________________
> <>>XXXXXXXXXXXXXXXXXXXXX
અહિંસા અને વિશ્વશાંતિ
SSR XXXXXXXX
纪K又双兴民
ફુલચંદ હરીચંદ, દોશી “મહુવાકર.” XXXXXXXXXXXXXXXXXXXXXXXXX
એક વીર તે એ ગણાય છે જે તલવારના બળ પર શાસન કરે છે. અને સામ્રાજ મેળવે છે. તલવારના બળ પર એ દુટ મનાતા હજારો લાખનો વિગ્રહ કરે છે. આ જાતની વીરતા તો હજારો વર્ષથી ચાલી આવે છે. આજે તો હવે વિજ્ઞાનની વિવિધ શેએ સંહારક શસ્ત્રોમાં હાઈડ્રોજન બોમ્બ શોધી કાઢયો છે. અને જગતનો સંહાર કરવાના શસ્ત્રોની શોધ પણ ચાલી રહી છે; પણ એ તલવારની ધારેને બુઠ્ઠી બનાવવા અને હાઈડ્રોજન બોમ્બ જેવા કાતિલ શસ્ત્રોને નાકામયાબ બનાવવા કે મહાવીર બુદ્ધ કે ગાંધી ઉત્પન્ન થાય છે તે શસ્ત્રાસ્ત્રોને નકામાં ઠરાવે છે. અને પ્રાકૃતિક શસ્ત્ર અહિંસાદ્વારા દુષ્ટોને વિગ્રહ નહિ પણ અનુગ્રહ કરે છે. અને ઉજડ થઈ ગયેલી જગતની ફુલવાડીમાં શાંતિ સુધા વરસાથી એ ગુલશનને હર્યોભર્યો બનાવે છે.
આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે અહિંસામય આચરણ દ્વારા આત્મ પ્રકાશ મેળવીને જગતને અહિંસાની ભેટ આપી. અહિંસાના સામ્રાજ્યમાં નથી થતા વિગ્રહો, નથી થતા કલેશે, તેમાં પરની પીડા નથી, બીજાની શાનિતને નાશ કરવાની ઈચ્છા નથી. દરેક વ્યકિત સંસારને પિતાનું કુટુંબ સમજે છે. શાન્તિનું વાતાવરણ જગતમાં નવનિર્માણ કરે છે.
ભગવાન મહાવીરની અહિંસા તો માનવ માનવ માટે તો શું પણ પશુ પંખી અને નાના જંતુઓની દયાને માટે મહાન સંદેશ આપી જાય છે.
ભગવાન બુધે પણ યજ્ઞયાગાદિ માટે જેહાદ જગાવી હતી અને અહિંસાને જગતના ખુણે ખુણે પ્રચાર કર્યો હતે.
અહિંસા કટિ કોટિ માનવેને પ્રેમ શ્રદ્ધાપૂર્વક ભેટે છે. ને બધાને સમાન અધિકાર આપે છે. જીવનનું કઈ પણ કાર્ય અહિંસા વિના થઈ શકતું નથી, અહિંસા જીવનને મૂળ મંત્ર છે, દેવી શકિત છે. અહિંસાના રાજ્યમાં જગતના તમામ જીવો પ્રાણી માત્રને સુખશાંતિ અને સંતોષપૂર્વક જીવવાનો અધિકાર છે. “ અને જીવવા દા એ અહિંસાનું મહાન સૂત્ર છે. જે આપણે કેઈને પ્રાણ આપી શકતા નથી તે. કોઈના પણ પ્રાણ લેવાને આપણને કશો અધિકાર નથી.
પડતાને ઉઠાવવા, દલિત-પતિતને ગળે લગાડવા, બીજાને ઉન્નત બનાવવા, પ્રત્યેકને અનુકુળ સહયોગ આપ, બધાંની સાથે પ્રેમ અને શાન્તિ તેમજ વાત્સલ્યભર્યો વર્તાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org