________________
૪૦૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૬ શ્લોક :
मायामरीचिगन्धर्वनगरस्वप्नसनिभान् ।
बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः ।।१५६।। અન્વયાર્થ:
સ્થિરાદષ્ટિવાળો જીવ ઋવિત: શ્રતવિવેકને કારણે વાન્ ભવા=બાહ્ય ભાવોને માથામરવિકથર્વનારસ્વત્રિમા=ઝાંઝવાના જળ, ગંધર્વનગર અને સ્વપ્ન જેવા તત્ત્વને તત્વથી પતિ જુએ છે. ૧૫૬ શ્લોકાર્થ :સ્થિરાદષ્ટિવાળો જીવ, ચુતવિવેકને કારણે બાહ્ય ભાવોને ઝાંઝવાના જળ, ગંધર્વનગર અને સ્વપ્ન જેવા તત્ત્વથી જુએ છે. ll૧૫કા ટીકા :
'मायामरीचयो'=मृगतृष्णिका, 'गन्धर्वनगरं' हरिश्चन्द्रपुरादि, 'स्वप्नः' प्रतीत एव, एतत्सन्निभान्= एतदाकारान्, ‘बाह्यान्'-देहगृहादीन्, ‘पश्यति' 'तत्त्वेन'=परमार्थेन, 'भावान्' पदार्थान्, कुत इत्याह ‘ઋવિવેતા'=સચરાન શ્રુતજ્ઞાનેન શારદા. ટીકાર્ય :
માથામરીયો' . શ્રુતજ્ઞાનેન ! બાહ્ય એવા દેહગૃહાદિ ભાવોને=આત્માથી જુદા એવા દેહ, ઘર આદિ પદાર્થોને માયામરીચિ=ઝાંઝવાના જળ, ગંધર્વનગર=હરિશ્ચંદ્ર નગરાદિ દેવોના નગરાદિ, સ્વપ્ન= પ્રતીત જ છે, એમના જેવા=એમના આકારવાળા, તત્વથી=પરમાર્થથી, જુએ છે – શેનાથી જુએ છે ?=કયા હેતુથી જુએ છે ? એથી કહે છે;
શ્રુતતા વિવેકથી=સમ્યફ પરિણત એવા શ્રુતજ્ઞાનથી, બાહ્યભાવોને ઝાંઝવાના જળ આદિ જેવા જુએ છે. ll૧૫૬ાા ભાવાર્થ:
ભગવાનનું વચન અનેક નયાત્મક છે, અને દરેક નયને ઉચિત સ્થાને યોજન કરવાથી જીવને વિવેકદૃષ્ટિ આવે છે, અને વિવેકદૃષ્ટિથી નયોને યોજવામાં આવે તો આત્મકલ્યાણનું કારણ બને છે. વળી ભગવાનની દેશના દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી યુક્ત હોય છે, અને પર્યાયાસ્તિકનય પદાર્થને ક્ષણિક બતાવે છે; એટલું જ નહિ, પણ પર્યાયાસ્તિકનયની સૂક્ષ્મદ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષણિક એવા આ બાહ્ય પદાર્થો આત્માને માટે ઉપયોગી નથી, તેથી પરમાર્થથી તે પદાર્થો નથી તેમ જણાય છે. સ્થિરાદષ્ટિવાળા યોગીને આ