________________
विषमगृह ભેજનું કીર્તિશિખર
३४३ અર્થાત –હે સરવર! અત્યારે તું જળથી ભરપૂર છે, એટલે જળવડે તૃષાતુરની તૃષા સંતોષવાને તારે માટે આજ અવસર છે. ભવિષ્યમાં આટલું બધું જળ તો ત્યારે જ મળવા પામે કે જ્યારે વાદળાં વસે. (અને ન વસે તે તને જળનું દાન કરવાનો અવસર નજ મળવા પામે). તાત્પર્ય એ છે કે ધનને સંગ્રહ કરવાનું તેને કદાપિ મન થતું નહિ. ભવિષ્યમાં સંકટને સમયે ધન જોઈએ તેટલા માટે તેને સંગ્રહ કરવાનો એકવાર તેના પ્રધાને તેને ઉપદેશ આપેલો, ત્યારે તેણે જવાબ આપેલો કે કવ આવે છે ત્યારે સંગ્રહેલું ધન પણ ઉપયોગમાં આવવાને બદલે નાશ પામે છે, માટે તેને તે સ્વહસ્તે ઉપયોગ કરો ઘટિત છે.
ભેજે વિદ્યાને ઘટતું મહત્વ અને ઉત્તેજન આપ્યું, જાતે વિદ્યા સંસ્કાર ગ્રહણ કરીને સાહિત્ય નિર્માણ કર્યું ધન એ સંગ્રહવાની નહિ પણે ત્યજવાની વસ્તુ છે એ સત્યને તેણે આખા જીવન દમિંયાન આચરી બતાવ્યું અને પ્રજામાં સંસ્કારધન સિંચવાને અંત સુધી મંથન કર્યું. એ ચાર વસ્તુઓના ચતુષ્કર્ણય મંદિર ઉપર ભેજનું કીતિશિખર ઉભું છે, અને એ જ કાળની એક કિંવદન્તીની સજીવતાથી આજસુધી રક્ષાતું રહ્યું છે. એ કિંવદંતી છે “ક્યાં રાજા ભેજ અને કયાં ગાંગેયતઈલ.”
આ કિવદંતી અનેક ભ્રષ્ટ રૂપાંતરોદ્વારા પણ આજ સુધી સજીવ-પ્રવાહિત રહી છે. તે એટલે સુધી કે ભેજનો લેહને વિજયસ્તંભ જે ધારામાં રાજપ્રાસાદની સામે ઉભો કરવામાં આવ્યું હતો. અને જે આજે જુમા મજીદ પાસે ભાંગેલી હાલતમાં પડે છે તેને લોકો “ગાંગલી ઘાંચણના ત્રાજવાની દાંડી' કહે છે, અને મુળ કિવદન્તી ને “કયાં રાજા ભેજ ને કયાં ગાંગો તેલી” અથવા “ગાંગલી ઘાંચણ” એવા વિકૃત સ્વરૂપમાં. ઉચ્ચારે છે. જુદા જુદા પ્રાંતોમાં એજ કિંવદન્તીનાં જુદાં જુદાં વિકૃત સ્વરૂપ પ્રચલિત છે. મહારાષ્ટ્રમાં કહેવાય છેઃ “કેડે રાજા ભોજ આણિ કેઠે ગંગા તેલી” માળવામાં “કહાં રાજા ભેજ ઔર કહાં ગાંગલી તેલણ પ્રચલિત છે. ઉત્તર પ્રદેશમાં કહાં રાજા ભેજ ઔર કહાં ભજવા તેલી” એવું કહેવત ઘડાયું છે. બુંદેલખંડમાં કહાં રાજા ભોજ ઔર કહાં ટૂટા તેલી” એમ બોલાય છે. બંગાળ-બિહારમાં “કહાં ગાંગિયા તેલિની એમ બોલાય છે. પંચમહાલમાં પ્રચલિત કહેવત “કહાં રાજા ભેજ અને કહાં ગાંગો તેલી: કયાં નામહેર અને કયાં અધેલી” એ તે પૂરી રીતે ગાંગે ય અને તઈલનું સાચું મૂલ્યાંકન કરી તત્કાલીન રાજાઓમાં ભેજરાજાના કીર્તિશિખર પર સોનાને કળશ ચઢાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org