________________
વિજ વંર
પરિગ્રહ પરિમાણ વ્રત અને સમાજવાદી સમાજ રચના
३५९
અનિબંધ માલીકી શી રીતે સિદ્ધ થઈ શકે? માટે જ આપણી કમાણીમાં અને પણ અંશત: હિત સંબંધ છે એ સમજી રાખવું જોઈએ, અને આપણે જેમ જીવવાને હક છે તેમ બીજાઓને પણ જીવવાને હક્ક છે એ ધ્યાનમાં રાખવું જોઈએ, એ વસ્તુ ધ્યાનમાં રાખવાથી આપણું સ્વાર્થમાં બીજાને પણ હિસ્સો છે એ ભૂલી શકાય તેમ નથી. અને એમ છે ત્યારે આપણે પરિગ્રહનું પરિમાણ કરવું જ પડશે એ સ્વયંસિદ્ધ છે.
એ વિવેચન ઉપરથી એ તરી આવે છે કે, આપણે મિલકત અને આપણું ધનના પણ આપણે ટ્રસ્ટી કે વિશ્વસ્ત જ છીએ એમ સમજી આપણું કાર્ય ચલાવવું જોઈએ. અને આપણું મિલકત ઉપર બીજાઓનું રણ છે એ વસ્તુ ધ્યાનમાં રાખી તે ચુકવવાની કાળજી રાખવી જોઈએ. ધર્મના નામે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ તેમાં પરેપકારની ભાવનાની મુખ્યતયા રાખતાં આપણે શીખવું જોઈએ. શ્રાવકના અને સાધુઓના વ્રતોમાં પંચ અણુવ્રત અને મહાવ્રતાને મુખ્ય સ્થાન છે. અને તેમાં પરિગ્રહ પરિમાણનું સ્થાન જે કે પાંચમું છે. તો પણ તેની ઉપયુકતતા સહુથી વધી જાય તેમ છે. કારણ પરિગ્રહ ઓછો થાય ત્યારે બીજા વ્રત પિતાની મેળે પાળવા સુલભ થઈ જાય છે. પરિગ્રહનું પરિમાણ ન જ હોય ત્યારે સ્વાર્થ અને લોભની મર્યાદા વધતી જ જાય છે. અને પરિણામે બીજા વ્રતોને ભંગ થવાનો સંભવ નિર્માણ થાય છે. ત્યારે શ્રાવકપણું ટકાવવું હોય અને અંશતઃ પણ ધમી જીવન જીવવાની ઈચ્છા હોય તો આપણે પરિગ્રહનું પરિમાણ બાંધ્યા વિના ચાલે તેમ નથી એ રીતે પરિગ્રહનો સંકેચ કરવાની વૃત્તિ આપણામાં જાગે અને આપણું જીવન સુસંવાદી બને એજ અભ્યર્થના રાખી વિરમિએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org