Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
લેખક શ્રી જગજીવનદાસ કપાસી,
ચુડા,
(શ્રી કીર્તિકુમાર વારા તરફથી, પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય યતીન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના હીરક જયંતિ મહોત્સવ પ્રસંગે એક અભિનંદન ગ્રંથનું પ્રકાશન કરવાનું હોઈ તે માટે એક લેખ લખી મોકલવાનું. આગ્રહભર્યું આમંત્રણ આવ્યું, ત્યારે સ્વાભાવિક રીતે મને થયું કે મારે શું લખવું? આમ તો સામાન્ય રીતે મારૂં જીવન નિવૃતિ પરાયણ જેવું છે; જે કે વર્ષોથી ગળે વળગેલી નોકરી તો ચાલુ જ છે, તેવી માનસીક પરિસ્થિતિમાં મન તે લાંબા લાંબા લેખે, ટૂંકી વાર્તાઓ અને નવલકથા લખવાના ઘેડા ગણ્યા કરે છે; પરંતુ કેણ જાણે શાથી કલમ પકડી કાગળ ઉપર હાથ ચલાવવાનું બનતું નથી. હા, કોઈ વખત કોઈ સજન કે મિત્ર પત્ર દ્વારા પ્રેરણું આપે છે, ત્યારે કદિક એકાદ લેખ કે ટૂંકી વાર્તા લખી નાખું છું, પણ પછી પાછે જ્યાં ત્યાં. )
- માનસિક અવસ્થામાં એક વખત હું બહારગામ રેલદ્વારાએ જતો હતે. શિયાળાનો દિવસ હતો અને ગાડી સવારમાં ચાલી જતી હતી, એટલે મન પ્રફુલ્લ હતું. સહન થાય તેવી ઠંડી હતી, જેથી ડબાની બારીથી પ્રભાતના સોનેરી તડકામાં બેસી સુષ્ટિ-- સૌન્દર્યનું અવલોકન કરતા હતા. એકાદ સ્ટેશન આવતાં ગાડી ઉભી રહી અને બે-ચાર ઉતારૂઓ મારા ખાનામાં આવીને બેસી ગયા. ગાડી સ્ટેશન છોડીને ચાલુ થતાં તેમના વચ્ચે વાતચિત ચાલુ થઈ. તેમની વાત ઉપરથી તેઓ જૈન હોવાનું જણાતા હતા. દેરાવાસી હતા કે સ્થાનકવાસી, તે જાણવાની મને ઉત્કંઠા નહોતી. કારણકે મારા મનથી દેરાવાસી કે સ્થાનકવાસીને ભેદ ઘણેજ નજીવો હતે. વળી હું તે મૌન રહી તેમનો વાર્તાલાપ સાંભળતો હતો એટલે તેમની સાથે કોઈ વાતમાં ઉતરવાની ઈચ્છા નહોતી. તેઓ વેપારી હતા અને સામાન્યતઃ તેમની વચ્ચે વેપાર અંગેની જ વાત ચાલતી હતી. તેમની વાતચિત મુખ્યત્વે ચીજ વસ્તુઓના ભાવ-તાલ, તેજી-મંદીના કારણે, સદા અને સટ્ટાની વાતે, તથા અમુક ભાઈ ગરીબમાંથી તવંગર અને અમુક ભાઈ તવંગરમાંથી ગરીબ થઈ ગયાના દાખલા તેમજ અમુક ભાઈએ અમુક સંસ્થામાં મોટી રકમનું દાન કર્યું અને પોતાનાં નામની તહી ચડાવી તથા અમુક ભાઈએ તેમની દીકરી કે દીકરાનાં લગ્નમાં અમુક હજાર રૂપિયાનું ખર્ચ કરી વાહવાહ કહેવરાવી, એવા પ્રકારની વાતો ચાલતી હતી. હું એક ધ્યાને આ બધું સાંભળી રહ્યો હતો. મને થયું કે આ બધું સાંભળી રહ્યો હતો. મને થયું કે આ ભાઈઓને કેવળ વેપારની અને તેમાંથી કઈ રીતે ધન જન થઈ શકે અને કીર્તિ પ્રાપ્ત કરી શકાય તે સિવાય બીજી કોઈ વાતની પડી નથી. વેપારી–વૃત્તિ જ સ્વાર્થથી ભરેલી છે, એમ કહું તો રખે વેપારી ભાઈએ નારાજ થાય! પણ એટલું તે કહી શકાય કે જૈન મંદિર માટે જે વિકટ સમશ્યા ઉભી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org