Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
આ ભેજનું કીર્તિશિખર
લેખક:શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ
અમદાવાદ ”
"
કે
ક "
. "
*
વિક્રમના અગીઆરમા શતકની મધ્યમાં જે વખતે માળવામાં ધારાપતિ ભેજ રાજાનું કીતિશિખર ઊંચું ઊંચું ચડયે જતું હતું, તે વખતે થોડાં વર્ષ અગાઉ જીવી ગયેલા એ રાજાઓનાં યશ-પરાક્રમ ભારતમાં સારી પેઠે ગવાઈ રહ્યાં હતાં. એક હતો ડાહલ દેશનો (ચેટિન-બુંદેલખંડનો) હૈહય વંશનો રાજા ગાંગેય દેવ અને બીજો હિતે તૈલંગણમાં માન્ય ખેટનો ચાલુક્ય વંશીય રાજા તૈલપદેવ.
ભોજ અને ગાંગેયનો સંસ્કૃત પ્રબંધ ભજન કીર્તિગાન સાંભળીને ઈર્ષ્યાથી બળતા ગાંગેયનું ચિત્ર દેરી આપે છે. ભેજ અને ગાંગેય વચ્ચે કઈ વૈર-વિધિનું રાજ પ્રકરણી કારણ ન હોવા છતાં ગાંગેય ૧૪૦૦ હાથી, પાંચ લાખ ઘેડા અને ૨૧ લાખ પાયદળ સાથે ભેજની સામે ચડે છે અને ગોદાવરીને તીરે પડાવ નાંખે છે. ભેજ પણ વળતો જવાબ આપવા પ્રમાણમાં પોતાનું નાનું સરખું લશ્કર લઈને જાય છે. ગાંગેય પોતાના પંડિત પરિમલને ભેજને ડરાવવા અને પોતાનાં મેટાં લશ્કરનો ખ્યાલ આપવા મોકલે છે, ત્યારે જ પિતાના મંત્રી છિત્તિપને ગાંગેય પાસે સંધિ કરવા મોકલે છે. ગાંગેય છિત્તિપ પાસે પિતાના જંગી સેનાની ગર્વપૂર્વક વાત કરે છે. છિત્તિપ એને નમ્રતાથી સમજાવવા અને સૈન્યનો ગર્વ છોડી દેવા વિનંતિ કરે છે. એવામાં ગાંગેયની છાવણીમાં એક વિચિત્ર બનાવ બને છે. એક ગાંડો થયેલે હાથી છાવણીમાં દોડાદોડી કરી રહ્યો છે, સૈનિકોને કચડી રહ્યો છે, તંબૂ રાવટી વગેરેનો નાશ કરી રહ્યો છે. અને તેથી મેર કોલાહલ પ્રસરી રહ્યો છે. ગાંગેય કોલાહલનું કારણ પૂછે છે ત્યારે તેને કહેવામાં આવે છે કે ગાંડો હાથી છાવણીને ઘાણ કાઢતો ઘુમી રહ્યો છે, તરત ગાંગેય પોતાની જાનની સલામતી માટે લાકડાના મોટા પિંજરામાં પેસી જાય છે અને પિંજરની અર્ગલા બંધ કરી દેવામાં આવે છે.
આ તક જોઈને છિસિપ પોતાના એક માણસને તેના પગરખા પર છુપે સંદેશ લખી આપીને ભેજ પાસે મોકલે છે, ભેજ એ સંદેશ વાંચી ગાંગેયના સૈન્ય પર ઓચિંતે તૂટી પડે છે, અને કાષ્ટ પિંજરમાં પુરાયેલા ગાંગેયને પકડી લઈ સોનાની બેડી પહેરાવી ધારામાં લઈ જાય છે. એ વખતે પંડિત પરિમલ એક લોક કહી ભેજને પ્રસન્ન કરે છે અને તેની વિનંતિથી ગાંગેયને છોડીને સહીસલામત રીતે તેના દેશમાં જવા દેવામાં આવે છે. ગાંગેયદેવની રાજધાનીનું નગર એ કાળે સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કાશીનગરી હતું.
ગાંગેયના મૃત્યુ પછી એને ગર્વ એના પુત્ર કર્ણદેવમાં ઉતર્યો હતો. પિતાની કીતિ સુવાસ ભોજના કીતિ શિખરને જમીનદોસ્ત કરી ન શકી તેનું તેના મનમાં વિર વસ્યું હતું. તે ભેજની પેઠે પિતાના દરબારમાં પંડિતો રાખત, એ પંડિતની બ્રહ્મસભા ભરત, કાવ્યશાસ્ત્ર વિનોદ ચલાવતો, દાનો આપતો અને પોતે નામે કર્યું હતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org