોગમાર્ગમાં પ્રવૃત્ત થયેલા યોગીઓ જગત પ્રત્યે નિરપેક્ષભાવવાળા હોય છે. તેથી તેમની પ્રવૃત્તિ જોઈને વિચારક ઉપર તેમના ઉત્તમ ચિત્તનો પ્રભાવ પડે તેવું પ્રભાવવાળું ચિત્ત યોગના સેવનથી યોગીઓને પ્રગટે છે.
૧૨. ઘેર્યસમન્વિત :- સંસારનો ઉચ્છેદ અતિ દુષ્કર છે, સાધના અતિ દુષ્કર છે, તોપણ યોગના સેવનથી યોગીઓમાં દુષ્કર એવા પણ યોગમાર્ગને સેવવાને અનુકૂળ વૈર્યથી યુક્ત ચિત્ત હોય છે.
૧૩. દ્વન્દ્ર અસ્પૃષ્યતા:- શાતા-અશાતાનાં દ્વન્ડોમાં કે અનુકુળ-પ્રતિકૂળ ભાવોનાં ધામાં યોગીઓનું ચિત્ત વ્યાકુળ થતું નથી. તેવું દ્વન્દ્રોથી અવૃષ્ય ઉત્તમ ચિત્ત યોગના સેવનથી પ્રગટે છે.
૧૪. અભીષ્ટ લાભ:- યોગીઓ યોગનું સેવન કરતા હોય છે અને તેનાથી તેઓને યોગમાર્ગના અતિશય અર્થે જે જે અભીષ્ટ હોય છે, તેની પ્રાપ્તિને અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિઓ જાગૃત થાય છે, જેથી પોતાને અભીષ્ટ એવી સામગ્રી પ્રાપ્ત થાય છે.
૧૫. જનપ્રિયત્ન :- યોગીઓને ઉત્તમ ચિત્ત અને ઉત્તમ આચારો હોવાથી લોકોમાં તેઓ પ્રિય બને છે. તેથી યોગના સેવનનું ફળ જનપ્રિયત્ન છે.
પ્રથમ શ્લોકમાં યોગના સેવનથી થતા આઠ પ્રાથમિક ગુણો બતાવ્યા, બીજા શ્લોકમાં યોગના સેવનથી ત્યારપછી થતા સાત ગુણો બતાવ્યા. હવે જે યોગીઓ નિષ્પન્ન યોગવાળા છે તેમાં થતા અન્ય છ ગુણ બતાવે છે –