________________
૪૧૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬ર અવતરણિકાર્ય :
પાંચમી દૃષ્ટિ કહેવાઈ. આ હોતે છતેપાંચમી દષ્ટિ હોતે છતે, બીજા પણ યોગાચાર્યો વડે અલૌલ્યાદિ ગુણો કહેવાયા છે. જે પ્રમાણે કહેવાયું છે=બીજાઓ વડે કહેવાયું છે –
અલૌલ્ય, આરોગ્ય શરીરનું આરોગ્ય, અનિષ્ફરપણું=દયાળુપણું, શુભ ગંધ=યોગના કારણે શરીરમાં શુભ ગંધનો ઉદ્દભવ, મૂત્ર-વિષ્ટાની અલ્પતા, કાંતિયોગના સેવનને કારણે સૌમ્ય સ્વભાવતા, પ્રસાદ=પ્રસન્નતા, સ્વરસૌમ્યતા=યોગના સેવનને કારણે મધુરભાષિતા, યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા ભાવોની પ્રાપ્તિ એ યોગની પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. [૧]
તથા પરં અને બીજું – મૈત્રાદિયુક્ત ચિત્ત, વિષમતા વિષયોમાં અચેતન ચિત્ત, પ્રભાવવાળું ચિત, વૈર્યથી સમન્વિત ચિત યોગમાર્ગની પ્રવૃત્તિ કરવામાં ઘેર્યથી સમન્વિત ચિત, ઢબ્દોથી અવૃષ્યપણું= અનુકૂળ-પ્રતિકૂળમાં અનાકુળપણું, અભીષ્ટનો લાભ અને જનપ્રિયપણું =થાય=ઘોગપ્રવૃત્તિથી થાય. રા
તોષવ્યપત્રિદોષનો વિશેષરૂપે અપગમ, અને પરમ તૃપ્તિ=ભોગાદિથી થતી તૃપ્તિ કરતાં વિશેષ કોટીની તૃપ્તિ, ઔચિત્યયોગ-સર્વત્ર ઉચિત વ્યાપાર, ગુવ સમતા=શ્રેષ્ઠ કોટીની સમતા, વૈરાદિનો નાશ સાંનિધ્યમાં આવનારા જીવોના વૈરાદિનો નાશ, તમરા =અત્યંત તત્વને સ્પર્શતારી બુદ્ધિ, જે અપેક્ષાએ પ્રાભિજ્ઞાન અથવા કેવળજ્ઞાન સ્વરૂપ છે. નિષ્પવયોગનું આ=પૂર્વમાં વર્ણન કરાયું છે, ચિહ્ન છે. IIયા ‘ત્યવિ' થી આવાં અન્ય કથનોનો સંગ્રહ જાણવો.
ગત વાગ્ય=આનાથી જ આરંભીને=સ્થિરાદષ્ટિથી જ આરંભીને, અહીં પણ આગળ બતાવાશે તે કાનાદિ દષ્ટિઓમાં પણ, આ પૂર્વના શ્લોકોમાં અલૌલ્યાદિ વર્ણન કરાયા એ, અકૃત્રિમ ગુણોનો સમુદાય જાણવો, અને તે રીતે જે રીતે કારાદિ દૃષ્ટિઓમાં આ અકૃત્રિમ ગુણોનો સમુદાય થાય છે તે રીતે, છઠ્ઠી દૃષ્ટિને કહેવા માટે કહે છે – ભાવાર્થ :
અત્યાર સુધી પાંચમી દૃષ્ટિ વર્ણન કરાઈ. હવે પાંચમી દૃષ્ટિ સાથે સંબંધ જોડીને છઠ્ઠી દૃષ્ટિ કહેવા માટે ગ્રંથકાર કહે છે ત્યાં, પાંચમી દૃષ્ટિ સાથે છઠ્ઠી દૃષ્ટિનો સંબંધ બનાવતી વખતે ગ્રંથકારને અન્ય યોગાચાર્યો વડે કહેવાયેલા ગુણોનું સ્મરણ થયું, અને તેનો પાંચમી દૃષ્ટિ સાથે કઈ રીતે સંબંધ છે તે બતાવવું ઉપયોગી જણાવાથી બતાવે છે કે પાંચમી દૃષ્ટિ પ્રગટ થાય ત્યારે બીજા આચાર્યોએ અલૌલ્યાદિ ગુણો પ્રગટ થાય છે તેમ કહ્યું છે. તેમના વચનની સાક્ષી આપે છે –
ત્યાં પ્રથમ શ્લોકમાં બતાવેલ ગુણો યોગ પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય કે પારમાર્થિક યોગની પ્રવૃત્તિ સ્થિરાદૃષ્ટિથી થાય છે, કેમ કે સ્થિરાદૃષ્ટિમાં વિપર્યાસ વગરનો બોધ છે, તત્ત્વની સ્થિર રુચિ