________________
૪૧૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૦-૧૬૧ શક્તિનો સંચય ન થયો હોય ત્યારે અત્યંત સાવધાનીપૂર્વક શક્તિ અનુસાર તેવા શ્રાવકો ધર્મમાં યત્ન કરતા હોય, અને ભોગની ઇચ્છા થાય ત્યારે પણ તેને શાંત કરવા ભગવાનના વચનનું સ્મરણ કરે, અને વિચારે કે ભગવાને ‘સન્ન માં વિસં ામાં' ઇત્યાદિ કહ્યું છે; અને આ પ્રકારના ચિંતનથી પણ ભોગની ઇચ્છારૂપ ખણજ શાંત ન થાય, અને યોગમાર્ગની પ્રવૃત્તિમાં સુદઢ યત્ન કરવામાં તે ખણજ વિજ્ઞભૂત જણાય, ત્યારે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને માત્ર ખણજના શમન માટે તે શ્રાવકો ભોગમાં યત્ન કરતા હોય, તો તે ભોગકાળમાં પણ તે શ્રાવકોના ચિત્તમાં આગમનો અભિનિવેશ જીવંત હોવાથી ધર્મપ્રધાન ચિત્ત વર્તે છે; અને આ રીતે ભોગ કરનારા મહાત્માઓને ભોગકાળમાં પણ ભોગથી પ્રમાદ થતો નથી, પરંતુ ભોગની ઇચ્છારૂપ ઉપદ્રવનું શમન થવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ સુદઢ બને છે. આવા સાધકો મનુષ્યભવમાં શુદ્ધ ધર્મને સેવીને દેવલોકાદિમાં જાય અને ભોગ કરે, તોપણ ભોગકાળમાં પ્રમાદવાળા થતા નથી. માટે તેવા યોગીઓના ભોગો અનર્થનું કારણ બનતા નથી, તે બતાવવા માટે શ્લોકમાં પ્રાયઃ શબ્દનો પ્રયોગ છે, અને તેની સંગતિ દૃષ્ટાંતમાં આ રીતે છે –
કોઈ જીવ અગ્નિમાં રહેલી દાહશક્તિનો પ્રતિબંધ કરે એવા સત્યમંત્રથી અગ્નિને અભિસંસ્કૃત કરે, તો તે મંત્રથી સંસ્કારિત કરેલો અગ્નિ, દાહ કરતો નથી, આ વાત લોકમાં સિદ્ધ છે. તેમ શુદ્ધ ધર્મને સેવીને દેવલોકમાં ગયેલા યોગીઓ આગમ પ્રત્યેના અભિનિવેશને કારણે ભોગોને પણ એવા સંસ્કારવાળા બનાવે છે કે જેથી તે ભોગો તેમના પ્રમાદનું કારણ બનતા નથી, પરંતુ તે ભોગોથી ભોગ પ્રત્યેની ઇચ્છાની નિવૃત્તિ થવાથી યોગમાર્ગને અનુકૂળ એવું શુદ્ધ ચિત્ત પ્રગટે છે, જેના ફળરૂપે અત્યંત અનવદ્ય એવા તીર્થંકરાદિ ઉત્તમ ભવોની પ્રાપ્તિ થાય છે. I૧૬ના અવતરણિકા :
વળી સ્થિરાદષ્ટિવાળા જીવો ઉત્તમ શ્રુતપ્રધાન હોય છે. તેથી જેમ ભોગોની અસારતાનો વિચાર કરે છે, તેમ ભોગો ભોગવવાથી થતી ભોગની ઇચ્છાની નિવૃત્તિ એ ઈચ્છાતા નાશનો ઉપાય નથી, પરંતુ ભોગવા ત્યાગમાં યત્ન કરીને ધર્મના સેવનથી થતી ઇચ્છાની નિવૃત્તિ એ ઈચ્છાના નાશનો ઉપાય છે, તેવી બુદ્ધિને સ્થિર કરવા માટે જે વિચારે છે તે બતાવે છે – બ્લોક :_ भोगात्तदिच्छाविरतिः स्कन्धभारापनुत्तये ।
स्कन्धान्तरसमारोपस्तत्संस्कारविधानतः ।।१६१ ।। અન્વયાર્થ :
મોષ્ઠિાવિત્તિ: ભોગથી તેની ઇચ્છાની વિરતિ=ભોગથી ભોગની ઇચ્છાની વિરતિ મારાપનુત્તખભાના ભારને દૂર કરવા માટે સંસ્થાન્તરસમારોપ =બીજા ખભામાં આરોપણ છે તત્સાવિઘાનતઃ=કેમ કે તેના સંસ્કારનું વિધાન છે=ભોગના સંસ્કારને કરે છે. II૧૬૧].