Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 486
________________ विषय खंड આજનો જૈન અને ગૃહસ્થ ધર્મ ३६५ જીવન પુરૂં થતાં તેના કર્મોનુસાર તે શાંતિ મેળવશે કે આથી પણ વધુ કાતીલ અશાંતિ એ કોણ કહી શકે? શાસ્ત્રમાં બે ઘડી જેટલો કાળ પણ દરરોજ પોતાના જીવનમાંથી શાંતિ તરફ વળવા માનવ ધારે તો તેટલા સમય માટે શ્રાવક “સામાયિક લઈ બેસી શકે છે. સામાયિકના સમય દરમિયાન અન્ય વિચારને તિલાંજલી આપી ફક્ત આત્માને નેવર દેવે ભાખેલ પંચ પરમેષ્ટિ સ્વરૂપ નવકાર મહામંત્રના જાપ તરફ વાળવા ખાસ આગ્રહ રાખે એ આ વૃતનો ઉદેશ ચિતની એકાગ્રતા, લીનતા, અડગતા અને છેવટે સ્થિરતા કેળવશે તે એકમાંથી બે, ચાર ને વધતાં વધતાં ધર્મના સારથિ તીર્થ કર ભગવાને ભાખેલ જીવનપર્યંતના સામાયિક તરફ આત્મા વળી જશે. તે આત્મા અખંડ શાંતિ તરફ જઈ શકશે. આ વ્રતને “સામાયિક વ્રત” ના ઉત્તમ નામથી જને ઓળખે છે. દેશાવગાસિક વ્રત દિશા મર્યાદા વ્રતની સંક્ષેપમાં જ આ વ્રત છે દિશા પરિમાણ વર્ષભર કે જીવનભર માટે કરવામાં આવે છે ત્યારે આ વ્રત અમુક સમયથી શરૂ કરી અમુક દિવસો સુધી છોડીને કયાંય ન જવું એવા અભિગ્રહ સાથે આવો સમય સામયિકમાં પસાર કરે છે. આ વૃતથી પણ ઇન્દ્રિય પર સંયમ કેળવાય છે. બીજાં વ્રતોને પુષ્ટિ આપનાર બને છે. ગૃહથી પોતાના જીવનના અમુક અમુક સમયમાં આ વ્રતને ધારણ કરી નિસ્પૃહિનિર્લોભી અને ત્યાગ ભાવનાના ઉત્કર્ષ પાછળ ખેંચાય છે. અને પરિણામે તેમાં મહાન લાભને ઉત્પાદક બની શકે છે. અગ્યારમું વ્રત પૌષધ અને ઉપવાસ ને સંયુક્ત કરવાથી બન્યું છે. પર્વતિથિના દિવસોમાં ધર્મની પુષ્ટિ એટલે પિષ) માટે ઉપવાસ કરી પૌષધ લેવાય છે. બે ઘડીનું સામાયિક લેનાર વ્યક્તિ તેટલા સમયની શાંતિ ઈચ્છી સંસારની આંટીઘૂંટીથી મુક્ત રહે છે તેમ ઔષધ લેનાર વ્યક્તિ ચાર પહેર, આઠ પહોર કે વધુ દિવસે લગી ધર્મપુષ્ટિ અર્થે પૌષધેપવાસ વ્રત ધારણ કરે છે તેટલો સમય તે વધુને વધુ સંસારથી વિરક્ત અને સાધુ જીવન તરફ રકત બનતો જાય છે. આ સમય દરમિયાન તેના આત્માને સંસારની મલીનતાની કઈ પ્રકારની રજ ન લાગવાથી શુદ્ધ આયનામાં મુખ જવાય તેમ આત્માને નિહાળવાની શક્તિ પ્રાપ્ત કરી શકે છે. ઈન્દ્રિયસંયમ વધુ કેળવાતાં ભવિષ્યમાં તીર્થકર ભગવંતની ભાખેલ ભાગવતી દિક્ષાને અંગિકાર કરવા પાછળ ત્યાગ ભાવનાની ખીલવણી કરી શકે છે. અતિથિ દેવો ભવઃ એ પ્રાચીન સૂત્ર જૈન જૈનેતર તમામ કામ માટે મહાનતા દશક પુરવે છે સંસારમાં અતિથિ મહેમાન એક બીજાના સંબંધ પ્રમાણે આવજા કરે છે તેમની સેવા સુશ્રુષા અરસ પરસના બ્રાતૃભાવ ઉત્પન્ન કરાવે છે જૈન ગૃહસ્થીની સામે આ સુત્રાનુસાર અતિથિ તરીકે જૈન સાધુ સાધ્વીઓ જ કપેલા છે. તેમને આવવાનું ચોકકસ નિણિત ન જ હોય પણે જ્યારે જ્યારે કઈ પૂણ્યબળે તેવા મહાન આત્માનાં પગલાં થાય ત્યારે તેમને દોષરહિત ખોરાક ભકિત ભાવપૂર્વક આપ. તેમની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502