________________
૪૧૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૧-૧ર વેદનના સંસ્કારો આત્મા ઉપર રહે છે, તેથી અમુક કાળ પછી ફરી તે ઇચ્છા ઉદ્દભવ પામે છે. માટે ભોગથી થતી ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે.
ટીકામાં કહ્યું કે ભોગથી ઇચ્છાની નિવૃત્તિ એક ખભાથી અન્ય ખભા પર ભારના આરોપ સમાન છે. તેમાં હેતુ આપ્યો કે તેના સંસ્કારનું વિધાન છે, અને તેના સંસ્કારનું વિધાન છે એ હેતુનો અર્થ ક્યું કે તે પ્રકારના કર્મબંધથી સહિત એવા અનિષ્ટ ભોગના સંસ્કારનું વિધાન હોવાથી તત્ત્વથી ઇચ્છાની અનિવૃત્તિ છે. એનું તાત્પર્ય એ છે કે જીવ ભોગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે ભોગને અનુકૂળ કોઈક પરિણામ વર્તે છે, અને તે પરિણામ જે અંશમાં ભોગ સાથે સંશ્લેષવાળો છે તે પ્રમાણે ફરી સંશ્લેષ ઉત્પન્ન કરે તેવા પ્રકારના કર્મનો બંધ થાય છે, અને ભોગની પ્રવૃત્તિના કાળમાં આત્માને યોગમાર્ગમાં વિદન કરે એવા અનિષ્ટ ભોગના સંસ્કારો પડે છે, જે ભોગના સંસ્કારો ફરી નિમિત્ત પામીને ભોગની ઇચ્છા ઉત્પન્ન કરે છે. તેથી પરમાર્થથી ભોગની પ્રવૃત્તિ દ્વારા ઇચ્છાની અત્યંત નિવૃત્તિ નથી, પરંતુ ક્ષણભર ઇચ્છાની નિવૃત્તિ છે. જેમ એક ખભા ઉપર મુકાયેલો ભાર દુઃખના સંસ્કારો પેદા કરે છે, તે ભાર જ્યારે અન્ય ખભા ઉપર જાય છે ત્યારે ક્ષણભર તે દુઃખના સંસ્કારો નિવર્તન પામે છે; છતાં થોડીવારમાં અન્ય ખભા ઉપર દુઃખના સંસ્કારો પડવાથી દુઃખનો અનુભવ થાય છે. માટે ભોગથી ઇચ્છાની નિવૃત્તિ એક ખભા ઉપરથી બીજા ખભા ઉપર ભાર મૂકવાની પ્રવૃત્તિ જેવી ક્ષણિક છે, પરંતુ આત્યંતિક નથી. II૧૬ના
જ કાત્તાદષ્ટિક
અવતરણિકા :उक्ता पञ्चमी दृष्टिः, सत्यामस्यामपरैरपि योगाचार्यरलौल्यादयो गुणा: प्रोच्यन्ते, यथोक्तम् - [स्कंदपुराणे माहेश्वरखण्डे - कुमारिकाखण्डे च, तथा शाङ्गधरपद्धतौ च] अलौल्यमारोग्यमनिष्ठुरत्वं। गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्ति: प्रसादः स्वरसौम्यता च । योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ।।१।। मैत्र्यादियुक्तं विषयेष्वचेतः प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभ: जनप्रियत्वं च तथा परं स्यात् ।।२।। दोषव्यपाय: परमा च तृप्तिरौचित्ययोग: समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भरा धीनिष्पन्नयोगस्य तु चिह्नमेतत् ।।३।। इत्यादि - इहाप्येतदकृत्रिमं गुणजातम् अत एवारभ्य विज्ञेयम्, तथा च षष्ठी दृष्टिमभिधातुमाह -