Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जीवन
તરફ સ્ત્રીઓ શાંત ચિતે બેસી વ્યાખ્યાન-પૂ. ગુરૂદેવને ઉપદેશ સાંભળી રહ્યાં હતાં. કેણ હતા એ પૂ. ગુરુદેવ!
એ હતા પ. પૂ. ગુરૂદેવ પરમ ગીરાજ “વિરલ વિભૂતિ” પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્ર સૂરિશ્વરજી મહારાજ. અને આત્માથી ભવ્યજીવોને સંભળાવી રહ્યા હતા-સંસાર સાગરને તરવાની તાકાત આપનારી ઉપદેશવાણી-અવિરલ અને અવિરત.
પૂ. ગુરૂદેવના તેજમાં અંજાઈ ગયેલા અધિકારીઓ પહેલા તો માનવ મેદનીમાંજ જગા મળી ત્યાં બેસી ગયા. અને પછીતો.........
પછીતે જેણે એક વખત સાંભળી હોય-કેવળી ભગવંતોએ પ્રરૂપેલી–ગણધર મહારાજાઓ એ ગ્રહણ કરી, આગમ સુત્રો રૂપે રચેલી-ઉપદેશ વાણું–અને તે પણ મહા પ્રભાવશાળી અને સચોટ રીતે સમજાવનાર મહાન વિભૂતિના મખે. એનું દિલ પીગળ્યા વિના રહે ખરું ? એના દીલમાં સત્ય-અહિંસા-અસ્તેય-બ્રહ્મચર્યને અંશ પ્રવેશ્યા વિના રહે ખરો? અને ખરે જ એ વિતરાગની વાણીના પ્રભાવને વશ બંને અધિકારીઓ પરસ્પર કહેવા લાગ્યા........
ભાઈ? આવા પરમ ગીરાજ તે કંઈ અગ્ય-બીન કાયદે કામ કરતા કે કરાવતા હશે ખરા કે? આતો અયોગ્ય કરનારને યોગ્ય રસ્તે વાળવા સદુપદેશ આપે છે. તે પછી આવા મહાત્મા પોતે અવળા માગે કદાપિ જાય જ કેમ?
વાત ખરી છે પરંતુ આપણે તે ચીઠીના ચાકર-કાયદાના ગુલામ. કાયદાનું પાલન તે કરવું જ જોઈએને ? ફરજ તે અદા કરવી જ જોઈએને?
તો આપણે આ મહાન આત્મા સમક્ષ શું કહીશું? એતો મને પણ સમજાતું નથી?
અને આમ વિમાસણામાં પડેલા બંને અધિકારીઓ-વ્યાખ્યાન પુરૂ થયું માનવ મેદની ગુરૂદેવના ચરણ કમલને સ્પર્ષ કરી ધન્ય અનુભવતી–પૂ. ગુરૂદેવના મૂખે ધર્મલાભ” જે અમૂલ્ય શબ્દ સાંભળી અહેભાગ્ય માનતી-એક પછી એક વીખેરાવા લાગી–અને જ્યારે ઉપાશ્રયમાં વૈરાગી–ત્યાગી સાધુ સમુદાય શિવાય બીજા ગણ્યાજ જીવાત્માઓ રહ્યા ત્યારેજ આ બે અધિકારીઓની આંખ ઉઘડી ફરજનું ભાન થયું.
બંને ઉભા થઈ પૂ. ગુરૂદેવ પાસે આવ્યા વંદન કરી બેઠા. અને એક અધિકારીએ ડરતાં ડરતાં વાત કહેવાની શરૂઆત કરી.
ગુરૂદેવ ! કહેતાં જીભ ઉપડતી નથી છતાં ફરજને વશ કહ્યા શિવાય છૂટકે નથી અમે બંને કાયદાના આદેશને આધિન પરમ દિવસે જે કિશરને દિક્ષા આપવાની છે એની તપાસ કરવા આવ્યા છીએ. અમારી પાસે એક અરજી આવી છે કે આ કિશોરને ભેળવીને બળાત્કાર પૂર્વક દિક્ષા અપાય છે. ઉપરાંત તે આજે અનાથ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org