Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
३६८
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
થઈ છે. તેની માહિતી તેમને લાગતી નથી, રાજસ્થાનમાં અનુપ મંડળ જૈનો પ્રત્યે અસાધારણ દ્વેષ ધરાવી તેમની નિરર્થક કનડગત કરવામાં જ અગ્ર ભાગ ભજવે છે, તેની જાણ તેમને હોવાને લેશ પણ સંભવ નથી. તેમને તો પોતે ભલા, પોતાનું કુટુંબ ભલું અને પિતાને વેપાર ભલે, એવી સાંકડી મનેદશામાં તેઓ જીવનની ઇતિ કર્તવ્યતા માનતા લાગે છે. પણ તેમની વ્યાપારી મનોદશાની સમીક્ષા કરતાં મને લાગે છે કે તેમને એકલાને જ દેષ શા માટે કાઢવો જોઈએ? જેઓ જૈન સમાજના આગેવાનો હેવાને દ ધરાવે છે, જેઓ જૈનોની મહાન સંસ્થાના કાર્યકર્તા હેવામાં ગર્વ ધરાવે છે અને જેઓ પોતાનાં ધન અને તે દ્વારા મળતી સસ્તી કીર્તિમાં રાચતા હોય છે. તેમને વર્તમાન જૈન સમાજની સ્થિતિ પરત્વે થોડો દોષ અને જવાબદારી નથી. સમાજના નાવનું સુકાન તે નેતાઓના હાથમાં હોય છે અને જે તેઓ સુકાનને વ્યવસ્થિત રાખીને નાવને પાર ઉતારવામાં બેકાળજી રાખે, તે નાવ જરૂર ડુબી જાય છે. આવી જ સ્થિતિ આપણે સમાજનાં નાવની છે. સુકાનીઓ તો છે જ, પણ સમાજનાં નાવને સુખરૂપ પાર ઉતારવામાં કાંતે તેઓ ઘણુભાગે બેદરકાર છે અથવા તે ના પાર ઉતારવાની તેમને પડી નથી. તેમાંના મોટા ભાગને જેટલો વેપારમાં રસ છે, યેનકેન પ્રકારે શ્રીમંત બની જવાની જેટલી ઉત્કંઠા છે, ડાક રૂપાના સીકકાઓ અને કાગળના ટુકડાઓનું દાન કરીને કીતિ કમાવાની જેટલી લાલસા છે અને પછી છાપામાં પિતાનાં ગુણગાન વાંચવાની અને પિતાના છપાયેલ ફેટા જોવાની જેટલી તમન્ના છે, તેટલો રસ, તેટલી ઉત્કંઠા, તેટલી લાલસા અને તેટલી તમન્ના સમાજની સ્થિતિ સુધારવામાં, કલેષ અને કંકાસનું વાતાવરણ દૂર કરી સમાજનું સંગઠ્ઠન કરવામાં, ષી મંડળ કે માણસેનાં આક્રમણ અને આક્ષેપોથી સમાજને બચાવી લેવામાં, સમાજનાં મધ્યમવર્ગના પિતાનાજ સ્વામીભ ઈઓની ભયંકર બેકારી મીટાવવામાં અને સાધનહિન વિદ્યાથીઓને કેળવણી માટે ઉત્તેજન આપવામાં નથી, એમ કઈ પણ વિચારકને જણાયા વિના રહેશે નહિ. અલબત તેમાંના ઘણા હજારો અને લાખો કમાય છે. હજારો અને લાખે પોતાનાં અહંભાવને પોષવા લગ્ન કે બીજા વ્યાવહારિક કાર્યોમાં ખર્ચે છે અને પિતાના માની લીધેલા ગુરૂઓનાં વચનની ખાતર ધાર્મિક જલસામાં વાપરે છે, પરંતુ આપણા સમાજમાં જે મુખ્યતઃ કુસંપ અને બેકારીનો મહાભયંકર રોગ લાગુ પડી ગયો છે, તેની આ સાચી દવા નથી.
મને આ પ્રસંગે એક દાખલ યાદ આવે છે. ત્રણેક વર્ષ પહેલાં આ પણ એક જન વિદ્યાર્થી એ એક જૈન ગૃહસ્થને અરજી કરી વિનંતિ કરી કે તેને આગળ અભ્યાસ માટે કોલેજમાં દાખલ થવું છે, તેની આર્થિક સ્થિતિ તદ્દન કડી છે, અને તેને મદદરૂપે કેલરશીપ અને તેમ ન બની શકે તે અમુક રકમ લાનરૂપે આપવા કૃપા કરવી. પણ કેલરશીપ અને લોનની વાત તે એક બાજુએ રહી; માત્ર ખાલી જવાબ પણ ન મળ્યો ત્યારે મને ખરેખર આશ્ચર્ય થયું. ત્યાર પછી તે અલ વિદ્યાર્થીને એક પાટીદાર સમાજ-સેવક ભાઈએ કઈ પણે જાતની ઓળખાણ વિના મદદ કરી અને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org