________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૦
૪૧૧
અહીં પ્રશ્ન થાય કે ધર્મથી આક્ષિપ્ત પુણ્ય તે પ્રકારનો પ્રમાદ કરાવે છે, તો શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત પુણ્ય પ્રમાદનું બીજ કેમ બનતું નથી ? તેમાં હેતુ કહે છે .
--
અત્યંત અનવદ્ય તીર્થંકરાદિ ફ્ળશુદ્ધિની=અત્યંત નિરવદ્ય એવા તીર્થંકરાદિ ભાવોરૂપ ફ્ળની પ્રાપ્તિની કારણીભૂત એવી જીવમાં પેદા કરાવનારી શુદ્ધિની, પુણ્યસિદ્ધિ આદિમાં=પુણ્યની નિષ્પત્તિ આદિમાં, આગમના અભિનિવેશને કારણે ધર્મસાર એવા ચિત્તની ઉપપત્તિ હોવાથી શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત ભોગ પ્રમાદનું બીજ બનતા નથી, એ પ્રકારે અન્વય છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિમાં છે.
સામાન્યથી દૃષ્ટાંતને કહે છે=વ્યાપ્તિગ્રાહક દૃષ્ટાંત નહિ, પરંતુ બોધ કરવામાં ઉપયોગી એવા સામાન્ય દૃષ્ટાંતને કહે છે
–
ચંદનથી પણ ઉત્પન્ન થયેલ અગ્નિ બાળે છે જ; કેમ કે તે પ્રકારનો સ્વભાવ છે=અગ્નિમાં દાહ્ય વસ્તુને બાળવાનો સ્વભાવ છે.
અહીં પ્રશ્ન થાય કે ચંદનથી થતો અગ્નિ કેમ લીધો ? અન્ય અગ્નિ કેમ નહિ ? તેથી કહે છે
ચંદનની તે પ્રકારની શીતળ પ્રકૃતિ હોવાથી દૃષ્ટાંત ભાવની સંગતિ થાય તદ્ અર્થે ચંદનથી પણ થતો અગ્નિ બાળે છે એમ કહેલ છે.
અર્થાત્ જેમ શીતલ પણ ચંદનના અગ્નિથી દાહ થાય છે, તેમ આત્માને હિતકારી એવા ધર્મના સેવનથી પણ પ્રાપ્ત થયેલ ભોગો આત્માને અનર્થ કરે છે, બતાવવા ચંદનનું દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે. પ્રાયઃ આ=ચંદનથી થયેલો અગ્નિ, આવો છે=બાળવાના સ્વભાવવાળો છે. કોઈક અગ્નિ નથી પણ બાળતો; કેમ કે સત્યમંત્રથી અભિસંસ્કૃત એવા અગ્નિથી દાહની અસિદ્ધિ છે. આ=સત્યમંત્રથી અભિસંસ્કૃત એવા અગ્નિથી દાહની અસિદ્ધિ છે એ, સકલ લોકમાં સિદ્ધ છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૬૦||
* ‘દેવોવારો' માં ‘વિ’ પદથી મનુષ્યલોકનું ગ્રહણ કરવું.
* ‘અત્યન્તાનવદ્યતીર્થાનિશુદ્ધે:' માં 'વિ' પદથી ગણધરાદિનું ગ્રહણ કરવું.
* ‘પુસિન્ધ્યારો’ માં ‘વિ’ પદથી પુણ્યના ઉદયનું ગ્રહણ કરવું.
* ‘ચન્દ્રનાપિ’ માં ‘પિ’ થી એ કહેવું છે કે અન્ય કાષ્ઠથી થયેલો અગ્નિ તો બાળે છે જ, પણ ચંદનથી પણ થયેલો અગ્નિ બાળે છે.
ભાવાર્થ :
કોઈ જીવ દેશવિરતિ કે સર્વવિરતિ આદિ રૂપ ધર્મનું સેવન કરે છે, ત્યારે તેનાથી બંધાયેલું આનુષંગિક પુણ્ય તે જીવને દેવલોકાદિની પ્રાપ્તિ કરાવે છે, અને દેવલોકાદિ ભવમાં ભોગો પ્રાપ્ત થાય છે તે ભોગો પણ પ્રાયઃ જીવોને અનર્થનું કારણ બને છે; કેમ કે ભોગકાળમાં ભોગમાં કંઈક સંશ્લેષ થાય તે પ્રકારનો પરિણામ