________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૮-૧૫૯
૪૦૭ જે ધર્મ, તેને પ્રગટ કરવામાં બાધા કરે તેવો અંતરંગ પ્રમાદનો પરિણામ, તેના પરિત્યાગ માટે ઉચિત થત્વવાળા હોય છે; કેમ કે તે પ્રકારની અંતઃપરિશુદ્ધિ છે=લક્ષ્યની નિષ્પત્તિનો નિર્ણય કરી શકે તેવી ચિતની પરિશુદ્ધિ છે. ૧૫૮
અહીં શ્લોક પ્રમાણે ટીકાનો અર્થ પૂરો થાય છે. ત્યાર પછી “તેં હિ મિત્રત્વાકુશ્રુતપ્રથાના ફ્લેવમાત્રોચન્તિ" સુધી ટીકામાં કથન છે, તે વસ્તુતઃ આગળના શ્લોક-૧૫૯-૧૬૦-૧૬૧ એ ત્રણ શ્લોકના ઉત્થાનરૂપ ભાસે છે. પાઠશુદ્ધિ મળી નથી. સર્વત્ર પ્રસ્તુત શ્લોકની ટીકામાં આ જ પાઠ છે, છતાં પદાર્થની દૃષ્ટિએ આગળના શ્લોકોની અવતરણિકારૂપ હોવાની સંભાવના છે. તેથી તે પ્રમાણે આ ભાગનો અર્થ આગળના શ્લોકની અવતરણિકારૂપે કરેલ છે. ભાવાર્થ :
સ્થિરાદષ્ટિવાળા જીવો શ્લોક-૧૫૫-૧૫૬માં બતાવ્યું એ રીતે સંસારના સ્વરૂપને જોનારા છે, અને આત્મા માટે તત્ત્વરૂપ શુદ્ધ જ્ઞાન છે તેને પણ યથાર્થ જોનારા છે, જે શ્લોક-૧૫૭માં બતાવ્યું. તેઓ આવા પ્રકારના વિવેકવાળા હોવાથી સંસારનો ઉચ્છેદ કરીને શુદ્ધ આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં ધીરતાપૂર્વક યત્ન કરનારા હોય છે, અને તેના અર્થે બાહ્ય ઇન્દ્રિયોને વિષયોથી પરાક્ષુખ રાખવા માટે તેઓ પ્રત્યાહારપર હોય છે. વળી તેઓ પોતાની શક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિઓ કરીને શુદ્ધ આત્માના સ્વરૂપરૂપ ધર્મને પ્રગટ કરવા માટે યત્ન કરતાં બાધ કરે તેવા પ્રમાદદોષના પરિત્યાગમાં યત્ન કરનારા હોય છે, કેમ કે સૂક્ષ્મબોધને કારણે તેઓનું અંતઃકરણ તત્ત્વની નિષ્પત્તિના ઉપાયને જોઈ શકે તેવું પરિશુદ્ધ હોય છે. તેથી લક્ષ્યને યથાર્થ જોઈને ધીરતાપૂર્વક તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરે છે કે જેથી પોતાની શક્તિ પ્રમાણે સંસારના ઉચ્છેદમાં યત્ન થાય અને વીતરાગભાવની નિષ્પત્તિને અનુકૂળ સમ્યગુ યત્ન થાય.
અહીં વિશેષ એ છે કે સ્થિરાદૃષ્ટિમાં અવિરત સમ્યગ્દષ્ટિ પણ હોય, દેશવિરતિધર પણ હોય અને સર્વવિરતિધર પણ હોય, પરંતુ તેઓ સર્વ તત્ત્વને જોનારા છે. તેથી પોતે જે ભૂમિકામાં છે તે ભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવા માટેના યત્નપૂર્વક શુદ્ધ આત્માને પ્રગટ કરવાના અભિલાષવાળા હોય છે. તેથી ધીરતાપૂર્વક પોતાની શક્તિને અનુરૂપ ઉચિત અનુષ્ઠાનો તે રીતે સેવે છે કે જેથી અનુષ્ઠાનકાળમાં પ્રમાદને વશ થઈને ધર્મનિષ્પત્તિમાં બાધા ન થાય. તેથી આવા પ્રકારના સ્થિરાદૃષ્ટિવાળા જીવો જો સમ્યક્ત્વથી પાત ન પામે તો અવશ્ય અલ્પકાળમાં સંસારનો અંત કરીને સંસારના પારને પામનારા બને છે. I૧૫૮ અવતરણિકા :
एते हि भिन्नग्रन्थित्वादुत्तमश्रुतप्रधाना इत्येवमालोचयन्ति - અવતરણિકાર્ય :
આ સ્થિરાદષ્ટિવાળા જીવો, ભિન્નગ્રંથિપણું હોવાને કારણે ઉત્તમ શ્રુતપ્રધાન છે. એથી આ પ્રમાણે શ્લોક-૧૫૯-૧૬૦-૧૬૧માં બતાવે છે એ પ્રમાણે વિચારે છે –