________________
૪૦૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૯-૧૬૦ ઉભયનો પરિભોગ હોવાને કારણે, અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી=પાછળથી દરિદ્રતાની પ્રાપ્તિ છે જેને એવી લક્ષ્મી, બુદ્ધિમાનોને આનંદને માટે નથી જ; તે પ્રકારે લોકમાં દેહીઓનો=સંસારી જીવોનો, પાપનો મિત્ર એવો ભોગનો વિસ્તાર બુદ્ધિમાનોને આનંદ માટે નથી; કેમ કે તેની સાથે પાપની સાથે, અવિનાભાવ છે=ભોગના વિસ્તારનો પાપની સાથે અવશ્યભાવ છે. અહીં પ્રશ્ન થાય કે ભોગના વિસ્તારના પાપની સાથે અવિનાભાવ કેમ છે? તેથી કહે છે;
ભૂતોને જીવોને, હયા વગર ભોગ સંભવતો નથી, અને પ્રાણીઓના ઉપઘાતથી પાપ છે, એ પ્રકારની ભાવના છે=એ પ્રકારની સ્થિરાદષ્ટિવાળાની વિચારણા છે. ll૧પ૯ ભાવાર્થ
જે સંસારી જીવને પ્રથમ લક્ષ્મી પ્રાપ્ત થાય અને પાછળથી દરિદ્રતા પ્રાપ્ત થાય, એક ભવમાં લક્ષ્મી અને અલક્ષ્મી ઉભયનો પરિભોગ પ્રાપ્ત થાય છે, તેને પ્રાપ્ત થયેલી લક્ષ્મી દરિદ્રતાની સખી છે. તેવી લક્ષ્મી વિચારકને આનંદ માટે થતી નથી, પરંતુ જે લક્ષ્મી આવ્યા પછી જાય નહિ તેવી લક્ષ્મી આનંદ માટે થાય છે. તે રીતે સંસારી જીવોનો ભોગનો વિસ્તાર પાપનો મિત્ર છે; કેમ કે પ્રાણીઓને હણીને ભોગની પ્રાપ્તિ છે અને પ્રાણીઓનો ઘાત એ પાપ છે. તેથી સંસારી જીવોનો ભોગનો વિસ્તાર પાપનો મિત્ર છે, જે વિચારકને આનંદ માટે થાય નહિ. જે ભોગ પાપની સાથે મિત્રતાવાળો ન હોય તેવો ભોગ આનંદ માટે થાય છે. જેમ સંયમના પાલનથી ઉપશમ સુખનો ભોગ થાય છે જે ભોગ પાપની સાથે મિત્રતાવાળો નથી, અને સંયમ પ્રાપ્ત થયા પછી સમ્યફ પાલન કરવામાં આવે તો ઉપશમનું સુખ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સુખમય મોક્ષના સુખની પ્રાપ્તિ સદા માટે કરાવે છે. તેથી બુદ્ધિમાનોને તેવું સુખ આનંદ માટે છે.” આ પ્રકારે સ્થિરાદષ્ટિવાળા જીવો આલોચન કરીને મોક્ષની નિષ્પત્તિ અર્થે કરાતો પોતાનો પ્રયત્ન સ્થિર કરે છે. II૧૫લા અવતરણિકા -
धर्मभोग: सुन्दर इत्यप्याशङ्कापोहायाह - અવતરણિકાર્ય :
ધર્મભોગ=ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યથી પ્રાપ્ત થતો ભોગ, સુંદર છે, એ પ્રકારની પણ આશંકાતા નિવારણ માટે કહે છે – ભાવાર્થ :
સ્થિરાદૃષ્ટિવાળા જીવો પોતાની ધર્મની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે “ભોગ પાપનો મિત્ર છે તેમ વિચારીને, ભોગના વિસ્તારથી પરામુખ થઈને, સંયમના સુખ માટે ઉદ્યમશીલ થાય છે. ત્યાં કોઈક વિચારકને વિચાર આવે કે ધર્મના સેવનથી મળતા ચક્રવર્તી આદિના ભોગો તો અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેવા નથી; કેમ કે તે ભોગોથી પાપ બંધાતું નથી અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલા ભોગો હોવાના કારણે તે ભોગો ભોગવીને ભોગની ઇચ્છા શાંત થાય છે, તેથી તે મહાત્મા સંયમના પરિણામવાળા થાય છે અને ઉત્તરોત્તર ધર્મનું સેવન કરીને આત્મકલ્યાણ કરે છે. માટે તેવા ભોગો પ્રત્યે જીવને ઇચ્છા થાય તો શું વાંધો ?