________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૭
ટીકા ઃ
‘ગવાદ્યમ્'=ગાન્તર, ‘વાં’=, ‘બ્યોતિ:'=જ્ઞાનં, ‘અનાવાર્થ’=અમૂર્તતવા પીડારહિત, ‘અનામવમ્’=ગોમ્ ગત ત્ર, ‘વવું' ‘અત્ર’=લો, ‘તત્પર તત્ત્વ’ વર્તતે, સવા તથામાવાત્, ‘શેષ: પુનરુપત્નવ:' તથા સ્વરૂપેન માવાવિત્તિ ।।૭।।
૪૦૫
ટીકાર્થ ઃ
‘અવાદ્યમ્’ ભાવાવિત્તિ ।। અહીં=લોકમાં, જે અબાહ્ય=આંતર, કેવલ=એક, જ્યોતિ=જ્ઞાન, અનાબાધ=અમૂર્તપણું હોવાને કારણે પીડા રહિત, આથી જ=અમૂર્તપણું હોવાથી જ, અનામય=રોગ રહિત છે, તે પરં તત્ત્વ વર્તે છે=જીવ માટે શ્રેષ્ઠ તત્ત્વ છે; કેમ કે સદા તે પ્રકારનો ભાવ છે=હંમેશાં તે પ્રકારનો અર્થાત્ પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારનો જીવનો પરિણામ છે. શેષ=આવા જ્ઞાનથી શેષ દેહાદિ પદાર્થો, આત્મા માટે ઉપપ્લવ છે; કેમ કે તથાસ્વરૂપથી ભાવ છે=ઉપપ્લવ સ્વરૂપથી દેહાદિના સંબંધનો આત્મા સાથે ભાવ છે.
‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૧૫૭।।
.....
ભાવાર્થ :
આત્માનો જ્ઞાનનો પરિણામ એ એની મૂળ સંપત્તિ છે અને તે જ્ઞાન જીવમાં વર્તતો અંતરંગભાવ છે, અને આ જ્ઞાન અમૂર્ત હોવાને કારણે પીડારહિત છે અને અમૂર્ત હોવાને કા૨ણે રોગરહિત છે. આવો જે જ્ઞાનનો પરિણામ છે તે જ જીવ માટે તત્ત્વ છે. તેથી સ્થિરાદષ્ટિવાળા યોગી તેવા જ્ઞાનને તત્ત્વરૂપે જોઈને તેને જ લક્ષ્ય ક૨ીને તેને પ્રગટ કરવા માટે સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે; કેમ કે વિવેકને કારણે તે જુએ છે કે ‘આવો જ્ઞાનનો પરિણામ જીવનો સ્વભાવ હોવાથી સદા તે રૂપે રહેનારો છે. આથી જ સિદ્ધના આત્માઓ આવા જ્ઞાનના પરિણામવાળા હોવાથી સદા સુખમય અવસ્થાનો અનુભવ કરે છે; વળી આવા જ્ઞાન સિવાયના બાહ્ય દેહાદિ પદાર્થો જીવ માટે ઉપદ્રવરૂપ છે; કેમ કે દેહના સંબંધને કારણે જીવને પીડાનો અનુભવ થાય છે, રોગનો અનુભવ થાય છે અને સંસારની સર્વ પરિભ્રમણની કદર્થના ભિન્ન ભિન્ન દેહની પ્રાપ્તિથી થાય છે. માટે દેહાદિ સર્વ પદાર્થો જીવ માટે સદા ઉપદ્રવરૂપ છે.
વળી જીવનો જ્ઞાનનો પરિણામ જો દેહાદિ સાથે સંબંધવાળો ન હોય તો અમૂર્તભાવરૂપ છે, તેથી તેને ક્યારેય પીડાનો અનુભવ થાય નહિ; પરંતુ સંસા૨વર્તી જીવોને દેહ સાથે સંબંધ હોવાને કારણે સંસારી જીવોના જ્ઞાનમાં મોહના ઉપદ્રવો થાય છે, શાતા-અશાતાના ઉપદ્રવો થાય છે. તેથી સંસારી જીવો પોતાના જ્ઞાનથી જ સર્વ ઉપદ્રવોનું સંવેદન કરે છે; પરંતુ જો દેહાદિનો વિયોગ થાય તો તેનું અંતરંગ જ્ઞાન કોઈ ઉપદ્રવને પાર્મ નહિ, પરંતુ સદા પીડારહિત, રોગરહિત સંવેદનવાળું બને, અને જીવ માટે તે પરમ સુખવાળી અવસ્થા છે. તેથી તેવા જ્ઞાનને પ્રગટ કરવું એ જીવ માટે તત્ત્વ છે. આ પ્રકારે શ્રુતવિવેકથી સ્થિરાદષ્ટિવાળા જુએ છે. II૧૫૭II