________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૪-૧૫૫
તમન-તદ્દેશ્યા આદિથી કરવું જોઈએ, (૬) જેથી તે અનુષ્ઠાનના સેવનથી ઉત્ત૨ ઉત્તરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. આવું અનુષ્ઠાન ક્રમને આશ્રયીને અભ્રાંત હોય છે, અને આથી અતિચાર વગરનું પણ હોય છે.
આશય એ છે કે સમ્યગ્ બોધ સમ્યપ્રવૃત્તિ કરાવે તેવો નિયમ છે, અને સ્થિરાદષ્ટિવાળા જીવોને સમ્યગ્બોધ હોય છે, તેથી પોતાના વંદનાદિ કૃત્યમાં કોઈ અતિચાર ન લાગે તે રીતે શાસ્ત્રના ક્રમથી કૃત્ય કરે છે, તેથી તેઓનું કૃત્ય અતિચાર વગરનું કહેલ છે. આમ છતાં કોઈક જીવને અતિચારઆપાદકકર્મ બલવાન હોય તો સમ્યગ્ બોધ અને સમ્યગ્ રુચિ હોવા છતાં કૃત્યમાં સ્ખલના પણ થાય, તેની અહીં વિવક્ષા કરી નથી; પરંતુ સમ્યગ્ બોધ સમ્યપ્રવૃત્તિ કરાવે તે નિયમને સામે રાખીને અતિચાર વગરનું વંદનાદિ કૃત્ય કહેલ છે.
૪૦૧
વળી સ્થિરાદષ્ટિવાળા જીવોનું વંદનાદિ કૃત્ય અભ્રાંત હોય છે, અતિચાર વગરનું હોય છે, તેમ સૂક્ષ્મબોધથી યુક્ત પણ હોય છે; કેમ કે ગ્રંથિભેદને કારણે સ્થિરાદષ્ટિવાળા જીવોમાં વેઘસંવેદ્યપદ હોય છે. આશય એ છે કે સ્થિરાદૃષ્ટિવાળા જીવોએ, દરેક કૃત્યને લક્ષ્ય એવા મોક્ષ સાથે જોડી શકે તેવો સૂક્ષ્મબોધ પ્રાપ્ત કરેલો હોય છે, અને તેથી સ્થિરાદૃષ્ટિવાળા જીવો જે અનુષ્ઠાનો કરે છે તે સર્વ અનુષ્ઠાનો સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે; અને તેના કારણે તેઓનાં તે તે અનુષ્ઠાનો ઉત્તર ઉત્તરનાં અનુષ્ઠાનોની નિષ્પત્તિ દ્વારા વીતરાગભાવરૂપ ફળમાં પર્યવસાન પામનારાં હોય છે. II૧૫૪॥
અવતરણિકા :
શ્લોક-૧૫૪માં કહ્યું કે સ્થિરાદૅષ્ટિનું દર્શન પ્રત્યાહારવાળું છે. તેથી સ્થિરાદૅષ્ટિવાળા જીવોને સંસારની પ્રવૃત્તિ કેવી દેખાય છે ? તે બતાવે છે
શ્લોક ઃ
-
बालधूलीगृहक्रीडातुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाखिलैव हि ।।१५५।।
અન્વયાર્થ :
તમોપ્રન્થિવિમેવેન=તમોગ્રંથિનો વિભેદ થયેલો હોવાના કારણે-તત્ત્વને જોવામાં આંતરચક્ષુને અપ્રવૃત્ત કરનાર અંધકારરૂપ ગ્રંથિનો ભેદ થયેલો હોવાના કારણે ઘીમતા=બુદ્ધિમાનોને વાનપૂત્તીવૃદ્ઘડાતુત્વા= બાળકની ધૂળનાં ઘર બનાવવાની ક્રીડા જેવી અસ્વિતા વ મવચેષ્ટા=સઘળી જભવચેષ્ટા અક્ષ્યાં=આમાં= સ્થિરાદષ્ટિમાં માતિ=ભાસે છે. ।।૧૫૫ા
શ્લોકાર્થ ઃ
સ્થિરાદૃષ્ટિમાં તત્ત્વને જોવામાં આંતરચક્ષુને અપ્રવૃત્ત કરનાર અંધકારરૂપ ગ્રંથિનો ભેદ થયેલો હોવાને કારણે સઘળી જ ભવચેષ્ટા બુદ્ધિમાનોને બાળકની ધૂળનાં ઘર બનાવવાની ક્રીડા જેવી ભાસે છે. ।।૧૫૫।।