________________
૪૧૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૧
શ્લોકાર્ધ :
ભોગથી ભોગની ઇચ્છાની વિરતિ ખભાના ભારને દૂર કરવા માટે બીજા ખભામાં આરોપણ છે; કેમ કે ભોગના સંસ્કારનું વિધાન છે. ||૧૧|| ટીકા :
'भोगात्' सकाशात्, 'तदिच्छाविरति:' भोगेच्छाविरतिः, तात्कालिकी, किमित्याह 'स्कन्धभारापनुत्तये' स्कन्धभारापनुत्त्यर्थं, 'स्कन्धान्तरसमारोप:' वर्तते, कुत इत्याह 'तत्संस्कारविधानतः'= तथाकर्मबन्धेनानिष्टभोगसंस्कारविधानात्तत्त्वतस्तदिच्छाऽनिवृत्तेरिति ।।१६१।। ટીકાર્ય :
‘મોત' ..... નિવૃત્તિ | ભોગથી તેની ઇચ્છાની વિરતિ=ભોગની ઇચ્છાની વિરતિ, તાત્કાલિકી છે. કેમ ? તાત્કાલિકી કેમ છે ? સર્વથા કેમ નથી ? એથી કહે છે –
ખભાના ભારને દૂર કરવા માટે અન્ય ખભા ઉપર આરોપ છે. કેમ ? અર્થાત્ ભોગથી થતી ભોગવી ઈચ્છાથી વિરતિ બીજા ખભા ઉપર આરોપસ્વરૂપ કેમ છે ? એથી કહે છે –
તેના સંસ્કારનું વિધાન હોવાથી તે પ્રકારના કર્મબંધથી સહિત અર્થાત્ ભોગકાળમાં જે પ્રકારનો સંશ્લેષભાવ વર્તે છે તેને અનુરૂપ ફરી ભોગની ઇચ્છા પેદા કરાવે તે પ્રકારના કર્મબંધથી સહિત અનિષ્ટ એવા ભોગના સંસ્કારનું વિધાન હોવાથી અર્થાત્ જીવને યોગમાર્ગમાં વિઘ્ન કરાવે તેવા અનિષ્ટ ભોગના સંસ્કારોનું આધાર હોવાથી, તત્વથી=પરમાર્થથી “સાનુબંધ ઇચ્છાના ઉચ્છેદનું જે કારણ બને તેને ઇચ્છાનો ઉચ્છેદ કહે અન્યને ઈચ્છાનો ઉચ્છેદ કહે નહિ” એવી તત્વદૃષ્ટિથી, તેની ઇચ્છાની અનિવૃત્તિ હોવાથી ભોગવી ઈચ્છાની અનિવૃત્તિ હોવાથી, ભોગની ક્રિયા ખભાના ભારને દૂર કરવા માટે બીજા ખભા ઉપર ભારનો આરોપ છે, એ પ્રકારે અવય છે.
‘ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૬૧ ભાવાર્થ
સ્થિરાદૃષ્ટિવાળા સાધક વિચારે છે કે ભોગમાં પ્રવૃત્તિ કરીને ભોગની ઇચ્છાની નિવૃત્તિ થાય છે તે ઇચ્છાની નિવૃત્તિ તાત્કાલિકી છે, પરંતુ મોક્ષનું કારણ બને તેવી અત્યંત ઇચ્છાની નિવૃત્તિ નથી. જેમ કોઈ માણસના એક ખભા ઉપર ભાર હોય અને તે ભારની પીડાને દૂર કરવા તે ભારને બીજા ખભા ઉપર મૂકે, ત્યારે ક્ષણભર જે ખભા ઉપર ભાર હતો ત્યાં પીડાની નિવૃત્તિ થાય, તોપણ બીજા ખભા ઉપર ભાર જવાને કારણે તે પીડાના સંસ્કારો તે બીજા ખભા ઉપર થાય છે. તેથી એક ખભા પરથી ભારને ઉપાડીને અન્ય ખભા ઉપર મૂકવાથી પીડાની અત્યંત નિવૃત્તિ થતી નથી; તેમ ભોગકાળમાં અનુભવાયેલા મધુરપણાના