________________
૪૦૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧પ-૧૫૭ સૂક્ષ્મદ્રષ્ટિ સમ્યગુ પરિણામ પામેલી હોય છે. તેથી જેમ સ્વપ્નમાં દેખાયેલો વૈભવ કોઈ વિવેકીને આસ્થાનું સ્થાન બનતો નથી, તેમ શ્રુતનો વિવેક જેનો ખૂલેલો છે તેવા સ્થિરાદષ્ટિવાળા યોગીને પર્યાયાસ્તિકનયની સૂક્ષ્મદષ્ટિથી સંસારના દેખાતા સર્વ પદાર્થો આત્મા માટે ઉપયોગી નથી, તેમ ભાસે છે. તેથી તેને તે સર્વ પદાર્થો સ્વપ્ન જેવા પદાર્થોની જેમ અનાસ્થાનું સ્થાન બને છે.
બાહ્ય પદાર્થો સ્વપ્ન જેવા અસાર બતાવવા માટે બીજાં બે દૃષ્ટાંતો બતાવ્યાં છે : (૧) જેમ ઝાંઝવાનું જળ વાસ્તવિક હોતું નથી, પરંતુ તૃષ્ણાવાળા મૃગલાને રેતી ઉપર પડતાં સૂર્યનાં કિરણો જોઈને દૂર દૂર પાણી છે તેવો ભ્રમ થાય છે, તેના જેવા જ બાહ્ય પદાર્થો છે. અથવા (૨) આકાશમાં મેઘધનુષ થાય છે ત્યારે લોકમાં કહેવાય છે કે આ ગંધર્વનગર છે અર્થાત્ દેવોનાં નગરાદિ છે. વસ્તુતઃ તે દેવોનાં નગરો નથી, પરંતુ વાદળાંની તે પ્રકારની રચના માત્ર છે, જે ક્ષણમાં વિનાશ પામનારી છે. તેમ આત્મા માટે આ બાહ્ય પદાર્થો ઉપયોગી નથી, ફક્ત ભ્રમને કારણે જીવોને આ સંસાર ભોગસામગ્રીમાં દેખાય છે; જ્યારે શ્રતવિવેકથી સ્થિરાદૃષ્ટિવાળાને તે સર્વ અસાર દેખાય છે. ll૧પવા અવતરણિકા :
સ્થિરાદષ્ટિવાળા જીવો શ્રતવિવેકને કારણે આખી ભવચેષ્ટાને અસાર જુએ છે અને બાહ્ય ભાવો સ્વપ્ન જેવા જુએ છે, તેમ સ્થિરાદષ્ટિવાળા જીવો શ્રતવિવેકને કારણે આત્મતત્વ કેવું જુએ છે? તે બતાવે છે – બ્લોક :
अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् ।
यदत्र तत्परं तत्त्वं, शेषः पुनरुपप्लवः ।।१५७।। અન્વયાર્થ :
અત્ર=અહીં=લોકમાં જે વાહ્ય વેવજ્યોતિઃ નિરવા” નામયઅબાહ્ય, કેવલ, જ્યોતિ, નિરાબાધ, અનામય છે તત્તે પરં તત્ત્વ શ્રેષ્ઠ તત્ત્વ છે. શેષ: પુન: આ પરં તત્ત્વ સિવાય અન્ય વળી ૩૫ર્તવ=ઉપપ્લવ છે જીવ માટે ઉપદ્રવ છે, એ પ્રમાણે શ્રતવિવેકથી સ્થિરાદષ્ટિવાળો જુએ છે, એમ પૂર્વશ્લોકથી અનુવૃત્તિ છે. ૧પશા.
શ્લોકાર્ધ :
લોકમાં જે અબાહ્ય, કેવલ, જ્યોતિ, નિરાબાધ, અનામય છે તે શ્રેષ્ઠ તત્ત્વ છે. આ પરં તત્ત્વ સિવાય અન્ય વળી જીવ માટે ઉપદ્રવ છે, એ પ્રમાણે શ્રતવિવેકથી સ્થિરાદષ્ટિવાળો જુએ છે, એમ પૂર્વશ્લોકથી અનુવૃત્તિ છે. ૧૫૭ી